________________
કરીને પત્થર આદિને જ કરડવા દોડે છે, જ્યારે સિંહ પોતાની તરફ ફેંકાએલા બાણની ઉપેક્ષા કરીને બાણ મારનાર ઉપર જ ધસી જાય છ. એ જ રીતિએ, કોપ કરનારના ઉપર કોપ નહિ કરતાં, ક્રૂર કર્મોના ઉપર જ કોપ કરવો જોઇએ. કોપ કરનાર ઉપર કોપ કરવો, એ કુતરાના સ્વભાવનું અનુકરણ છે અને કોપ કરનારની ઉપર કોપ નહિ કરતાં, તેને કોપ કરવાને પ્રેરનાર ક્રૂર કર્મોના ઉપર કોપ કરવો, એ સિંહના સ્વભાવનું અનુકરણ છે. કલ્યાણના અર્થિએ સમજવું જોઇએ કે-સામો આદમી મારા ઉપર જે કોપ કરે છે, તે 홍근 એવાં કર્મોથી પ્રેરિત થઇને કરે છે : આથી સાચો પ્રતિકોપને પાત્ર કોપ કરનાર આદમી નથી, પણ તેને કોપ કરવાને પ્રેરનાર ક્રૂર કર્મો જ છે. આ રીતિએ, કુતરાના સ્વભાવવાળા નહિ બનતાં, સિંહના સ્વભાવવાળા બનવું જોઇએ અને એ માટે ગુસ્સો કરનાર કે અપકાર કરનાર ઉપર કોપ નહિ કરતાં, જે કર્મોથી પ્રેરાઇને તે ગુસ્સો કે અપકાર કરે છે, તે ક્રૂર એવાં કર્મો ઉપર જ કોપ કરવો જોઇએ. અર્થાત્-કર્મોના અનાદિકાલીન યોગથી આત્માને સર્વથા મુક્ત બનાવવાના જ પ્રયત્નમાં એકતાન બની જવું જોઇએ.
(૨) એવો પણ વિચાર કરવાની સામગ્રી છે કે-ભગવાન શ્રી મહાવીરદેવ જેવા પણ ક્ષમા માટે મ્લેચ્છ દેશોમાં પધાર્યા હતા, તો વિના યત્ને આવેલી ક્ષમાને વહવાને માટે, હે આત્મન્ ! તું કેમ ઇચ્છતો નથી ? આ વિચારથી પણ અપકારી ઉપર ક્રોધને ઉત્પન્ન થતાં અટકાવી શકાય છે અન ક્ષમાને ધરી શકાય છે. (૩) વળી ત્રણ લોકનો પ્રલય કરવામાં અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં જરૂરી એવા સામર્થ્યને ધરનારા પણ જો ક્ષમા રાખી શક્યા, તો હે આત્મન્ ! કેળના જેવું સત્ત્વ ધરાવતા તારા માટે ક્ષમા એ શું વ્યાજબી નથી ? એવા સમર્થ આત્માઓ પણ ક્ષમા રાખવામાં નાનમ નહોતા જોતા અને તારા જેવા ક્ષુદ્રને ક્ષમા રાખવામાં શી નાનમ જણાય છે ?
આ વિચાર પણ અપકારી ઉપર આવતા ક્રોધને અટકાવવાને માટે અને તેના પ્રત્યે ક્ષમાશીલ બની રહેવાને માટે, આત્માને સમર્થ બનાવનાર છે.
ન
(૪) વળી જો તારામાં કોઇના પણ તરફ્થી થતા અપમાન આદિને સહવાની શક્તિ ન હતી તો પછી તે શા માટે એવું પુણ્ય ન આચર્યું, કે જેથી કોઇ પણ તને અપમાન આદિ દ્વારા પીડા ન કરે ? તેમજ એવું પાપ શા માટે આચર્યું કે જે પાપોદયના યોગે તારૂં કોઇ અપમાનાદિ કરી શકે ? જો એવું પુણ્ય નથી જ કર્યું કે જે પુણ્યોદયના પ્રતાપે તારૂં કોઇ અપમાનાદિ કરી શકે નહિ અને અનેક પ્રકારનાં એવાં પાપો કર્યાં છે કે જેથી એ પાપોના પ્રતાપે રસ્તે ચાલતો આદમી પણ તારૂં અપમાન આદિ કરીને તને પીડી શકે તો અત્યાર પૂર્વે એ પાપો કરાવનાર જે જે પ્રમાદને તેં આચર્યો છે તે પોતાના પ્રમાદને શોચતો શકો તું ક્ષમાને અંગીકાર કર ! આ વિચાર, અપકાર કરનાર ઉપર ક્રોધને ઉત્પન્ન નહિ થવા દેવા માટે અને તેને ક્ષમા કરવાને માટે, આત્માને ખૂબ ખૂબ સામર્થ્ય આપશે અને એથી તું અપકારી ઉપર પણ સારી રીતિએ શાંતિથી ક્ષમા ધરી શકશે.
(૫) કોઇ જ્યારે મર્મને ઘાત કરનારાં વચનોથી પીડા કરે, ત્યારે પહેલું તો એ જ વિચારવું કે ‘ એ જે મર્મવેધી શબ્દો કહે છે, એ સાચા છે યા ખોટા છે ?’ પછી વિચારવું કે- ‘ જો સાચા જ છે, તો પછી એમાં કોપ કરવાનું કારણ જ શું છે ? અને જો ખોટા છે, તો તો એવું બોલનાર ઉન્મત્ત છે અને ઉન્મત્ત એવા આત્મા ઉપર કોપ કરવો એ મૂર્ખાઇ છે.’ આ રીતિના વિચારથી પણ કોપને જીતી શકાય છે.
(૬) કોઇ વધ કરવાને ઉપસ્થિત થાય, ત્યારે સમજદારને તો વધ કરવા તૈયાર થયેલા ઉપર હાસ્ય જન્મે : કારણ કે- સમજદાર આત્માને સામો આત્મા વધ કરવા તૈયાર થાય ત્યારે વિસ્મય થાય છે.
Page 180 of 191