________________
કષાયો કહેવાય છે.
અથવા "कलुषयन्ति-शुद्धस्यभावं सन्त कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषाया.'
અર્થાત - શુદ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કર્મથી મલિન કરે છે તે કષાયો કહેવાય છે. ક્યાયો એ મહાભયરૂપ છે
એજ કારણે શ્રુતકેવલી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા, “નોઇંદ્રિયપ્રસિધિ” નું વર્ણન કરતાં ક્રોધાદિ કષાયને મહાભય તરીકે ઓળખાવે છે. “નોઇંદ્રિયપ્રસિધિ' નું વર્ણન કરતાં એ પરમોપકારી પરમર્ષિ પ્રરૂપે છે કે
"कोहं माणं मायं, लोहं च महत्भयाणि चतारि ।
जो रुंभइ सुद्धप्पा, एसो नोइंदिअप्पणिही ।।१।।" અર્થાત - “ક્રોધ, માન, માયા અને લોભ' આ ચાર મહાભયો છે : આ ચાર મહાભયરૂપ કષાયોને જે શુદ્ધ આત્મા, ઉદયનિરોધ આદિએ કરીને રોકે છે એનું નામ “નોઇંદ્રિયપ્રસિધિ” કહેવાય છે. ક્યાયથી બચવાનો ઉપદેશ
આજ કારણે અનંત ઉપકારી મહાપુરૂષો, એક સહજ પણ કષાયથી બચવાનો ઉપદેશ બહુજ જોરદાર શબ્દોમાં ક્રમાવે છે. કષાયરૂપ શત્રુથી બચવા માટે અનંત ઉપકારીઓ ક્રમાવે છે કે
“अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च ।
ન હુ મે વિરસસિયd, થોd વિ હિ તં વદ રોડ IIકા” અર્થાત્ - સદણ થોડું છે, વ્રણ થોડો છે, અગ્નિ થોડો છે અને કષાય થોડો છે એમ માનીને એનો તમારે બોલકુલ વિશ્વાસ કરવો જોઇએ નહિ; કારણ કે થોડું પણ તે ત્રણ આદિ ખુબજ થાય છે. એજ કારણે અનંત ઉપકારીઓ એમ પણ માને છે કે
"दासत्तं देइ अणं, अचिरामरण वणो विसप्पंतो ।
સવરસ હાઈમની, તિ વસાયા મવમvid II” અર્થાત્ - સદણ દાસપણું આપે છે, વૃદ્ધિ પામતો વ્રણ અલ્પ સમયમાં મરણ આપે છે, અગ્નિ સર્વનો દાહ કરે છે અને કષાય અનંત સંસાર આપે છે.
આજ કારણે કલ્યાણકાંક્ષી આત્માઓએ, કષાયોથી ખુબજ સાવધ રહેવું જોઇએ. કષાયો એક ક્ષણમાં આત્માનો અધ:પાત કરી નાખે છે માટે એનો સહજ પણ વિશ્વાસ રાખવો જોઇએ નહિ. જેઓ કષાયનો વિશ્વાસ રાખે છે તેઓ પાયમાલ થયા વિના રહેતા નથી.
આ રીતિએ હવે સમજાશે કે મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ અને કષાય આ ચારે ભયંકરમાં ભયંકર શત્રુઓ છે. આ ચારેનું સ્વરૂપ આદિ આપણે જોયું. એજ રીતિએ અજ્ઞાન પણ ભયંકર છે એનું સ્વરૂપ આદિ વળી હવે પછીક્યાય સત્તામાં હોય ત્યાં સુધી ઉદયમાં હોય.
આ ઉપરથી, જીવે, કષાયના આક્રમણથી કેટલા બધા સાવધ બન્યા રહેવા જેવું છે, એ સમજાય છે
Page 164 of 191