________________
કારણ કે-અહીં ક્રોધનો પ્રસંગ બનેલો છે અને એમાંથી જ રાજાને શોક જન્મેલો છે. ગુરુ મહારાજ કહે છે કેજે માણસો ક્રોધથી આતુર બની જાય છે, તે માણસો કાર્ય શું અને અકાર્ય શું, એ જાણતા નથી ! તેમજ યુક્ત શું અને અયુક્ત શું, હિતકારી શું અને અહિતકારી શું, સાર રૂપ શું અને અસાર રૂપ શું તથા ગુણકારી છું અને અગુણકારી શું -એમાંનું કાંઇ પણ તેઓ જાણતા નથી ! વાત પણ એવી જ છે કે-ગમે તેવો જ્ઞાની પણ જ્યારે ક્રોધને આધીન બની જાય છે, ત્યારે એ પોતાના આવેશમાં કાર્યાકાર્યના, યુક્તાયુક્તના, હિતાહિતના, સારાસારના અને ગુણાવગુણના જ્ઞાનને વિસરી જાય છે. ક્રોધના અભાવમાં ઘણો ડાહ્યો ગણાય તેવો માણસ પણ જ્યારે ક્રોધના આવેશને આધીન બની જાય છે, ત્યારે એ મૂર્ખ કરતાંય મૂર્ખ અને પાગલ કરતાંય પાગલ બની જાય છે. માનાદિકને અધિકપણે આધીન બની ગયેલાઓની પણ આવી જ દશા થાય છે, પણ ક્રોધ તો જીવને મારૂં કે મરૂં એવી હાલત પમાડી દે છે ને ? એથી જ, ક્રોધી સ્વભાવના માણસો મોટે ભાગે કોઇનાય પ્રીતિપાત્ર બની શકતા નથી અને પ્રીતિપાત્ર બન્યા હોય તોય એ પ્રીતિનો પ્રણાશ થઇ જતાં વાર લાગતી નથી. વાત વાતમાં જેનો ગુસ્સે થવાની ટેવ પડી ગઈ હોય છે, વાતા વાતમાં જેઓ છંછેડાઇ જાય છે. વાત વાતમાં જેઓ મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે અને વાત વાતમાં જેઓ ગુસ્સાને આધીન બનીને ગમે તેમ બોલી નાંખતા હોય છે, તેના ઉપર પ્રાયઃ કોઇનાય હૈયામાં સદ્ભાવ પેદા થતો નથી. તેઓને જો આંખ ને હૈયું જોવાનું હોય, તો તેઓ જોઇ શકે છે કે-દિલથી મને કોઇ ચાહતું નથી.”
પછી ગુરુ મહારાજ રાજાને કહે છે કે- ‘જ્યારે જીવ ક્રોધાતુર બને છે, ત્યારે ક્રોધાતુર બનેલો જીવ એવું કરે છે, કે જે કરવાથી એ આ લોકમાં પણ દુઃખ પામે અને પરલોકમાં પણ દુ:ખ પામે !”
ગરુ મહારાજ. સીધું રાજાને કહે છે કે- “રાજન ! તમને પણ ક્રોધથી જ અનર્થ થયો છે, જે તમને શલ્યની જેમ પીડી રહ્યો છે.” ક્રોધાતુર બનેલો રાજા આનન્દમગ્ન બન્યો
દત્તે આ કહ્યું અને વાતાવરણ આખું પલટાઇ ગયું. શંખ રાજાના આનન્દની કોઇ સીમા રહી નહિ. અચાનક અમૃતના કુડમાં નિમગ્ન થઇ જવાથી અથવા તો અણધાર્યું ચક્રવર્તિપણું મળી જવાથી સંસારના સુખના રસિયા જીવને જેવો આનંદ થાય, તેવો આનંદ શંખ રાજાને દત્તે કહેલું સાંભળવાથી થયો. ત્યાં ને ત્યાં, રાજાએ દત્તને સુવર્ણની જીભ આપવા સાથે, પોતાના અંગ ઉપરનો અલંકાર અર્પણ કર્યો.
સંસારી જીવોની હાલત કેવી હોય છે ? એમને ક્રોધમાં આવી જતાંય વાર નહિ અને રાગથી રંજિત થઇ જતાં પણ વાર નહિ. મોહ નચાવે ને આ નાચે, એવું જ મોટે ભાગે સંસારી જીવોને માટે બને છે ને ? કર્મના ઉદય યોગે અનુકૂળ-પ્રતિકૂળનો સંયોગ ઉભો થયા કરે અને સંસારી જીવને અનુકૂળતા મળતાં રાગમાં રગદોળાઇ જતાં વાર નહિ અને પ્રતિકૂળતા મળતાં દ્વેષને વશ થઇને ધમધમી ઉઠતાં પણ વાર નહિ ! કોઇ સમજ જીવને આવા સંસારને પરવશ પડ્યા રહેવું પડે એ ગમે ખરું? એને ગમે તો મોક્ષ જ ને ? સમજુ જીવને કર્મના સંયોગને કારણે સંસારમાં પડ્યા રહેવું પડે, તોય એના મનમાં “સંસારથી ક્યારે હું છૂટું ?' એમ થયા કરે ને ? તમને પણ આવી વાત જ્યારે જ્યારે જોવા, જાણવા કે સાંભળવામાં આવે, ત્યારે ત્યારે “સંસાર કેવો ભૂંડો છે ?' એમ થાય ને ? અને, એવો વિચાર આવે એટલે “વહેલામાં વહેલી તકે આપણે મોક્ષે પહોચી જઇએ તો સારું !' એમ પણ થાય ને ? કર્યો તમે આવો વિચાર ? ક્રોધાધીન બનેલા રાવણે મચાવેલો ઉત્પાત
Page 174 of 191