________________
નહિ. જે મનમાં શંકા રાખે તે સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) એકેન્દ્રિય વગેરે જીવો જે અનાભોગ એટલે અજ્ઞાનરૂપે તત્વા-તત્વની વિચારણામાં કુશળ-સમર્થ ન હોવાથી હંમેશા મિથ્યાદર્શી હોય છે. અથવા શુદ્ધ જ પ્રરૂપણા કરીશ આ પ્રમાણે વિચારી અનુપયોગથી અશુદ્ધ પ્રરૂપણા થાય તો અનાભોગિક મિથ્યાત્વ લાગે કેમકે મિથ્યાત્વનું નિમિત્ત બનતું હોવાથી.
આ પ્રમાણે અભિગ્રાહિક વગેરે મિથ્યાત્વના ઉપર કહ્યા મુજબ પાંચ ભેદો છે, જે પાંચ પણું છે તે તો સ્થૂલપણે છે બાકી વાસ્તવિકપણે વિપરીતતા એ જ મિથ્યાદર્શન છે, કહ્યું છે કે ‘આ પ્રમાણે પાંચ પ્રકારનું મિથ્યાત્વ સ્થૂલ । ભાવે છે. પરમાર્થથી તો વિપર્યાસ એજ મિથ્યાત્વ છે. તે આ પ્રમાણે મારા પૂર્વ પુરુષો એ આ જિનેશ્વરની પૂજા કરાવેલ નથી તો પછી મારે શા માટે અહીં પૂજા સત્કાર વગેરેનો આદર કરવો, અથવા મેં કે મારા પૂર્વ પુરુષોએ આ જિનબિંબ કરાવેલ છે. આથી અહીં પૂજા વગેરે કરીશ, પારકાઓએ કરાવેલ જિનાલય કે જિનબિંબનો અતિઆદર કરવાથી શું ?' આ પ્રમાણે હોય તો તેમની સર્વજ્ઞ પ્રત્યયી પ્રવૃત્તિ નથી, નહીં તો બધાએ બિંબોમાં અરિહંત વસે છે. તે અરિહંત પ્રત્યક્ષથી પત્થર, લેપ્ય, પિત્તલ વગેરેમાં સ્થાપન કરાય છે ખાલી પત્થર વગેરેને વંદન વગેરે કરવાથી કર્મક્ષય નથી, પરંતુ તીર્થંકરના ગુણોના પક્ષપાતપણાથી કર્મક્ષય છે. નહીં તો શંકર વગેરેના બિંબોમાં પણ પથ્થર વગેરેની વિધમાનતા હોવાથી તેમને વંદન કરવાથી કર્મક્ષય થશે. ઇષ્યાથી બીજાએ કરાવેલ ચૈત્યાલયમાં વિઘ્ન કરવાથી મહામિથ્યાત્વ લાગે છે તેને ગ્રંથી ભેદ પણ સંભવતો નથી.
જેઓ પાસસ્થા વગેરેની કુદેશનાથી વ્યામોહ પામી સુવિહિતો (સાધુઓ) ને બાધા કરનારા થાય છે. તે પણ તેવાજ પ્રકારના છે એટલે મહામિથ્યાત્વી છે જેઓ જાતિ, જ્ઞાતિ વગેરે પક્ષપાતપણાથી સાધુ વગેરેને દાન આપવા વગેરેમાં પ્રવર્તે છે, પણ ગુણ અવગુણની ચિંતાવડે-વિચારણા વડે પ્રવર્તતા નથી. તેઓ પણ વિપર્યાસપણાના ભાજન-પાત્ર થાય છે. જેથી ગુણો જ પૂજવા યોગ્ય છે. તેને જ (ગુણોને જ) દાન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત કરવા જોઇએ, જ્ઞાતિ, જાતિ વગેરેથી શુ છે ? કારણ કે સ્વજાતિમાં અને જ્ઞાતિમાં પણ અધર્મીઓ હોય છે તેમને દાન કરવાથી તેમનું દાન મહાળરૂપે શી રીતે થાય ? જો તેમનામાં ગુણો હોય ત્યારે તે ગુણો જ પ્રવૃત્તિના નિમિત્તરૂપે કરી દાન વગેરેની પ્રવૃત્તિ કરવી, જ્ઞાતિ સ્વજનપણા વગેરેના ભાવથી કંઇ નથી. એમનામાં પણ વિપર્યાસરૂપ મિથ્યાત્વ હોય, અને ઘણું ભણેલો હોય તો પણ તે અજ્ઞાની છે, કેમકે વિપરીત બુદ્ધિવાળાનું જ્ઞાન કાર્ય સાધક થતું નથી. તેથી તે અજ્ઞાન છે. અહો ! અરે ! તે પદોમાં-મિથ્યાત્વમાં ઘણી મોટી અને દુષ્કર તપ-ચારિત્રની ક્રિયાઓ પણ મોક્ષ સાધક થતી નથી કારણકે જીવરક્ષા- મૃષાવાદ વર્જન વગેરે કરતો હોવા છતાં પણ અવિરત છે તે પાંચમા દેશવિરતિ ગુણઠાણે કે છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણે નથી, પરંતુ પહેલા ગુણઠાણે છે. તેમને અનંતાનુબંધી વગેરે સોળેકષાયો બંધાય છે અને ઉદય પામે છે અને તનિમિતક અશુભ લાંબી સ્થિતિ, તીવ્ર રસબંધવાળી અશુભ પ્રકૃતિઓ બંધાય છે. તે પ્રકૃતિના ઉદયથી નરક, તિર્યંચ, ખરાબ મનુષ્ય ગતિ, ખરાબ દેવ ગતિ, રૂપ સંસાર થાય છે, તેની પાછળ કારણરૂપ (કાર્યરૂપ) દુઃખો સર્જાય છે. આ પ્રમાણે જાણી ને ભો ! ભો ! મહાનુભાવો ! સમ્યજ્ઞાન ચારિત્રમાં પ્રયત્ન કરવા યોગ્ય છે અને તેના પ્રત્યે બહુમાન કરવું જોઇએ. એ પ્રમાણે પાંચ પ્રકારે મિથ્યાત્વને કાંઇક વિચાર્યું.
(૪૧) ક્રોધ (૪૨) માન (૪૩) માયા (૪૪) લોભ ડષાય પરિહરૂ
Page 162 of 191