________________
વગેરેમાં પણ ગુરુપણાની બુદ્ધિથી વંદન વગેરે કરવું. અથવા લોકોત્તર દેવ વિષયક ગુરુ વિષયક મિથ્યાત્વ, ચૈત્યવંદન કુલકની આ ગાથાઓ દ્વારા જાણવું.
“આ પ્રમાણે લૌકિક દેવગત અને ગુરુગત મિથ્યાત્વનો ત્યાગ કરી લોકોત્તરમાં પરતિર્થીઓએ-અન્ય ધર્મીઓએ રાખેલ જિનબિંબનો પણ ત્યાગ કરે. (૧) જ્યાં જિનમંદિરમાં રાત્રીના વખતે શ્રાવિકાઓનો પ્રવેશ હોય સાધુઓનો વાસ એટલે ત્યાં જ રહેતા હોય, તથા નંદિ, બલિ અર્પણ,
સ્નાન, દંત, પ્રતિષ્ઠા થતા હોય. (૨) તંબોલ વગેરેનો આસ્વાદ આશાતનાઓ, જળક્રિડા, દેવનો હિંચકો, વગેરે લૌકીક દેવ મંદિરની જેમ જ્યાં અસમંજસ ચાલતું હોય (૩) ત્યાં આગળ જિનમંદિરમાં સાદર સમ્યકત્વ રક્ષણ પરાયણ ઉત્સુક વર્જક સમ્યગદ્રષ્ટિ શ્રાવકોને જવું કહ્યું નહિ. (૪) જે લોકોત્તર લિંગવાળા, લોકોત્તરલિંગ યુક્ત શરીરવાળા હોવા છતાં ક્લ, તંબોલ, મુખવાસ, સર્વ આધાકર્મ પાણી, સચિતળને વાપરે, સ્ત્રીની આસક્તિ તથા વ્યવહાર, ગંધનો સંગ્રહ કરે, વિભૂષા એટલે શણગાર કરે એકલો , સ્વછંદ બોલે તથા બેસે, ચેત્ય મઠોમાં રહે છે. વસ્તિમાં પણ હંમેશા મુકામ કરે, ગીતો ગવડાવે પોતાના ચરણોની સોનાનાં ફ્લોવડે પૂજા કરાવે. (૫-૬-૭) ત્રિવિધ ત્રિવિધે જેમણે આ મિથ્યાત્વનો દૂરથી ત્યાગ કર્યો છે. તે જ નિશ્ચયથી શ્રાવક છે. બાકી તો ખાલી નામ બોલવા માત્રથી છે. (૮) આ ચારે પ્રકારનાં મિથ્યાત્વનો જે ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરે છે તે નિષ્કલંક શ્રી સમ્યગદર્શન રૂપી રત્નવડે અલંકૃત થાય છે. તેમાં વિવિધ એટલે મન, વચન, કાયા વડે કરવું, કરાવવું અને અનુમોદવાનો ત્યાગ કરે તેની ભાવના આ પ્રમાણે છે. આગળ કહેલ મિથ્યાત્વને મન વડે હું કરું' એમ વિચારે નહીં. હું જાતે જ પેલા પાસે કરાવું એમ પણ વિચારે નહી. બીજાએ કર્યું તે સારુ કર્યું એમ પણ વિચારે નહીં (૧) એ પ્રમાણે વચન વડે હું કરું છું એમ ન બોલે.
ને બીજા પાસે કરાવે નહી તથા બીજાએ કરેલ હોય તેની પ્રશંસા ન કરે તથા જાતે મુખ વડે પોતે કરે નહીં હાથની સંજ્ઞા-ઇશારો ભકુટી, ખોંખારાવડે બીજા પાસે કરાવે નહી, બીજાએ કરેલની પ્રશંસા ન કરે અથવા બીજાએ કરી હોય તો સા કર્યું એમ ન કહે. એ પ્રમાણે ચાર પ્રકારે સંક્ષેપમાં મિથ્યાત્વની વિચારણા કરી.
(૨-૩) હવે તેની પાંચ પ્રકારે કંઇક વિચારણા કરે છે. તે આ પ્રમાણે.
(૧) અભિગ્રાહિક (૨) અનભિગ્રાહિક (3) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાભોગિક એમ પાંચ પ્રકારે છે. (૧) કુધર્મ સ્વીકારેલાઓની જે “અમારો મત-ધર્મજ સાચો છે બીજાના નહીં' આવી. પક્કડવાળા અતિદીર્ધ સંસારીઓને અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. (૨) કુધર્મને સ્વીકારેલ ન હોય, એવા. મનુષ્ય તિર્યંચો જેઓ સમ્યગ દર્શન પામ્યા નથી તેઓની જે બધાય દેવગુરુઓ નમસ્કાર કરવા યોગ્ય છે. બધાયે ધર્મ કરવા લાયક છે, એવી જે પક્કડવગરની માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) શ્રી જિનશાસન પામેલા કોઇકને યથાસ્થિત વસ્તુ તત્વ જણાવવા છતાં પણ મત્સર એટલે ઇર્ષ્યા વગેરેના કારણે તે વસ્તુતત્ત્વની બીજી રીતે વ્યાખ્યા કરે તેને જાણવું. અથવા અનુપયોગથી ઉત્સુત્ર પ્રરૂપણા થઇ હોય પછી વાસ્તવિક હકીકત જાણવા છતાં પણ તેને કહે નહિ પણ તેનું સમર્થન કરે તેને જાણવું અથવા ભાવાર્થ જાણતો હોય છતાં ઉત્સુત્ર પ્રરૂપણા કરે અટકાવવા છતાં અટકે નહિ. તેને આભિનિવેશકિ મિથ્યાત્વ જાણવું. (૪) સત્ર અર્થ કે તદુભયમાં કંઇક શંકા પૂર્વક પ્રરૂપણા કરે પણ બીજાને પૂછે નહિ. કારણ કે આટલી મોટી સભામાં હું બીજાને કેવીરીતે પૂછું. કેમકે હું પૂછું તો આ બધા જાણી જશે કે આ વસ્તુ તત્વને જાણતા નથી, અથવા જે મારા ભક્તો છે તેઓ જાણશે કે “આનાથી આ વધારે વિદ્વાન છે,' માટે આની પાસે પૂછો અથવા આનાથી આ વધારે ઉત્તમ છે. એમ માની મારા ભક્તો મને છોડી એનું પૂજન કરશે, આથી બીજાને પૂછે
Page 161 of 191