Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 176
________________ कयापि माययाडग्रेडपि, मां वाहीक इवावहः । પ્રાધ્વીની: શંવમાનોમ-Wપ્રતિકૃતં સ્વF I/શા नन्वद्यापि स एवास्मि, त एव मम बाहवः । कृतप्रतिकृतं तत्ते, प्राप्तकालं करोम्यहम् ।।३।। सचन्द्रहासं मामूढ्या, यथा भ्राम्यस्त्वमब्धिपू । तथा त्वां सादिमुत्पाद्य, क्षेपस्यामि लवणाणव ||४||" ખરેખર હજુ સુધી પણ તું મારી તરફ વિરૂદ્ધ જ છો ? આ જગને ઠગવાની ઇચ્છાવાળો તું દંભથીજ વ્રતને વહન કરે છે ! આગળ પણ કોઇ પ્રકારની માયાવડે જ તેં મને કોઇક વાહીકની માફ્ટ વહન કર્યો હતો, પણ અમારા કરેલાનો બદલો વાળશે? -એવી શંકા કરતા તેં દીક્ષા અંગીકાર કરેલી, પણ અદ્યાપિ હું તેનો તેજ રાવણ છું અને મારી ભુજાઓ પણ તેની તેજ છે. હવે મારો વખત આવ્યો છે, તો હું તારા તે કરેલાનો બદલો વાળું છું. જેમ ચંદ્રહાસ ખગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્રોમાં ર્યો હતો, તેમ તને હું આ પર્વત સહિત ઉપાડીને લવણ સાગરમાં ક્કી દઇશ.” ખરેખર કષાય એ એક ભયંકરમાં ભયંકર વસ્તુ છે. માનમાં ચઢેલા શ્રી રાવણ એ પણ ભૂલી જાય છે કે- “સ્થાવર કે જંગમ તીર્થની ઉપર વિમાન જરૂર ખલના પામે છેજ અને એ ભૂલના પરિણામે તેનો વિવેકી આત્મા પણ ક્રોધાધીન બની જાય છે. ખરેખર માન વિવેકનો નાશક છે.' –એ વાત આ ઉપરથી બરાબર સિદ્ધ થઇ શકે છે. કષાયને આધીન થયેલ શ્રી રાવણ, શ્રી વાલી મહારાજાની અવિરૂદ્ધ ભાવનાથી પરિચિત છતાં, તેમનામાં વિરૂદ્ધ ભાવનાની કલ્પનાજ નહિ, પણ “હજુ પણ એટલે કે મુનિપણામાં પણ વિરોધિ છો” –એવો ભયંકર આક્ષેપ કરે છે. ખરેખર, એક માણસ એક ભૂલના યોગે કેટલો ઉન્માર્ગે ચઢી જાય છે, એનું આ અપૂર્વ ઉદાહરણ છે. શું શ્રી વાલી મહારાજાએ સંયમ અંગીકાર કરતાં પહેલાં પોતાની બધીજ હકીકત કહીને એમ નથી કહ્યું કે- ‘રાવણ ! મારે રાજ્યની ઇચ્છા નથી અને જો હોય તો તારે માટે આ પૃથ્વી ઉપર ઉભા પણ રહેવાની જગ્યા નથી ! શ્રી વાલી મહારાજાએ એ કહ્યું છે અને શ્રી રાવણે સાંભળ્યું પણ માની અને ક્રોધી બનેલા શ્રી રાવણ તે બધું જ ભલી જઇ પરમ ત્યાગી, અતિ ઉત્કટ કોટિએ ચઢેલા ઘોર તપસ્વી, પરમ ધ્યાની અને સર્વથા નિર્મમ એવા મહર્ષિ ઉપર દંભીપણાનો અને જગતને ઠગવાનો આરોપ મૂકતાં પણ આંચકો નથી ખાતા ! ખરેખર, માન અને ક્રોધની દુરંતતા અને ભયંકરતા કલ્યાણના અર્થિ આત્માએ ખાસ વિચારવા જેવી છે. તે દોષો જીવનને ભયંકર બનાવી દે છે, એ એક ક્ષણ પણ ભૂલવા. જેવું નથીજ. આટલા બધા આરોપો મૂકવા છતાં પણ નહિ ધરાયેલા અને મીન તથા ક્રોધના યોગે ઉન્મત્તપ્રાયઃ બનેલા શ્રી રાવણ પરમ પરાક્રમી શ્રી વાલી મુનિવરને પોતાનું અને પોતાની ભુજાઓનું સ્મરણ કરાવવાની ઘેલછા કરે છે અને કહે છે કે- “તે પરાભવનો બદલો લેવાનો મારો આ સમય છે અને તે લીધા વિના હું રહેવાનો નથી : જેમ તેં મને ચંદ્રહાસ ખગની સાથે ઉઠાવીને ચારે સમુદ્રોમાં ભમાવ્યો હતો, તેમ હું પણ તને આ પહાડની સાથે લવણ સમુદ્રમાં ક્કી આવીશ.” કહો, આ કષાયની કેવી અને કેટલી ક્રૂરતા છે, કે જે ક્રૂરતાને આધીન બનેલા શ્રી રાવણ, જે સમયે મહર્ષિપુંગવ શ્રી વાલી મહારાજા ધ્યાનમગ્ન અવસ્થામાં ઉભા છે, તે સમયને પોતાના પરાભવનો બદલો લેવાના સમય તરીકે ઓળખાવે છે. અરે ! પોતાના ક્ષત્રીયવ્રતને પણ ભૂલી જાય છે અને વધુમાં જે પહાડને પોતે શ્રી વાલીમુનિ સાથે લવણ સાગરમાં ક્કી આવવાની વાત કરે છે, તે પહાડ ઉપર તીર્થરૂપ ચેત્ય છે, તેને પણ ભૂલી જાય છે. હા ! હા ! કષાયની કેવી. અને કેટલી કારમી કુટિલતા છે, કે જેની આધીનતાના યોગે શ્રી રાવણ જેવાનો આત્મા પણ સ્થાવર અને Page 176 of 191

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191