________________
ઉદામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ? માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ. એવા દ્રષ્ટિગોચર થાય છે કે- જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હોવા છતાં પણ ઉન્માર્ગે આથડ્યા કરે છે માને તો અનેકને દેવદર્શન, ગુરૂવંદન અને શાસ્ત્રશ્રવણથી પણ વંચિત કર્યા છે. માને, અનેક આત્માને શંકિત છતાં નિ:શંકિત બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે-જેઓ અમૂક સ્થળે અન અમૂક સમયે નમ્ર બનવું એજ હિતાવહ છે.” આ પ્રમાણે જાણવા છતાં પણ માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શકતા. સહિષ્ણુતા ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ર પણ નથી સેવતા. પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે. એમાં જાણનારાઓન પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે નિંદા એ મહાપાપ છે. એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિંદક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરેજ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતનો કારમી રોતિએ નાશ કરી નાખે છે અને એના પ્રતાપે, એના ઉપાસકો, ઓચિત્ય આચરણના પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઇને દરેકે દરેક વાતમાં તે ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને છે.
માયા-એ, એવું દૂષણ છે કે એ દુષણની ઉપાસના કરનારના મિત્રો તેના થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઇને એનાથી દૂર થાય છે, એ કારણે માયા, મિત્રોની નાશક છે એ વાત વિના વિવાદ સિધ્ધ થઇ શકે એવી છે. માયા, કુશલતાને પેદા કરવા માટે વાંઝણી છે : સત્યરૂપી સૂર્યના-અસ્ત માટે સંધ્યાસમો છે; ગતિરૂપ યુવતિનો સમાગમ કરી આપનારી છે, શમરૂપ કમલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; ફ્લેશની રાજધાની છે અને સેંડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે- “માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.'
લોભ-એ, સર્વ વિનાશક છે કારણ કે-ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતિ એ લોભને આભારી છે : આજ કારણે મહાપુરૂષો માવે છે કે વ્યાધિઓનું મૂલ જેમ રસ છે અને દુઃખનું મૂલ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂલ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષયવૃક્ષનું મૂલ છે, ક્રોધ રૂપ અગ્નિને પેદા કરવા માટે અરણીકાષ્ટ સમો છે : પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે, કલિનું ક્રીડાઘર છે વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે.' આ ઉપરથી સ્પષ્ટ છે કે-લોભ એ સર્વનો વિનાશ કરનાર છે. ક્રોધે ક્બજો લીધો હતો અને મૂચ્છએ ક્બજો લીધો એટલે સર્પ થવું પડ્યું અને ભમવું પડ્યું
ગોભદ્રનો જીવ, જ્યોતિષ દેવલોકમાં જઇને, ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયે છતે, ત્યાંથી ચ્યવ્યો થકો તાપસ કુલપતિની પત્નીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો અને ઉચિત સમયે જમ્યો. તેનું નામ કૌશિક રાખવામાં આવેલું, પરન્તુ પૂર્વના ક્રોધનો સંસ્કાર ત્યાં જાગૃત થતાં, એ કોશિક થોડા પણ અપરાધમાં તાપસકુમારોને બહુ જ પીટતો હતો, એથી એની ઓળખન માટે, તાપસોએ એનું નામ ચડકૌશિક રાખ્યું. એ ચડકીશિકે ક્રોધના સંસ્કારની સાથે વનખંડના રક્ષણનો સંસ્કાર પણ પોતામાં પેદા કર્યો. એ બન્નેય પ્રકારના સંસ્કારોને લઇને, તે ભયંકર દ્રષ્ટિવિષ સર્પ તરીકે ઉત્પન્ન થયો. એના ગોભદ્ર તરીકેના જીવનને
Page 172 of 191