________________
પાસેથી મેળવેલી વિધાથી સાચી વિદ્વત્તા મેળવી, જગતના પ્રાણીઓ અજ્ઞાનના યોગે હિંસાદિક પાપ પ્રવૃત્તિઓમાં ન ફ્રી જાય, તે માટે સતત પ્રયત્નો આરંભીને જેમ પોતાની જાતને અમર કરી, તેમ પોતાનાં માતા, પિતા અને ગુરૂની નામના પણ અમર જ કરી.
જેઓ પોતાના માનપાન ખાતર સત્યનું કે ગુરૂની આજ્ઞાનું બલિદાન કરે છે, તેઓ ખરે જ પોતાની જાતને કુલાંગારની જ કોટિમાં મૂકે છે અને એવાઓનું જીવન આ જગમાં કેવલ ભારભૂત જ ગણાય છે. કેવલ પોતાની જાતની જ નામનાના અર્થિ બનેલા આત્માઓને નથી યાદ આવતી પોતાના તારકદેવની આજ્ઞા કે નથી યાદ આવતી પોતાના ગુરૂની આજ્ઞા ! તેઓને તો એક તેજ યાદ રહે છે, કે જેનાથી પોતાની જાતની નામના થાય. આવી ખોટી નામનાની લતે ચઢેલાઓએ આ શ્રી નારદજીનું દ્રષ્ટાંત ખાસ મનન કરવા યોગ્ય છે.
આપણે જોઇ ગયા કે-પાપાત્મા પર્વત અસરની સલાહથી અને પ્રેરણાથી ફ્લાવેલી હિંસાને રોકવા માટે, પોતે ન ફાવી શક્યા ત્યારે નારદજીએ પોતાની આજ્ઞા માનનાર દિવાકર નામના વિદ્યાધરને, તે હિંસાના કાર્યને રોકવા માટે એટલે કે યજ્ઞોમાં હોમવા માટે આણેલાં પશુઓનું હરણ કરવાનું કામ સોંપ્યું : પણ તે વાત જાણતાંની સાથે જ તે પાપાત્મા અસુરે પણ તે વિદ્યાધરની વિધાઓનો વિનાશ કરવા માટે શ્રી કષભદેવ સ્વામિની પ્રતિમા સ્થાપન કરી અને એ પ્રતિમાના પ્રતાપે વિધાધરની વિધા નિળ થઇ ગઇ, એટલે એ વિધાધરને પણ એ કામથી અટકવ પડ્યું. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો એ પ્રભાવ છે કે તેની ઉપર વિદ્યા વિગેરે ચાલી શકે નહિ. શ્રી જિનમંદિર કે મુનિ ઉપર થઇને દેવતા કે વિધાધરનાં વિમાનો પણ નથી જઇ શકતાં, એટલે પાપાત્માએ એ તારક પ્રતિમાનો પણ પાપને માટે ઉપયોગ કરવા માંડ્યો.
ખરેખરપાપાત્માઓ એ દનિયા ઉપર ઘણા જ ભયંકર હોય છે. તેઓ પોતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક વસ્તુઓનો પણ દુરૂપયોગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્માયેલી વસ્તુઓનો પણ સ્વાર્થની. સાધનામાં ઉપયોગ કરતાં પાપાત્માઓને આંચકો નથી આવતો. તેઓનું ધ્યેય તો ગમે તે પ્રકારે પોતાનો. સ્વાર્થ જ સાધવાનું હોય છે. વસ્તુમાં રહેલા ગુણથી સ્વાર્થીઓ તો પોતાનું કામ સાધી લે. બનાવટી સત્યોના નામે, શાંતિના નામે, ક્ષમાના નામે, વેપારી ગ્રાહકને કેવા બનાવે છે ? એ ક્ષમાના યોગે વેપારીનાં પાપ જાય ? આ ક્ષમાના યોગે સામાને લાભ કે હાનિ ? આ બધી વસ્તુઓ ખૂબ વિચારવા જેવી છે ! ખરેખર, સારી ચીજ અયોગ્ય આત્માના હાથમાં જાય, તો તે ચીજ પણ સામાનો નાશ કરે છે માટે તો ઉપકારીઓએ કહ્યું કે-સારી ચીજ દેતાં પહેલાં પાત્ર જોજો ! પૂર્વનું જ્ઞાન અમૂકને નહિ દેવાનું કારણ પણ એ જ છે. શ્રુતકેવલી ગુરૂશ્રીએ શ્રી સ્થૂલિભદ્ર સ્વામિજીને કહ્યું કે
“अन्यस्य शेषपूर्वाणि, प्रदेयानि त्वया न हि" ‘બાકીનાં પૂર્વો તારે બીજાને દેવાં નહિ.”
આ કહેવાનું કારણ એજ કે-અયોગ્ય આત્માઓ એ જાણીને એનાજ દ્વારા એનો દુરૂપયોગ કર્યા વિના રહે જ નહિ. સારી વસ્તુનો પણ અવસરે ખોટા માણસો ખોટો ઉપયોગ કરે છે. તલવારનો ગુણ બચાવવાનો, પણ તે ગાંડા માણસના હાથમાં જાય તો દુશ્મનના હાથે એ જ તલવાર માથું કપાવે. એમાં ખામી. તલવારની નથી. એવી જ રીતે સાધન મજેનું પણ દુરૂપયોગ કરે, તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય જેવું પણ શું છે? શ્રી જિનમૂર્તિને મુક્તિના ઇરાદે પૂજે, સેવે તો મુક્તિ આપે પણ અર્થકામ માટે સેવે તો ? કોઇ બીજા જ ઇરાદે સેવે તો ? સંયમ મુક્તિના ઇરાદે સેવે તો મુક્તિ આપે. પણ જે સંસારની સાધનાઓ માટે સેવે, તેને તો તે સંયમ મુક્તિ નહિ આપતાં સંસારમાં રૂલાવે, એમાં તાજુબ થવા જેવું શું છે
Page 168 of 191