________________
અશક્ય જેવું બની જાય છે. તમે કદાચ જાણતા હશો કે-જગતમાં એવું પણ કહેવાય છે કે- “બહણ, વ્રણ અને અગ્નિ એ ત્રણની તે થોડા પ્રમાણમાં દેખાય તો પણ ઉપેક્ષા કરવી નહિ : કારણ કેણ, વ્રણ અને અગ્નિ, એ ત્રણની જો ઉપેક્ષા થાય, તો તે ભયંકરે પરિણામ નિપજાવનાર નિવડે છે.” થોડા બહણની ઉપેક્ષા કરનારા પરિણામે દેવાળીયા બને છે, થોડા ઘાની ઉપેક્ષા કરનારા પરિણામે આખાએ અંગમાં સડી જાય છે અને ઉપેક્ષાપાત્ર બનેલો થોડો પણ અગ્નિ ઘણુ ઘણું સળગાવી મૂકે છે. એવી જ દશા ક્રોધની છે. થોડો પણ ક્રોધ જો ઉપેક્ષાનો વિષય બન્યો, તો આત્માની ભયંકર પાયમાલી કર્યા વિના રહેતો નથી. આ જ કારણે અનંત ઉપકારી પરમર્ષિઓ ક્રમાવે છે કે-કષાય થોડો છે એમ માનીને એની ઉપેક્ષા કરવી નહિ : કારણ કે-થોડા એવા પણ કષાયને ઉપશમાવવાની દરકાર રાખવામાં ન આવે, તો તે વધતે વધતે મહા અનર્થકારક બની. જાય છે. કષાયનો વિશ્વાસ, એ પાયમાલીનું પગરણ છે. આ કષાય રૂપ અગ્નિને ક્ષમાયુક્ત આત્મા પોતામાં ઉત્પન્ન થવા દેતો નથી અને કદાચ થઇ જાય તો એને સદ્ઘ થવા દેતો નથી, પણ તરત જ શમાવી દે છે. ક્રોધને સક્ક કરવાથી ક્રોધ વધે છે પણ ઘટતો નથી. એ ક્રોધને નહિ આવવા દેનારી અગર તો કદાચ ક્રોધ રૂપ અગ્નિ ઉત્પન્ન થઇ જાય તો તરત જ તેને શમાવી દેનારી ક્ષમા, એ સંયમ રૂપ આરામની ખીલવટને માટે પાણીની નીક જેવી છે. આ કારણે, સુસાધુ રૂપ ધર્મને પાળવાને માટે ક્ષમાયુક્ત બનવું એ પણ ઘણું જ જરૂરી
ક્રોધ આદિની ચતુર્વિધતા
ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયો પણ ચાર પ્રકારના છે. આ ચારેના અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આ ચાર પ્રકાર છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોનું કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારનું છે. આ ચારે પ્રકારના ક્રોધાદિ કષાયોમાં અનન્તાનુબંધી કષાયો ઘણાજ ભયંકર છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન આદિ કરતાં અનન્તાનુબંધી ક્રોધાદિ આત્માનું ભારેમાં ભારે અહિત કરનારા છે. જો કે-ચારે પ્રકારના કષાયો ભયંકર છે પણ અનન્તાનુબંધીની ભયંકરતા ઘણીજ ભારે છે.
અનંત ઉપકારી પરમર્ષિઓએ, અનંતાનુબંધી આદિનું સ્વરૂપ દર્શાવવા માટે એની પણ નિરૂક્તિ કરી છે. એ ચારેની નિરૂક્તિ કરતાં એ ઉપકારી પરમર્ષિઓએ માવ્યું છે કેક્રોધ અને ક્રમમાં અબ્ધ બનીને
જ્યારે આમ થયું, એટલે શ્રી રાવણમાં કામની સાથે ક્રોધે પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું. દુર્ગુણનો એ સ્વભાવ હોય છે કે-એક દુર્ગુણ અનેક દુર્ગુણોને જન્માવે : વિષયનો એ સ્વભાવ છે કે-વિષયો પોતાની પાછળ ક્રોધને પણ પ્રાયઃ ખીંચી લાવે. અહીં કહે છે કે-હવે ઘોર એવી રાત્રિ પ્રવર્તી : અને ક્રોધ તથા. કામમાં અબ્ધ બનેલા ઘોર બુદ્ધિવાળા શ્રી રાવણે શ્રી સીતાદેવી ઉપર ઉપસર્ગો કરવાનું શરૂ કર્યું. વિષયનો આ રાગ ! થોડી ક્ષણો પૂર્વે જેને શ્રી રાવણ પ્રાર્થના કરતા હતા, પોતાની પટ્ટરાણી જેની દાસી થઇને રહે છતાં તે માને તો સારું એમ ઇચ્છતા હતા, તે શ્રી રાવણ એ જ શ્રી સીતાદેવી ઉપર ઘોર રાત્રિમાં ઘોર બુદ્ધિવાળા બનીને ઉપસર્ગ કરવા માંડે છે : અને તે પણ ક્રોધ તથા કામમાં અબ્ધ બનીને, એટલે એમાં કાંઇ કમીના થોડી જ રહે ? ક્રોધે ભરાયેલા શ્રી રાવણે શ્રી હનુમાનને શું ક્યું?
Page 170 of 191