________________
? સારી વસ્તુનો ખોટો ઉપયોગ કેમ કરી શકાય, એમાં કશું જ પૂછવાપણું નથી : કારણ કે-એ તો, ચાલુ જ છે ! જે ભગવાનને દેખીને હજારો આત્મા તર્યા, તે જ ભગવાનના યોગે સંગમ ડુબ્યો ! શ્રી સુધર્મા ઇંદ્રે કરેલી ભગવાનની પ્રસંસા સાંભળીને સંખ્યાબંધ દેવતાઓએ પોતાનું સમ્યકત્વ નિર્મળ કર્યું, તે જ પ્રશંસાના શ્રવણથી સંગમ ઉલટો ડૂળ્યો. અમાં દોષ કોનો ? અધમ આત્માઓ સારી ચીજનો દુરૂપયોગ ન કરે એ જ સદ્ભાગ્ય. અધમ આત્માઓ શું ન કરે ? બધું જ કરે. જેટલું ન કરે એટલું ઓછું. દુર્જનથી સજ્જનને ભાગવું પડે. પાદશાહ પણ આઘા, કોનાથી ? ક્રોધ
હવે ચોથો દોષ કયો ? ક્રોધ. સારી પણ ક્રિયા, નહિ કરવા યોગ્ય ક્રોધ કરવાથી કાળી થઇ જાય છે. કોઇ ઉત્તમ ધર્મક્રિયા જોઇને નવા આવનારને એમ થાય કે-આ આત્મા ઉત્તમ છે, પણ એને જઠ્ઠો ક્રોધ કરતો ભાળે તો સદ્ભાવ ઉડી જાય. જે ભૂમિકા મુજબ જરૂરી છે એની વાત જુદી છે. પ્રશસ્ત કષાય તો કષાયની જડને ઉખેડવામાં સહાયક થનારા હોય છે, પણ એ વાત અવસરે. સુધારવા માટે જરૂરી શબ્દોમાં કહેવું, જરૂરી રીતિથી કહેવું, એ એ ક્રોધમાં ન જાય. તે ક્રોધ અવશ્ય નહિ કરવો જોઇએ, કે જેમાં આત્મા ભાના ભૂલે : પોતે કયી ભૂમિકામાં વર્તે છે એનો ખ્યાલ ન રહે : બોલતી વખતે કાયા ધૃજે અને ન બોલવાજોનું પણ બોલાઇ જાય. જ્યાર હિતબુદ્ધિના પ્રતાપે જોરથી બોલાય એ બને, પણ જે બોલાય તેનો ખ્યાલ હોય. આપણામાં જરાય દુભાવ હોય નહિ, યોગ્ય રીતિએ યોગ્ય શબ્દોમાં કહ્યું હોય, છતાં સામાને ક્રોધ થાય તો એ એની નાલાયકાત છે પરંતુ બીજાઓને નાલાયક કહેતાં પહેલાં જોવું કેમેં તો ભૂલ નથી કરીને ? શિક્ષા એનું નામ કે-શિક્ષા આપતાં હૈયું હાથમાં રહે અને કાયા જે નહિ. બીજા ક્રોધમાં તો વિકરાળતા આવે, કાયા ધ્રુજે અને લોહી ગરમ થાય. શિક્ષામાં એમ નહિ. શિક્ષા અમૂક સ્થિતિ સુધી જરૂરી. બીજો ક્રોધ જરૂરી નહિ. સ્વભાનને ન ભૂલાવે, આત્મા ભાન ભૂલે નહિ, અને કામ થાય એવી ઉગ્રતાને અવિહિત કોટિમાં નથી. મૂકી. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીથી, સમુદાયને તે પોતાની સત્તામાં ન રાખે. ભગવાન અનેક આત્માઓને દીક્ષા આપે, પણ સ્થવિરને સોંપે. કારણ ? આ તો વીતરાગ. અંદર કંઇકેય હોય તો જરૂરી પણ ઉગ્રતા આવે ને ? સમુદાયના હિતને માટે શિક્ષાય જરૂરી નથી એમ નહિ. સ્થવિરોને સોંપવામાં સાધુઓનું હિત જળવાય, એ હેતુ છે. વિહિત કોટિની ક્રિયામાં ગણાતો પ્રશસ્ત ક્રોધ ખમવાની જેનામાં તાકાત નથી, તે ધર્મ આરાધવાને લાયક નથી. જે ક્રોધ આત્મભાન ભૂલવે, શું બોલાય ને શું નહિ એનો ખ્યાલ ન ટકવા દે, નહિ બોલવા લાયક બોલાવે, નહિ કરવા લાયક કરાવે, એ ક્રોધથી દૂર રહેવું જોઇએ. બાકી જે ક્રોધ સાબુની જેમ કર્મમળ દૂર કરવાના સાધનરૂપ છે, એને માટે આ વાત નથી. અપ્રશસ્ત ક્રોધ સુકૃતને મલિન કરનારો છે, માટે એને ચોથા દોષ તરીકે જણાવાયો. ક્રોધ રૂ૫ અગ્નિ
| ઉપકારિઓ માને છે કે-આ જગતમાં ક્રોધના ઉપશમનો ઉપાય ક્ષમા સિવાય અન્ય નથી, ક્રોધ રૂપ વન્તિને એકદમ શમાવી દેવો એ જ હિતાવહ છે. ક્ષમાયુક્ત આત્મા પ્રથમ તો ક્રોધ રૂપ અગ્નિને ઉત્પન્ન જ થવા દેતો નથી અને કદાચ તે ઉત્પન્ન થઇ જાય છે તો તેને એક ક્ષણ પણ ટકવા દેતો નથી. જો ક્રોધ ઉત્પન્ન થયો અને તરત જ તેને શમાવી દેવામાં ન આવે, તો એ ક્રોધ રૂપ અગ્નિ ક્રમશ: વધતે વધતે દાવાનલનું જ રૂપ લે છે. એ રીતિએ દાવાનલ રૂપ બની ગયેલા ક્રોધરૂપી અગ્નિનું નિવારણ લગભગ
Page 169 of 191