________________
જ ભયંકર છે. “મધુપિંગ” નો જીવ જે મહાકાલ અસુર થયો, તેણે ક્રોધને આધીન થઇ કેવું ભયંકર કામ કર્યું ! સગર રાજા એનો દુશ્મન હતો, પણ બીજા તો નહોતા ને ? તે છતાં પણ કષાયાધીન થયેલા અસુરે પર્વતની સાથે મળી, જગતમાં ઠેરઠેર હિંસા પ્રવર્તાવી, રાજાઓને અને પ્રજાઓને પાપમાર્ગે યોજી અને એથી પોતાને કૃતાર્થ માની, સુલસા સહિત રાજા “સગર’ ને યજ્ઞમાં હોમી એ અસુર પોતાના સ્થાને ચાલ્યો ગયો. એ શંકા વિનાની વાત છે કે-કષાયાધીન આત્મા પોતાનું ભાન જ ભૂલી જાય છે : જેના હૃધ્યમાં ખોટી વાસનાઓ આવે એ શું ન કરે ? આપણે જોયું કે-પોતાના જ્ઞાનથી એક નહિ જેવા નિમિત્તને જાણી ‘અસુર' બનેલો “મધુપિંગ’ કોપાયમાન થયો. સાચી વાત છે કે-ગુરૂકર્મિ આત્માઓને માટે જ્ઞાન પણ અનર્થ કરનારૂં નીવડે છે : અન્યથા જે જ્ઞાનના યોગે પૂર્વભવોના સ્મરણથી હૃદયમાં સંસારની અસારતા ભરેલી સ્વાર્થમયતાનું ભાન થાય અને તેથી એ હૃદય વૈરાગ્યસાગરમાં ઝીલવું જોઇએ. તેને બદલે “અસુર’ થયેલા મધુપિંગનું હૃદય કષાયાગ્નિથી ધમધમી કેમ ઉઠે ? ખરેખર, આવા જ્ઞાનના યોગે વિચારશીલ હૃદયમાં તો એવી જ ભાવના ઉઠે કે- “ભલું થજો એ સગર રાજાનું, કે જેણે મને સંસારની મોહિનીમાં પડતો બચાવ્યો, કે જેના પરિણામે હું બાલ-તપ કરી શક્યો અને તેના પરિણામે આ દેવગતિને પામ્યો ! તે “સગર' રાજા પ્રત્યે તો હવે મારી એ જ છે કે-એ ઉપકારના બદલામાં મારે તેને સંસારની અસારતાનું ભાન કરાવી, સન્માર્ગે યોજવો અને એના દ્વારા જગને સદ્ધર્મથી સુવાસિત કરવું.'
પણ ખરેખર, વિષય અને કષાયને આધીન થયેલા પામર આત્માઓમાં એ જાતિની ઉત્તમ ભાવના. જાગ્રત જ નથી થતી. “એવા આત્માઓ તો પોતાના કષાયાગ્નિમાં અનેક આત્માઓનું બલિદાન આપે ત્યારે જ રાજી થાય છે.' -આ વાતની સિદ્ધિ માટે આ “મધુપિંગ’ સારામાં સારૂં દ્રષ્ટાંત પુરૂં પાડે છે. કષાયવશ બનેલા તે પાપાત્માએ કેવો અને કેટલો અનર્થ કર્યો, તે તો આપણે સારામાં સારી રીતિએ જોઇ આવ્યા. એ પાપાત્માએ પોતાની ઇચ્છા પૂરી પાડવા માટે “પર્વત’ જેવો માનાંધ મહાત્મા પણ મળી આવ્યો ! માનાંધા બનેલા પર્વત પણ ન જોઇ પોતાની જાત કે ન જોઇ પોતાની કુલવટ ! “ક્ષીરકદંબક’ જેવા પરમ ધર્માત્મા પાઠકનો દીકરો થઇને, મારાથી આવા ક્રૂરકર્મનો ઉપદેશ કેમ અપાય, એવો પણ વિચાર અભિમાનથી અંધ બનેલા તે પર્વતને ન આવ્યો ! જે પિતાએ પરીક્ષા માટે પણ સાચા કુકડા નહિ આપતાં પિષ્ટના કુકડા આપ્યા, તે પિતાનો દીકરો પશુઓથી માંડીને મનુષ્યો અને તેમાં પણ છેક માતા-પિતા આદિ સર્વના સંહારનો. ઉપદેશ આપવાનું કાર્ય કરવા તૈયાર થઇ જાય, એ માનની જેવી તેવી લીલા છે ? માનને આધીન બનેલા. પર્વતે કુલાંગાર દીકરા કેવા હોય છે તેનું સારામાં સારૂં દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે. જ્યાં દયામૂર્તિ ઉપાધ્યાય “શ્રી ક્ષીરકદંબક’ અને ક્યાં ભયંકર ક્રૂર આત્મા પર્વત ! માત્ર પિષ્ટના કુકડાને હણવાથી પણ પિતાજીએ કારમો તિરસ્કાર કર્યો હતો, તેનું પણ સ્મરણ પર્વતને ન થયું ! મદમાં ચઢેલા આત્માને હિતકારી શિક્ષાઓનું સ્મરણ થાય પણ શી રીતે ! કારણ કે-મદ એ વસ્તુ જ એવી છે કે દેખતા આત્માઓને પણઅંધ બનાવે અને એ જ ન્યાયે “પર્વત” અંધ બન્યો અને જગત્ ઉપર કારમો કેર વર્તાવ્યો.
એકજ ગુરૂ પાસે ભણેલા બન્નેમાંથી એક જ્યારે જગત ઉપર હિંસાનું સામ્રાજ્ય ફ્લાવી કારમો કેર વર્તાવવા માંડ્યો, ત્યારે બીજાએ એટલે કે-શ્રી નારદજીએ તે હિસાનો સંહાર કરવાના પ્રયત્નને આરંભીને સુજાત શિષ્યપણાની છાપ મેળવી. પુત્રથી કે શિષ્યથી, પિતાથી કે ગુરૂથી અધિક ગુણવાન ન થઇ શકાય, તો સમાનગુણી થવાની અથવા તો પિતાની કે ગુરૂની હિતકર શિક્ષાને અનુસરીને ચાલવાની તો કાળજી રાખવી. જ જોઇએ અને એમ કરનારા પુત્રો અને શિષ્યા પોતાને સુજાતની કોટિમાં મૂકી શકે છે. પર્વતના શાસ્ત્રવિરૂદ્ધ ભાષણનો સામનો કરીને શ્રી નારદજીએ પોતાની ગુરૂભક્ત તરીકેની જ પૂરેપૂરી બજાવી લીધી અને ગુરૂ
Page 167 of 191