Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 173
________________ યાદ કરો.કેવો શાન્ત, કેવો ગમ્ભીર અને કેવો પરોપકારપરાયણ એ હતો ? પોતે તો રોષ કરતો નહિ, પણ કોઇ રોષ કરે તો એને એ રોષથી થતા નુક્શાનનો ખ્યાલ આપીને રોષમુક્ત બનાવતો હતો. કોઇ પણ વસ્તુમાં, એણે તીવ્ર મમત્વભાવને પેદા થવા દીધો નહોતો. એથી જ, એ, આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મઘોષસૂરિવરના સુયોગને પામતાં, સાચો ત્યાગી શ્રમણ બની શક્યો હતો. શ્રમણ બન્યા પછીથી પણ, એ જીવની અન્ત ભાગની વિરાધનાને જો બાદ કરીએ, તો એ જીવે કેવી અનુપમ કોટિની આરાધના કરી ? નિરતિચાર સંયમપાલન કરવા સાથે, ઉત્કટ કોટિનો ગણાય તેવો તપ પણ એણે કર્યો. વિનય-વૈયાવચ્ચમાં પણ એણે ઉણપ આવવા દીધી નહિ. આવો પણ જીવ, એક બહુ જ સામાન્ય નિમિત્તને પામીને ક્રોધવશ બન્યો. ક્રોધની વિવશતામાં આવી ગયેલા એ જીવે, પોતાના વિવેકનો નાશ કરી નાંખ્યો અને સંયમની વિરાધના કરી નાંખી. ભવિતવ્યતા એવી કે-એ દરમ્યાનમાં એનું મૃત્યુ થઇ ગયું અને એથી એ જીવને પાતાની ભૂલને સુધારી લેવાની કોઇ તક જ મળી નહિ. પછી થયું શું ? એક અનર્થ, અનેક અનર્થોને જન્માવે-એવું ! ક્રોધે તો કબજો લીધેલો જ હતો અને મૂરøએ કબજો લીધો. એ વનખંડ ઉપર એના મનમાં ભારે મમત્વભાવ પેદા થયો; અને એથી, એના રક્ષણનો જે પરિણામ, તે ઘણો જ તીવ્ર બની ગયો. રક્ષણના એ પરિણામની તીવ્રતાએ જ, એને, રાજકુમારોને મારવાને માટે દોડાવ્યો અને તેમાં એનું મૃત્યુ થઇ ગયું. આમ, ક્રોધનો પરિણામ તો સહચારી બન્યો હતો જ અને હવે મમત્વનો તથા મમત્વના યોગે રક્ષણનો પરિણામ સહચારી બન્યો. મરીને એ સર્પપણે ઉત્પન્ન થયો, તો સર્પના ભવમાં પણ એ પરિણામો જાગૃત થયા. પૂર્વના સ્નેહના અનુબન્ધને લઇને, એ વનખંડના રક્ષણનો પરિણામ સજાગ બનતાં, એ સર્પ, એ વનખંડમાં અહીંથી તહીં એમ ભમવા લાગ્યો. ક્રોધથી ને મમત્વથી ફાયદો શો થયો ? મરીને સર્પ થવું પડ્યું અને સર્પી થઇને પણ નિરાંત જરાય નહિ ! આ વનખંડ ઉપર જો એને મૂર્છા ન હોત, તો એ સર્પ જે રીતિએ આ. વનખંડમાં ભમ્યા કરતો હતો, તે રીતિએ તો એ ન જ ભમ્યા કરત; પણ, “આ મારૂં છે ને મારા સિવાય કોઇના પણ ઉપયોગ કે ઉપભોગમાં આ આવવું જોઇએ નહિ; માટે મારે આનું રક્ષણ કરવું જ.” –એવું એ સર્પન થઇ ગયું. એ ભાવે, એ સર્પને, એ વનખંડમાં ચોતરફ ભમાવવા માંડ્યો. એક ચીજનું પણ કારમું મમત્વ, જીવને કેવી કારમી રીતિએ હેરાન કરે છે, તેનો ખ્યાલ આવે છે ? ક્રોધ તથા શોથ્રી સમક્ષ શ્રી રાવણે મૂકેલા શૂલના વચ્ચે જ ભૂક્કા ઇન્દ્રજિત, કુંભકર્ણ અને મેઘવાહન જેવા મહા પરાક્રમી સુભટો અને સ્વજનો બંધાઇ જાય અને શત્રુપક્ષ તેમને બાંધીને પોતાની છાવણીમાં લઇ જાય તેમજ બીજા પણ રાક્ષસસુભટો બંધાઇ જાય અને શત્રદળ તેમને બાંધીને પોતાની છાવણીમાં કેદ રાખે, એ શ્રી રાવણને શોક અને ક્રોધ ઉપજાવે જ ને ? એ જોઇને શ્રી રાવણ ક્રોધ તથા શોકથી સમાગુલ થઇ ગયા અને જયલક્ષ્મીના મૂળરૂપ શૂલને શ્રી રાવણે શ્રી બિભીષણની તરફ ક્યું. શ્રી લક્ષ્મણજીએ પોતાનાં તીક્ષ્ય બાણોથી તે ફૂલને અધવચમાં જ જેમા કદલીકાંડને લીલાપૂર્વક કણશઃ કરી શકાય તેમ કણશઃ કરી નાખ્યું અર્થાત- શ્રી લક્ષ્મણજીએ તે સૂર્યના વચ્ચે જ ભૂક્કા કરી નાખ્યા. ક્રોધાતુર જીવની દુર્દશા આ રીતિએ ચાર કષાયોની વાત કર્યા પછીથી, જ્ઞાની ગુરુ મહારાજ ક્રોધની વાત વિશેષપણે કરે છે; Page 173 of 191

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191