________________
કષાયોના કાલુષ્યને તજાવ ઉમાલ બનો
- આ જ કારણે ઉપકારિઓ માને છે કે-સંલેશ એટલે કષાયોનું કાળુષ્ય, એ દુ:ખ રૂપ છે અને ભવિષ્યને માટે પણ એ દુ:ખરૂપ ક્લને આપનારું છે. કષાયોનું કાળુષ્ય આત્માને દુર્ગતિગામી બનાવે છે. સંકિલષ્ટ પરિણામી આત્મા એવી જ દશામાં જીવતો હોય છે, કે જે દશામાં તપ આદિ પણ રક્ષણ કરી શકે નહિ. સંકિલષ્ટ પરિણામી આત્માઓ તપ આદિને આચરતી વેળાએ પણ અસમાધિના કારણે તેના સાચા. આસ્વાદને પામી શકતા નથી અને પછી પણ તેઓનું તે તપ આદિ દ્વારા દુર્ગતિથી રક્ષણ થઇ શકતું નથી. આથી તપ આદિ ધર્માનુષ્ઠાનોના આસ્વાદને પામવા માટે અને તેને સારી રીતિએ રક્ષણ કરનારાં આદિ બનાવવા માટે, સંકલિષ્ટ પરિણામોથી સદાને માટે દૂર જ રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાક્ષીમાં આપેલી બે ગાથાઓ પૈકી પહેલી ગાથા દ્વારા એ માવ્યું કે- “સંકિલષ્ટ પરિણામી આત્માઓ પ્રાપ્ત એવા પણ ધર્મને હારી જાય છે અને આ બીજી ગાથા દ્વારા એ માવ્યું કે- “સંકિલષ્ટ પરિણામી આત્માઓનું તેમના તપ, શ્રુતજ્ઞાન, વિનય કે જિનપૂજાથી રક્ષણ થઇ શકતું નથી.' આ વસ્તુને જાણ્યા પછી તો દરેકે દરેક કલ્યાણકામી આત્માએ કષાયોના કાલુષ્યનો ત્યાગ કરવાને માટે ખૂબ ખૂબ ઉમાલ બની જવું જોઇએ. ક્યાયોથી રહિત થવાનો માર્ગ
કષાયરહિત દશાને પામવાને માટે પણ એ જ ઉપાય અજમાવવાની જ્ઞાનિઓએ આજ્ઞા માવી છે. ઇન્દ્રિયોને સ્વાધીન કરી અને જ્ઞાનિઓએ ક્રમાવેલી પ્રવૃત્તિમાં પ્રવર્તાવવા માંડી એટલે કષાયો પણ મન્દા પડ્યા વિના રહે જ નહિ. કષાયોને કાઢવાને માટે પહેલાં કષાયોની આધીનતાથી મૂકાવું જોઇએ, અને કષાયોની આધીનતાથો મૂકાઇને કષાયોનો એવી રીતિએ ઉપયોગ કરવા માંડવો જોઇએ, કે જેથી કષાયોથી સર્વથા રહિત થવાય. ક્યાયસંસીનતા
સંલીનતા' નામના બાહ્ય તપના અંતિમ પ્રકારના ભેદના ચાર ભેદો પૈકીનો પ્રથમ ભેદ જેમ ‘ઇંદ્રિયસલીનતા' છે, તેમ બીજો પ્રકાર “કષાયસલીનતા છે. આ બીજા પ્રકારનું સ્વરૂપ વર્ણવતાં અનંત ઉપકારી પરમર્ષિઓ માને છે કે-આ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં કષાયસલીનતા એ કહેવાય છે કે-કષાયોના ઉદયનો નિરોધ કરવો અથવા ઉદયને પ્રાપ્ત થયેલા કષાયોને નિળ કરવા. ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોની વિષમતા સમજનાર સમજી શકે તેમ છે કે-એના ઉદયથી કેવું પરિણામ આવે છે ? શ્રી વીતરાગદેવનું શાસન તો માવે છે કે-કષાયો જ આ દુઃખમય સંસારનું મૂળ છે. કષાયોની આ પ્રકારની વિષમતાને સમજનારા પુણ્યાત્માઓ પ્રથમ તો કષાયોને ઉદયમાં આવતા જ અટકાવવાનો પ્રયત્નો કર્યા કરે છે અને તેમ છતાં પણ કદાચ કષાયો ઉદયમાં આવી જાય તો તેને નિફ્ટ બનાવવાને માટે બનતું કરવામાં પાછી પાની કરતા નથી. કષાયોને ઉદયમાં આવતા અટકાવવાનો પ્રયત્ન એ જેમ કષાયોની સંલીનતા છે, તેમ એવો પ્રયત્ન ચાલુ છતાં કદાચ એ કારમાં કષાયોનો ઉદય થઇ જાય, તો પણ એનો અમલ ન થવા દેવો, એ પણ એક પ્રકારની “કષાયસલીનતા” જ કહેવાય છે. ક્યાય પરિણતિનું પરિણામ
ખરેખર, કષાય એ જ બહુ ભયંકર વસ્તુ છે. ક્રોધ, માન, માયા કે લોભ ગમે તે હોય, પણ એ બહુ
Page 166 of 191