Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 157
________________ કરતા નથી. તેઓ આરાધક થતા જ નથી. કહ્યું છે કે.... “લાજ વગેરેથી કે, ગૌરવ, બહુશ્રુત અથવા અભિમાન વડે જેઓ પોતાના પાપો ગુરુ આગળ કહેતા નથી તે આરાધક થતા નથી. (૧) રાજ પુત્રકે વણિક પુત્રે થોડુંપણ ભાવશલ્યને ઉદ્વર્યું નહિ. તે કહુ-કડવા ફ્લોને પામ્યા તો પછી ઘણા પાપોનું તો શું કહેવું? આ શ્લોકના વિષમ પદોની વ્યાખ્યા - પૂર્વભવમાં દીક્ષા લીધી. પોતાની સંસારી અવસ્થાની પત્ની રૂપ સાધ્વીઓને રાગદ્રષ્ટિથી જોવારૂપ થોડાક પાપની પણ આદ્રકકુમારરૂપ રાજકુમાર તથા વણિકપુત્ર રૂપ ઇલાચીકુમારે આલોચના ન કરી આથી સમ્યક્રચારિત્ર દ્વારા મોક્ષને નજીક કરેલ હોવા છતાં પણ ચારિત્ર ધર્મથી ભ્રષ્ટતા, નીચકુલમાં ઉત્પતિ વગેરે ટુ વિપાકવાલા ભયંકર ળો ભોગવવા પડ્યા. આ પ્રમાણે હકિકત હોવાથી જે કરવા યોગ્ય છે. તે બે ગાથા દ્વારા કહેવાય છે. “સહસાત્કારથી કે ભય વડે અથવા પીડાના કારણે પરાધિનપણે કે દુ:ખના કારણે તથા પ્રમાદથી અથવા રાગ દ્વેષ વડે જે કંઇ પણ કાર્ય કર્યું હોય તો તેને તે પ્રમાણે પડિક્કમવું જોઇએ. પણ તે અકાર્યને લજ્જા ભય વગેરેનાં કારણે હૃદયમાં વહન ન કરવું. (૧-૨)' તે અકાર્યને લજ્જા ભય વગેરે કારણે હૃદયમાં વહન ન કરવું પણ તત્કાળજ તેની આલોચના કરી લેવી. આ પ્રમાણે કરવાથી શું ગુણ-લાભ થાય છે ? તે કહે છે “પાપ કરેલ મનુષ્ય ગુરુની પાસે તે પાપની આલોચના કે નિંદા કરે છે. તેથી ભારવાહક જેમ ભાર ઉતારીને હળવો થાય છે. તેમ એકદમ હળવો ફ્લ જેવો થાય છે.' (૧) માટે શુદ્ધિની અપેક્ષાવાળાઓએ બધા પાપો માયારહિતપણે આલોવવા જોઇએ. કારણ કે માયાવીને પ્રાયશ્ચિત કરવા છતાં પણ શુદ્ધિ થતી નથી. કહ્યું છે કે બધુ કહે છતાં કંઇક જાણતો હોવા છતાં પણ છૂપાવે છે. તેને જ્ઞાનીઓ પ્રાયશ્ચિત આપતા નથી અને કહે છે કે બીજા પાસે આલોચનાં કરો (૪)” હવે જેને યાદ ન આવવાના કારણે આલોચતો નથી તેનું શું તે કહે છે. “માયા રહિત પણે શુભભાવ પૂર્વક આલોચના કરનારને જે દોષો યાદ નથી આવતા તેમને પ્રત્યક્ષ અતિશય જ્ઞાનિઓ કહે છે પણ માયાવીને કહેતા નથી. (૫)' માયાવીને જે દોષ વિશેષ થાય છે. તે કહે છે “જે પાપ કરીને પોતાની જાતને શુદ્ધજ કહે છે. તે બમણું પાપ કરે છે. બાળના (બોધિ) બીજની મંદતા કરે છે. (૬) તો પછી શું કરવું જોઇએ. તે કહે છે “માયા વગેરે દોષથી રહિતપણે વર્તમાન કાળમાં સંવેગભાવમાં વર્તવા પર્વક ક્રી ન કરવાના નિશ્ચય પર્વક પાપને આલોવ છે.' (૭) જે માયા રહિત પણે સમ્યગ આલોચના કરે છે. તેને જે લાભ થાય છે. તે કહે છે. “ગુરુ પાસે સારી રીતે આલોચના કરનાર પાપકર્મોને સમાપ્ત કરી, નિરાબાધ શાશ્વત સુખને અનંતા જીવો પામ્યા છે. (૮)' માટે માયા શલ્ય છોડી સારી રીતે બધા અતિચારોના સમૂહને આલોવવા જોઇએ. બીજે નિયાણ શલ્યનું સ્વરૂપ :- કોઇ હરી ન જાય લઇ ન શકે એવા સુખની ઇચ્છાવાળાઓએ નિદાન શલ્ય પણ છોડવું જોઇએ કારણ કે નિયાણું કરવાથી દુર્લભ બોધિ થાય છે અને દુર્લભ બોધિ વડે સંસારરૂપી જંગલમાં ભટકવાનું થાય છે. તે નિયાણા નવ પ્રકારના છે. તેનું સ્વરૂપ આગમ પાઠો વડે જ વિચારાય છે. તે આ પ્રમાણે.... (૧) સાધુ કે સાધ્વી નિયાણુ કરે કે “પ્રત્યક્ષ પણે મેં દેવો કે દેવલોક જોયા નથી. તો આ મોટી દ્વિવાળા રાજાઓ દેવ છે. માટે આ તપ, વ્રત, નિયમ બ્રહ્મચર્યના ફળને ઇરછનાર હું આવતા ભવમાં રાજા થાઉં ત્યાર બાદ ત્યાંથી મરી નિયાણાને અનુરૂપ સ્થાનને પામેલ તે ધમ સાંભળવા છતાં દુર્લભ બોધિ થાય છે. (૨) કોઇ સાધુ પરીષહ-મુસીબતોથી પરાજિત થયેલ-કંટાળેલ હોવાથી વિચારે કે રાજાઓને ઘણી ચિંતા. હોય છે તથા ઘણો આરંભ સમારંભ હોય છે તો આ જે ઉગ્રપુણ્યવાળા વૈભવશાળી શેઠ વગેરેને જોઇ તેમ થવા માટે નિયાણું કરે છે. (૩) કોઇક સાધુ પુરુષોને ઘણો વ્યવસાય, વેપાર, યુદ્ધ વગેરે કઠિન કામો Page 157 of 191

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191