Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 158
________________ કરવાના હોય છે. માટે પુરુષપણું નહિ પણ બીજા ભવમાં સ્ત્રી થાઉં' ત્યાર બાદ તે બોધિ દુર્લભ થાય. (૪) કોઇક સાધુ સ્ત્રીઓને અસમર્થ, બધાથી પરાભવ પામનારી સર્વકાળ પરિહીણ-હંમેશા નિર્બળ હોય છે. આથી બીજા જન્મમાં ઉગ્રપુણ્ય વડે ઉગ્રકુળ વગેરેમાં પુત્રરૂપે (પુરુષ) થાઉં ? ત્યાર બાદ બોધિ દુર્લભ થાય છે (૫) કોઇક સાધુ આ મનુષ્યના કામ ભોગો સ્થંડિલ, વિષ્ટા વગેરે ગંદકીથી કંટાળી દેવોનાં ભોગો સારા માટે હું દેવ થાઉં એમ નિયાણું કરે. ત્યારબાદ બોધિ દુર્લભ થાય છે. (૬) કોઇક સાધુ દેવતાઇ અન મનુષ્યના વિષય સુખોથી વૈરાગ્યપામી નિયાણું કરે કે ‘આ તપ, વ્રત, બ્રહ્મચર્યનું ફ્ળ હોય તો જ્યાં પરિચારણા-વિષય સંભોગ નથી. ત્યાં હું ઉત્પન્ન થાઉં’ ત્યારબાદ તે જીવ દેશપરતિ પામી શકતો નથી. પણ સુલભ બોધિ થાય છે. (૭) કોઇક સાધુ દેવતાઇ અને મનુષ્યના વિષય સુખોથી વૈરાગ્ય પામી વિચારે કે ‘ઉગ્રપુત્ર (પુણ્યવાળા) જીવો અણુવ્રત-ગુણવ્રતનું પાલન કરતા સ્થિર થઇ આ સાધુઓને જે પ્રતિલાભનારા થાય છે-વહોરાવનાર થાય છે. એ સારું છે.' ત્યાર બાદ તેઓ શ્રાવક ધર્મ સ્વીકારી શકે પણ સાધુધર્મ સ્વીકારી શકતા નથી.(૮) કોઇક સાધુ દેવતાઇ અને મનુષ્યના વિષય સુખાથી વૈરાગ્યપામી ‘ જો આ તપ, વ્રત, બ્રહ્મચર્ય વગેરેનું ફ્ળ મળતું હોય તો હું દરિદ્રકુળમાં ઉત્પન્ન થાઉં જેથી મારો આત્મા સારી રીતે કર્મરજરહિત થાય.' ત્યારબાદ તે ધર્મ સાંભળી દીક્ષા લઇ શકે પરંતુ મોક્ષમાં ન જઇ શકે. માટે આ પ્રમાણે જાણી નિયાણા રહિત થવું. (૩) તથા મિથ્યાત્વદર્શન શલ્યનો પણ ત્યાગ કરવો જોઇએ. કારણ કે જે અહિત જીવોનું અગ્નિથી કે ઝેરથી પણ ન થાય તે અહિત મિથ્યાત્વથી થાય છે. કહ્યું છે કે ‘જે દોષ અગ્નિ કરતું નથી કે ઝેર કરતું નથી કે કાળોનાગ પણ કરી ના શકે તે મહાદોષજીવનું તીવ્ર મિથ્યાત્વ કરે છે.’ (૧) તથા તું કષ્ટને કરે છે. (સહે છે.) આત્માને દમે છે. ધર્મ માટે ધનનો ત્યાગ કરે છે. પરંતુ તું એક ત્રણ શલ્યવાળા મિથ્યાત્વને ન છોડીશ તો તેના વડે તું ડૂબી જઇશ (૨) માટે અનંત સંસારના કારણરૂપ ફ્ક્ત દુઃખના નિમિત્તરૂપ મિથ્યાદર્શનને છોડવું જ જોઇએ. આ પ્રમાણે (૧) માયા શલ્ય (૨) નિયાણ શલ્ય (૩) મિથ્યાત્વશલ્યને જ છોડે છે. તે આરાધક છે અને ન છોડનાર વિરાધક થઇ સંસારરૂપી વનમાં ભમે છે. કહ્યું છે કે ‘ મહાભયંકર સંસારમાં જે શલ્યયુક્ત મરણે મરે છે તે જીવો મરીને અપાર સંસાર સમુદ્રમાં લાંબો વખત સુધી ભમે છે. ૧’ તપ પણ શલ્ય વગરનાનો જ ફ્ળદાયક-સફ્ળ થાય છે પણ બીજાનો- શલ્યવાળાનો નહિ. કહ્યું છે કે ‘શલ્યયુક્ત-સહિત જે ઉગ્ર કષ્ટ કરવા પૂર્વક ભયંકર વીરતાપૂર્વક તપને દિવ્ય હજારો વર્ષ સુધી કરે તો પણ તેનો તે તપ નિફ્ક્ત થાય છે. ૨' શલ્યનો ઉદ્વાર કર્યો ન હોય તો જે અનર્થની પરંપરા થાય છે. તે ઝેર શસ્ત્ર-હથિયાર વગેરેથી પણ ન કરી શકાય એવી થાય છે. કહ્યું છે કે ‘ શસ્ત્ર કે ઝેર અથવા દુષ્પ્રયુક્તવૈતાલ જે નુક્સાન ન કરી શકે તે નુક્શાન દુષ્પ્રયુક્ત માયાશલ્યવાળો માયાવી કરી શકે (૩) અહીં જે સર્વ દુઃખના મૂલરૂપ ભાવશલ્ય ઉદ્ધર્યા વગર જે કંઇ (અનુષ્ઠાન) કરે છે. તેનાથી દુર્લભ બોધિપણું અને અનંત સંસારીપણું થાય છે. (૪) આથી ત્રણ ગૌરવ છોડી અનંત ભવની પરંપરાના કારણરૂપ ત્રણ શલ્યનો ઉદ્ધાર વિવેકીઓએ કરવો જોઇએ. કહ્યું છે કે ‘ ગૌરવ રહિત થયેલાઓ, મિથ્યાત્વદર્શન, શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખે છે. (૫) મિથ્યાત્વનું સ્વરૂપ તે મિથ્યાત્વ ચાર કે પાંચ પ્રકારે જાણવું. તેમાં પ્રથમ તેના ચાર પ્રકારનો જ વિચાર કરવામાં આવે છે તે આ પ્રમાણે (૧) લૌકિક દેવગત (૨) લૌકિક ગુરૂગત (૩) લોકોત્તર દેવગત (૪) લોકોત્તર ગુરૂગત Page 158 of 191

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191