________________
(૩) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાથી કેટલાક જીવોને એવી લક્ષ્મી પેદા થાય છે કે એ લક્ષ્મી ભોગફ્ળ આપે પણ સદ્નીજ રૂપે પુણ્યથી વંચિત રાખે. કેળના ઝાડની જેમ. (કેળના ઝાડમાં બીજ ન હોય.)
(૪) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાો જીવને જે લક્ષ્મી પેદા થાય એ લક્ષ્મી પોતાને સર્વ પ્રકારનું સુખ આપનારી બને અને પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયભૂત થતી જાય. એટલે કે પોતે જેટલી સુખમાં વાપરે એનાથી વિશેષ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયભૂત થતી જાય.
વિરાગ વિનાનો સંતોષ ગુણ ભવભ્રમણનું કારણ બને છે.
અભવ્ય, દુર્વ્યવ્ય, ભારેકર્મી ભવ્ય જીવો સંતોષ, નમ્રતા, ક્ષમા બધા ગુણોને કેળવે પણ જો વિરાગભાવ ન હોય તો આ બધા ગુણ ગુણાભાસરૂપે કહેવાય.
લાભનો અંતરાય એટલે જેની પાસે લક્ષ્મી હોય એ ઉદાર હોય, આપવાની ઇચ્છાવાળો હોય, માંગનાર એટલે યાચના કરનાર યાચનામાં કુશળ હોય છતાં પણ પોતાના લાભના અંતરાયના કારણે એને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને લાભાંતરાયનો ઉદય કહેવાય છે. જેમકે રાજગૃહીનો ભિખારી રાજગૃહી નગરીને વિશે ત્રણ ત્રણ દિવસ સુધી દરેક ઘરોમાં યાચના કરે છે છતાં પણ લાભાંતરાય કર્મના ઉદયના કારણે અનાજનો દાણો પણ મળતો નથી. એમાં સાંભળવા મળ્યું કે ઉદ્યાનમાં ઉજાણી કરવા માટે લોક ભેગું થયેલું છે એ માણસો પાસે જઇને યાચના કરે છે છતાં પણ લાભાંતરાયના ઉદયથી કોઇ કશું પણ આપતું નથી. પહાડ ઉપર બેસીને લોકોને ખાતાં જુએ છે અને ત્રણ દિવસની ભૂખની અસહ્ય વેદનાને કારણે ભૂખની અસહ્ય વેદના પેદા થતાં ઉજાણી કરનાર લોકોને મારી નાખવાની બુધ્ધિ પેદા થાય છે. પથ્થર ગબડાવે છે. એ પથ્થરની નીચે પોતે આવી જતાં મરણ પામીને સાતમી નારકીમાં જાય છે.
વિરાગભાવ જેટલો તીવ્ર એટલી પ્રસન્નતા વધુ. લાભાંતરાયના ઉદયમાં પણ હાયવોય ન કરે.
આ લાભાંતરાય કર્મનો ઉદય જીવને ૧ થી ૧૨ ગુણસ્થા. સુધી હોય છે. લાભાંતરાય કર્મના દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલોનો જોરદાર ઉદય ચાલતો હોય અને મોહનીય કર્મ જો નિકાચિત ન હોય એટલે કે દર્શન મોહનીય કર્મ અનિકાચિત રૂપે હોય તો જીવ પુરૂષાર્થ કરીને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. અત્યારે વર્તમાનકાળમાં જીવો પુરૂષાર્થ કરીને ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ કરી શકે છે અને એ સમકિતની હાજરીથી લાભાંતરાયકર્મના ઉદયને સમાધિપૂર્વક વેઠી શકે છે. જેમ જેમ સમાધિપૂર્વક લાભાંતરાયના ઉદયને ભોગવતો જાય તેમ તેમ લાભાંતરાય કર્મ ક્ષયોપશમભાવે બંધાતું જાય છે. ક્ષયોપશમભાવે બાંધેલુ લાભાંતરાય તીવ્ર રસે જો બંધાતું હોય અને લાભાંતરાયનો ઉદય જો નિકાચિત ન હોય તો એક અંતર્મુહૂર્ત પછી ઉદયમાં આવીને લાભાંતરાયના ઉદયને નાશ કરે છે. એટલે કે ક્ષયોપશમભાવ પેદા કરે છે.
વિરાગીને જેમ જેમ ભૌતિક સામગ્રી અધિક મળે તેમ તેમ એનો વિરાગભાવ વધતો જાય. વિરાગની મસ્તી જે જીવમાં હોય તેને જીવતાં આવડે એમ જૈનશાસન કહે છે. વિરાગપૂર્વકનો સંતોષ તે શુધ્ધભાવ કહેવાય. વિરાગ વગરના સંતોષથી જન્મ-મરણનો અંત ન આવી શકે. લાભાંતરાય કર્મના ઉદયને સમાધિથી વેઠવા માટે વિરાગભાવ જરૂરી છે.
અનાદિકાળથી જગતને વિશે પરિભ્રમણ કરતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો - એ સઘળાય જીવોને લાભાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ હોવાથી દેશઘાતી અધિક રસવાળા પુદ્ગલો તેમ જ દેશઘાતી અલ્પરસવાળા પુદ્ગલોનો આહાર મળ્યા કરે છે. પણ એ પુદ્ગલો મળ્યા પછી ભોગવી શકે અથવા વારંવાર
Page 153 of 191