________________
શ્રી હનુમાને તો આ કહ્યું, પણ નશામાં ચઢેલા શ્રી રાવણ સમજે શાના ? હવે વિનાશકાળ નિકટ આવે છે. ઉન્માર્ગગામિઓને કોઇ હિત માટે સારું ને સાચું કહે, તોય એ ન સમજે, એટલું જ નહિ પણ ઉલ્યું એમને વાંકું પડે.
શ્રી હનુમાનનું કથન સાંભલી શ્રી રાવણ ઉલટા વધારે ક્રોધમાં આવ્યા. શ્રી હનુમાનના સાચા શબ્દો શ્રી રાવણથી સહાયા નહિ. શ્રી રાવણે ભુકૃટિ ચઢાવી અને એથી શ્રી રાવણની આકૃતિ ભયંકર બની. શ્રી રાવણે દાંતથી હોઠ કરડ્યા.
એ રીતિએ ક્રોધથી ધમધમી ઉઠેલા શ્રી રાવણે કહ્યું કે- “એક તો તું મારા દુશ્મનોને આશ્રયે ગયો છે અને અશત્રુ એવા મને પણ તેં શત્રુ બનાવ્યો છે, તેથી મારી ખાત્રી થાય છે કે તું મરવાની ઇચ્છાવાળો થયો છે. તને જીવન ઉપર વૈરાગ્ય કેમ આવ્યો છે ?”
શ્રી રાવણ કેવું પૂછે છે ? તને જીવિત ઉપર વૈરાગ્ય કેમ આવ્યો છે ? સાચા સ્વામિના સાચા વફાદાર સેવકો, સ્વામિની સેવા કાજે, અવસરે જીવિતવ્યની પણ પરવા કરનારા હોતા નથી. તેમાંય પરાક્રમી અને સત્યપક્ષી આત્માઓ માટે તો પૂછવું જ શું?
- ધર્મિને પણ ધર્મના ઘાત વખતે જરૂર હોય તો જીવન ઉપર વૈરાગ્ય જ થાય. ધર્મ જાય અને પોતે જીવતો રહે, એવું ધર્મી કદી ન ઇરછે.
વધુમાં શ્રી રાવણ કહે છે કે- “વિશીર્ણ અંગવાળો કોઢીયો પોતે મરવાને ઇચ્છે તો પણ, હત્યાના ભયથી કોઇ તેને હણતું નથી, તો એ જ રીતિએ તને દૂતને કોણ મારે ?” અર્થાત- હું તને હણીશ નહિ, તે છતાં પણ એટલી શિક્ષા તો જરૂર કરીશ કે- “તને હમણાં ગધેડા ઉપર બેસાડીને, પાંચ શિખાર બનાવીને, લંકાની અંદરના પ્રત્યેક માર્ગ ઉપર લોકોના ટોળાની સાથે વવામાં આવશે.” ક્રોધાદિનો ઇહલૌક્કિ વિપાક
આવા કારમાં ક્રોધાદિનો વિપાક પરલોકમાં તો કારમો છે જ પણ આલોકમાંય એ ચાર ખરાબ પરિણામ લાવ્યા વિના નથી રહેતા. “એ મહાપુરૂષ અને મહાદોષરૂપ ક્રોધાદિ આ લોકમાં પણ પોતાનો કેવા પ્રકારનો વિપાક દર્શાવે છે.” એનું પ્રતિપાદન કરતા પણ એજ શ્રુતકેવલી ભગવાન માને છે કે
“कोहो पीईपणासेइ, माणो विणयनासणो । ___ माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ।। १ ।।" ક્રોધ એ પ્રીતિનો પ્રણાશ કરે છે, માન, વિનયનો નાશક છે. કાયા મિત્રોનો નાશ કરે છે અને લોભ એ સર્વનાશક છે.
આ ચારેનો આ પ્રકારનો વિપાક કે કષાયઃ સૌ કોઇને પ્રતીત છે.
ક્રોધથી અર્ધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોત જોતામાં નાશ થઇ જાય છે. એ સૌ કોઇના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે-એને આધીન થયેલો આત્મા, અંધજ બની જાય છે અને એથી પોતે શું બોલે છે તેનું પણ તેને ભાન નથી રહેતું એ ભાનહીનતાના પ્રતાપે, પ્રીતિ તો નાશ પામી જ જાય છે પણ એથી આગળ વધીને પુનઃ પ્રીતિ થવા ન પામે એવા કારમા કામ પણ ઉભા થાય છે; આથી સ્પષ્ટ છે કે- ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે.
માન-એ, વિનયનો નાશ કરનાર છે. એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે ? માન જ માનવીને
Page 171 of 191