________________
ને ? ઉદયને પામેલા કષાયને શમાવવાની વાત તો પછીની છે; પણ, કષાય જોર કરી જાય નહિ અને કષાય ભાન ભૂલાવી દે નહિ, એ માટે તો જીવે સદા સાવધ રહેવું જોઇએ. જ્યાં સુધી કષાય સત્તામાં છે, ત્યાં સુધી કષાયનો ઉદય તો ચાલુ રહેવાનો જ છે. માત્ર ઉપશમ-શ્રેણિ દરમ્યાનમાં એવો અવસર આવી જાય કે-કષાયનાં દળિયાં, સત્તામાં હોવા છતાં પણ, ઉદયમાં ન હોય. આવો ઉદયાભાવ અન્તર્મુહર્ત પર્યન્ત જ ટકી શકે છે અને તે પછી નિયમા કષાયનાં દળિયાનો ઉદય થઇ જાય છે; અને એથી જ, ઉપશમ શ્રેણિવાળો. જીવ અગિયારમાં ગુણસ્થાનકેથી આગળ વધી શકતો નથી, પરન્તુ પાછો પટકાઇ જાય છે.
સક્ષપક શ્રેણિવાળાને શું બને છે ?
દસમાં ગુણસ્થાનકને અન્ત, એ જીવને કષાયના દળિયાં સત્તામાં પણ નથી રહેતાં. એથી, એ જીવા દશમાને અન્ત સત્તા અને ઉદય એ બન્નેય પ્રકારોએ કષાયથી સર્વથા મુક્ત બનતાં, સીધો જ બારમાં ગુણસ્થાનકે પહોંચી જાય છે.
એટલે, સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-જ્યાં સુધી કષાય સત્તામાં હોય, ત્યાં સુધી કષાય ઉદયમાં પણ હોય. આમ, કષાયનો ઉદય ચાલુ રહ્યા કરે અને જીવે કષાયના ઉદયને આધીન બન્યા વિના મુક્તિમાર્ગની આરાધના ચાલુ રાખ્યા કરવી પડે. આવી રીતિએ આરાધના કરવાની છે, માટે કષાય જોર કરી જાય નહિ અને ગમે તેવા નાના કે મોટા અવસરે પણ કષાયને આધીન બની જવાય નહિ, એની જીવે પૂરેપૂરી તકેદારી રાખવાની છે. ખ્યાલ રાખવો જોઇએ કે-જીવ જરાક ચૂકે, એટલે કષાય તો ગળચી પકડીને પટકી દેવાને માટે તૈયાર જ બેઠેલો છે. ક્યાય ભૂંડા લાગ્યા વિના સખ્યત્વ પ્રગટે નહિ
કષાય કરવા જેવા લાગે ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ બને નહિ. પણ, કષાય કરવા જેવા નથી જ, એમ લાગવું એ સહેલું નથી. કર્મસ્થિતિની ઘણી લઘુતા થઇ હોય, તો જ જીવને કષાય કરવા જેવા નથી જ એમ લાગે. એ કારણે, જીવને આવી સ્થિતિ પ્રાપ્ત થાય, એ પણ અશુભ કર્મના ક્ષયરૂપ ગણાય. સમ્યકત્વને પામવાને માટે ક્રોધ, માન, માયા અને લોભ-એ ચારેય કષાય એટલા તો જવા જ જોઇએ કે જેથી જીવને એ સારા લાગે નહિ. તમારે સમ્યક્ત્વ જોઇએ છે ને ? જેમને સમ્યક્ત્વ જોઇએ છે તેઓ વિચારે કે-કષાય આપણને કેવા લાગે છે ? કષાય થાય તે ભૂંડા લાગે છે ? પાંચ લાખ પાસે છે, છતાં પણ દશ લાખની ઇચ્છા થાય તો એથી હૈયે ઘા પડે ને ? એમ થાય ને કે-આ લોભ ભૂંડો ?
સ) એ ગમે નહિ ?
એની ઇચ્છા થાય એ કષાયનો ઉદય, પણ એવી ઇચ્છા થાય એ જ્યાં સુધી ગમે ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ. એ ઇચ્છા થાય તો એ ભૂંડી જ લાગવી જોઇએ. આવું બધા કષાય માટે સમજવાનું. લોભની વાત એટલા માટે આગલ કરી કે-તમને ઝટ સમજાય; બાકી તો ચારેય કષાયથી જે જે ઇચ્છા જન્મ, તે ભૂંડી લાગવી જોઇએ. અધિક ધનની ઇચ્છા થાય અને એ ઇચ્છા પાપ રૂપ લાગે અને એથી દુ:ખ થાય, એવા કેટલા ? તેવા પ્રકારનો કર્મનો યોગ હોય એટલે ઇરછા તો થાય, પણ એ ભૂંડી લાગવી જોઇએ. આત્મામાં કષાય બેઠેલા છે, પણ એ કપાય આત્માનું ભલું કરનારા નથી પણ આત્માનું ભૂંડું જ કરનારા છે એમ લાગે, એટલા પ્રમાણમાં કષાય જવા જોઇએ. એટલા પ્રમાણમાં કષાય જાય, તો જ સમ્યકત્વ પ્રગટી શકે. નહિતર, કષાયનું જોર એવા પ્રકારનું પણ હોય છે કે-આત્માને એમ લાગવા દે નહિ કે-કષાય એ આત્માનું ભલું કરનાર નથી, પણ ભૂંડું જ કરનાર છે ! માટે સમ્યત્વ મેળવવું એ સહેલું નથી.
Page 165 of 191