________________
ભોગલબ્ધિ આદિ પેદા ન થાય ત્યાં સુધી ક્ષયોપશમભાવે ભોગાવલિ આદિ કર્મ ઉદધ્યાનુબંધિ ક્ષયોપશમભાવે રહેલું હોય છે. ક્ષાયિક ભાવે ભોગલબ્ધિ આદિ પેદા કરવામાં વિઘ્નરૂપે ક્ષયોપશમભાવે ભોગાંતરાય આદિ કર્મ વિજ્ઞરૂપે કહેલા છે માટે દોષરૂપે કહેલા છે. ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં વિધ્વરૂપે ૧૮ દોષો કહેલા છે તેમાં ભોગાંતરાય ૧૬મો દોષ અને ઉપભોગવંતરાય ૧૭મો દોષ કહેવાય છે.
બાહ્ય સામગ્રીની દ્રષ્ટિથી ભોગાંતરાય અને ઉપભોગવંતરાય કર્મ ક્ષયોપશમભાવે અવિરતીના ઉદય સુધી કહેલો છે. અથવા પહેલા ગુ. સ્થા. માં રહેલા જીવો અનુકૂળ પદાર્થના રાગને બદલે વૈરાગ્યભાવ ના પામે ત્યાં સુધી તે ભોગવંતરાય કર્મનો ક્ષયોપશમભાવ, પાપાનુબંધી પુણ્ય, સંસારની વૃધ્ધિમાં કારણ બને છે. જ્યારથી જીવ વેરાગ્યભાવની પ્રાપ્તિ કરે છે ત્યારથી ભોગાંતરાય આદિ કર્મનો ક્ષયોપશમભાવ જીવોને આત્મિકગુણ પેદા કરવામાં સહાયભૂત થાય છે. એટલે કે સૌથી પહેલાં આત્માની સન્મુખ બનાવે છે. ત્યાર પછી આત્મિક ગુણ પેદા કરવાના માર્ગને અનુસરવામાં સહાયભૂત થાય છે અને જીવ જ્યારે સમકિતની પ્રાપ્તિ કરે ત્યારે રાગાદિ પરિણામવાળી સામગ્રી છોડવાલાયક છે એવી બુધ્ધિ પેદા કરાવીને એની પ્રતિપક્ષી સામગ્રી પ્રત્યે રાગનું પરિણામ વધારતા વધારતા જીવ આત્મિક ગુણોને પેદા કરતો જાય છે. તેમાં સ્થિરતા. પામીને ચિત્તની પ્રસન્નતા પેદા કરીને ક્ષયોપશમભાવે પેદા થયેલા ગુણોને દૂર કરીને ક્ષાયિક ભાવે ગુણોને પેદા કરવા મન, વચન, કાયાનું સામર્થ્ય પેદા કરતો જાય છે. અને સારો કાળ હોય તો એ સામર્થ્યથી. ક્ષયોપશમભાવે પેદા થયેલા ગુણોનો નાશ કરી ક્ષાયિક ભાવના ગુણોની પ્રાપ્તિ કરી શકે છે.
પહેલા ગુ. સ્થાનકનો સામર્થ્યયોગ અતાવિક છે. આઠમા ગુ. સ્થાનકનો સામર્થ્યયોગ તાત્વિક છે. અવિરતીનો ઉદય હોય ત્યાં સુધી ભોગવંતરાયકર્મનો ક્ષયોપશમભાવ જીવને હેરાન કરે. સર્વવિરતી પામ્યા પછી ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ જીવને હેરાન કરે નહિ. એ વખતે મળે તો સંયમપુષ્ટિ, ન મળે તો. તપોવૃધ્ધિ એ ભાવ આવી જાય. ત્રણ ગારવા
(૩) ત્રણ ગારવ :- ગારવત્રિકને સાધુઓએ છોડવું જોઇએ. અશુભ ભાવવડે આત્માની જે ગુરૂતા. તે ગૌરવ અથવા ગારવ, તે (૧) દ્વિ ગારવ. (૨) શાતાગારવ અને (૩) રસગારવ એમ ત્રણ ભેદ છે. તેમાં રાજવીપણાની, ઇન્દ્રપણાની કે, આચાર્યપણાની ઇરછારૂપ અથવા રાજાપણા વગેરેમાં મળેલ અદ્ધિ વગેરેમાં અહંકાર રૂપ વિકાર થવો તે બદ્વિગારવ (૨) રસદાર આહારની ઇરછારૂપ તથા નિરસ-વિરસા આહારની અનિચ્છારૂપ રસગારવ. (૩) શરીર સુખમાં વિહરણ તે શાતા ગારવ. આ ગારવત્રિક પ્રમાદરૂપ કાદવમાં ડૂબેલા સાધુઓ વડે જે પ્રમાણે કરાય છે તે શ્રી ઉપદેશ માલાની ગાથાઓ વડે જણાવે છે. જેમ જેમ બહુ શ્રત હોય, સમ્મત, શિષ્ય સમુદાય વડે પરિવરેલ હોય, અવિનિશ્ચિત સિદ્ધાંતવાળો હોય તેમ તેમ સિદ્ધાંતનો પ્રત્યનિક છે. જે ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન, ઉપકરણ વગેરે આ વૈભવ મારો છે. હું મહાજનોનો. નેતા-આગેવાન છું. હું હું થતું હોય તે સદ્વિચારવિક કહેવાય (૩૨૩-૩૨૪) અરસ વિરસ લુખ્ખ જેવું મળે. તેવું ખાવાનું ન ઇચ્છ, સ્નિગ્ધ, સુંદર ભોજનની માંગણી કરે તે રસગારવમાં આસક્ત છે (૩૨૫) જે હમેશા શરીરની સુશ્રુષા સંભાળ કર્યા કરે તથા પથારી, આસન, વાહનને વાપરવામાં જ તત્પર હોય પોતાના શરીરને જરાપણ કષ્ટ-દુ:ખ ન પડવા દે તે શાતા ગારવમાં ગુરુ છે. (૩૨૬)” તથા “હિં //હિંમMS તેં બાગાહી હાઈ એ વચનાનુસારે ત્રણ ગારવને સેવનારો સાધુ યથાઍદિકપણાને પામે છે. માટે સંસારના અંતને ઇચ્છનારા મુમુક્ષઓએ ત્રણ ગારવ છોડવા જ જોઇએ.
Page 155 of 191