________________
આપણે જોઇ ગયા કે-શ્રી રાવણ મુનિવર શ્રી વાલીના દર્શનથી પ્રમુદિત થવાને બદલે અભિમાનના. યોગે કોપાયમાન થયા અને કોપાયમાન થઇને બોલવામાં કશીજ કમીના ન રાખી તથા આવેશમાં ને આવેશમાં કહી દીધું કે- “તું હજુ સુધી પણ મારે વિષે વિરૂદ્ધ જ છે ! જગતને ઠગવાની ઇચ્છાવાળો તું દંભથીજ વ્રતનું પાલન કરે છે ! અને મારા ભયથી જ તેં દીક્ષા અંગીકાર કરી છે. પણ હજુ હું તેનો તેજ રાવણ છું અને મારી ભૂજાઓ પણ તેની તેજ છે, માટે આ અવસરે હું તેં કરેલા મારા અપમાનનો પ્રતિકાર કર્યા વિના નથી જ રહેવાનો ! જેમ તેં મને ચંદ્રહાસ ખગની સાથે ઉપાડીને સાગરોને વિષે વ્યો હતો, તેમ હું પણ તને આ પર્વતની સાથે ઉપાડીને લવણ સાગરમાં ક્કી દઇશ !' આવેશમાં આવેલા રાવા વિચાર્યું એ પ્રમાણે બોલી નાંખ્યું અને એ પ્રમાણે કહીને સ્વર્ગથી પડેલા વજની માફ્ટ પૃથ્વીને ફાડી નાખીને રાવણ શ્રી અષ્ટાપદગિરિના તળીએ પઠો અને ભૂજાબલથી મદોહ્યત બનેલા તે રાવણે એકી સાથે હજારે વિધાઓનું સ્મરણ કરીને, દુર્ધર એવા તે શ્રી અષ્ટાપદગિરિને ઉપાડ્યો.
ભાગ્યશાલી ! વિચારો, આવેશ એ કેવી ભયંકર વસ્તુ છે, કે જેના યોગે શ્રી રાવણ જેવા પરમ પુણ્યશાલી પણ ભૂલી જાય છે કે- “આ એક પવિત્ર ગિરિ છે, અને તીર્થથી મંડિત છે તથા આ એક મોટા મુનિવર છે.” બીજું આ પહાડને ઉપાડવાથી વિના કારણે અનેક નિરપરાધી પ્રાણીઓનો ગજબ સંહાર થઇ જશે. -એ પણ આવેશની આધીનતાથી શ્રી રાવણ ન વિચારી શક્યા. અને એવો ભયંકર ઉત્પાત મચાવ્યો, કે જેના યોગે અનેક પ્રાણીઓનાં જીવન બરબાદ થઇ ગયાં. રાવણે જ્યારે એ અષ્ટાપદ ગિરિવરને ઉપાડ્યો, ત્યારે તે પહાડ ઉપર રહેલા વ્યંતરો પણ તે વખત તે પહાડ ઉપર થતા “તડતડ” એવા નિર્દોષથી ત્રાસ પામ્યા : “ઝલઝલ' એવા શબ્દથી ચપલ થયેલા સાગરથી રસાતલ પૂરાવા લાગ્યું : “ખડખડ' શબ્દ ધશી પડતા પથ્થરોથી વનના હસ્તીઓ ક્ષણ થઇ ગયા : અને પર્વતના નિતંબ ઉપર રહેલાં વનમાં વૃક્ષો કડ કડા શબ્દથી ભાંગી પડ્યાં. ક્રોધાધીન બની બળાત્કાર માટે તૈયાર
અહીં તો વાગદત્તા એવી પણ તે યુવતીએ જ્યારે કામાતુર બનીને પ્રાર્થના કરતાં યોગિને નિરર્થક આત્મકદર્થનાથી બચવાનું સૂચવવા સાથે- “તું ઇન્દ્ર હોય કે કામદેવ હોય તો પણ મારે તારાથી કોઇ કાર્ય નથી.” -એમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ત્યારે પેલો યોગી એકદમ રૂષ્ટ થઇ ગયો. કામને આધીન બનેલો આત્મા ક્રોધને આધીન પણ બને, તો એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ જ નથી. કામને વિવશ બનેલા. આત્માઓને કેટલીક વાર હિતશિક્ષા પણ અસહ્ય થઇ પડે છે. પોતાની ઇચ્છાનો અમલ કરવાને સામી વ્યક્તિ તત્પર ન બને, એથી તેઓને ક્રોધાધીન બનીને બળાત્કાર કરવાની હદે પહોંચતાં પણ વાર લાગતી. નથી. આ યોગી પણ ક્રોધાધીન બનીને બલાત્કાર કરવાની વૃત્તિવાળો બની ગયો. શ્રી ક્રોધાધીન રાવણનો પ્રલાપ
મુનિવરના દર્શનથી આનંદ થવો જોઇએ, તેના બદલે માનાધીન થયેલા શ્રી રાવણને ક્રોધનોજ આવિર્ભાવ થયો અને એ રીતે ક્રોધાયમાન થયેલા શ્રી રાવણે પ્રલાપ કરવા માંડ્યો કે
“XX XXX વિરુદ્ધોદ્યાપિ મધ્યાસિ | व्रतं वहसि दंभेन, जगदेतटिदंभिषुः ।।१।।
Page 175 of 191