Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 163
________________ ક્યાય એ સંસારનું મૂલ છે. આથી સમજાશે કે- આખાએ સંસારનું મૂળ કોઇ હોય તો કષાય છે. આ કષાયોના પ્રતાપેજ આત્મા સંસારમાં રૂલે છે. કષાયની આધીનતાથી આત્માની દશા ઘણીજ વિકટ બને છે. ‘ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાય કહેવાય છે એ સૌ કોઇને પ્રતીત છે. એ ચારે કષાયો ભવપરંપરાનું મૂળ છે.’ આ વાત ઉપકારીઓ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. શ્રુતકેવલી ભગવાન્ શ્રી શય્યભવસૂરિજી મહારાજા, સાફ સાફ માવે છે “ોહો ૪ માળો 1 ખિમ્મદીક્ષા, माया अ लोभो अ पवट्टमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणत्भवस्स || १ ||” અર્થાત્ - નહિ નિગૃહીત કરેલ એટલે ઉચ્છંખલ બનેલ ક્રોધ અને માન તથા વૃદ્ધિને પામતા માયા અને લોભ. આ સંપૂર્ણ અથવા ક્લિષ્ટ એવા ચારે કષાયો અશુભભાવરૂપ પાણી દ્વારા પુનર્જન્મરૂપી તરૂનાં તેવા પ્રકારનાં કર્મરૂપ મૂલોને સિંચે છે. આથી આપણે કષાયોનેજ ભવપરંપરાના મૂળ તરીકે ઓળખી શકીએ છીએ. પુનર્જન્મની પરંપરાને તોડી નાંખવા ઇચ્છનારા આત્માઓએ ક્રોધ અને માનને ઉશ્રૃંખલ બનતાં અને માષા તથા લોભને વૃદ્ધિ પામતાં અટકાવવા જોઇએ. જો તેમ કરવામા ન આવે તો એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવ્યા વિના નથી રહેતા. ક્યાયનું સ્વરૂપ કષાયનું વર્ણન કરતાં પ્રથમ, કષાયનું સ્વરૂપ નિરૂક્તિ આદિ દ્વારા જણાવતાં ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે “कम्मं कसं भवो वा, कसमाओसिं जओ कसाया ता | સમાયયંતિ વ નો, મયંતિ સં સાય ત્તિ || 9 || आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया | નીવ પરિણામરુન્ના X X X X X X || ૨ ||” અર્થાત્ - જેના યોગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ કષ કહેવાય છે અને કષ એટલે કર્મ અથવા સંસાર, તેનો લાભ એના યોગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે : જે કારણથી ક્રોધાદિ કષાયો, કર્મને અથવા ભવને પમાડે છે તે કારણથી પણ તે કષાયો કહેવાય છે : અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયો જીવના પરિણામરૂપ છે. અથવા “ कृपन्ति-विलिखन्ति कर्मरुपं क्षेत्रं सुखदुःखशस्योत्पाद नायेति कषायाः” અર્થાત્ સુખ અને દુઃખરૂપ અનાજને ઉત્પન્ન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું વિલિખન કરે છે તે Page 163 of 191

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191