________________
ચોવિહારનું પચ્ચકખાણ લેવાનું હોય છે. એ ચોવિહારને બદલે પાણહારનું પચ્ચકખાણ લે તો દોષ લાગે છે. તેવી જ રીતે આયંબિલ કર્યા પછી આખા દિવસમાં પાણી ન વાપરે તો સાંજના પાણહારને બદલે ચોવિહારનું પચ્ચકખાણ લેવાનું હોય છે. તેને ઠામચોવિહાર આયંબિલ કહેવાય છે. એકાસણું અને આયંબિલ કર્યા પછી ઉઠતી વખતે તિવિહારનું પચ્ચખાણ લેવું જોઇએ. એમાં ત્રણ આહારનો ત્યાગ થાય છે અને એક પાણીનો આહાર ખુલ્લું રહે છે તે પાણી આખા દિવસમાં જેટલીવાર વાપરવું હોય તેટલી વાર વાપરી શકે છે અને સાંજે પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે.
(૯) નવકારશી કરનારા જીવોને સવારના નવકારશીના ટાઇમથી કવલાહાર ખુલ્લો થયો એ કવલાહાર સાંજે સૂર્યાસ્ત પહેલાં એટલે કે ત્રણ કલાક પહેલાં આહાર વાપરવો ન હોય અને તે વખત તિવિહારનું પચ્ચકખાણ કરે તો તેમાં એક પાણીનો આહાર ખુલ્લો રહે છે. એ સાંજે સુર્યાસ્ત વખતે પાણીના આહારનો ત્યાગ કરવા માટે પાણહારનું પચ્ચખાણ કરવાનું હોય છે. એટલે કે એને પાણહારનું પચ્ચખ્ખાણ લેવું જોઇએ જો એમાં ચોવિહારનું પચ્ચખાણ લે તો દોષ લાગે છે.
(૧૦) જે જીવોએ નવકારશી કરેલી હોય અને સાંજે ચોવિહારને બદલે તિવિહાર કરવાનો હોય તો તિવિહારનું પચ્ચકખાણ લીધા પછી એક પ્રહર સુધી પાણીની છટી રહી શકે છે. એટલે કે ૩ કલાકની અંદર ગમે તેટલી વાર પાણી વાપરવું હોય તો તિવિહાર પચ્ચખાણવાળાને એનો નિષેધ નથી એટલે કે વાપરી શકે છે. એમાં કોઇ અભિગ્રહ કરે કે તિવિહાર કર્યા પછી એક જ વાર પાણી વાપરવું અથવા બેવાર વાપરવું તો એને જે પ્રમાણે અભિગ્રહ કરેલો હોય તેટલી વાર 3 કલાકના સમય સુધી જ છૂટ. દુવિહારના પચ્ચખાણમાં પાણીની સાથે દવા લેવાની હોય તો દવા લઇ શકે છે પણ દવાની સાથે દૂધ વિ. લેવાય નહિ.
આ કવલાહારના ચાર પ્રકારો હોય છે. (૧) અસન (૨) પાન-પાણી (3) ખાદિમ. સૂઠ વિ. (૪) સ્વાદિમ. મુખવાસ.
અસન એટલે અનાજ. આ ચારે પ્રકારનો આહાર કવલાહાર રૂપે ગણાતો હોવાથી એ આહારના. પગલો ગૃહસ્થોને ધન વગર મેળવી શકાતા નથી માટે લક્ષ્મી પણ લાભાતરાયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેમ કહેવાય છે. એ લક્ષ્મી લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી મળતી હોવા છતાં એના અનેક પ્રકાર થાય છે. કારણ કે ક્ષયોપશમભાવની વિચિત્રતા અનેક પ્રકારની હોય છે. એને સમજવા માટે જ્ઞાની ભગવંતોએ સ્થૂલ દ્રષ્ટિથી લક્ષ્મીના ૪ પ્રકાર કહેલા છે.
(૧) કેટલીક લક્ષ્મી લાભાંતરાયના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી જાય તો પણ એવા પ્રકારની હોય છે કે આવેલી લક્ષ્મી બીજી રહેલી લક્ષ્મીનો નાશ કરે છે. આ લક્ષ્મીને બાળકની જેમ મૂળનો ઉચ્છેદ કરનારી કહેલી છે.
(૨) લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવની વિચિત્રતાને કારણે કેટલીક લક્ષ્મી જીવને પ્રાપ્ત થાય એ પુણ્યરૂપે પ્રાપ્ત થાય પણ આપનારી ન થાય. જેમ કેટલાક વૃક્ષો ઉપર ક્લ પેદા થઇ શકે છે પણ ળ પેદા થતું નથી. એની જેમ સમજવું. જીવોને લક્ષ્મીની પ્રાપ્તિ થાય પણ એ લક્ષ્મી ળવતી બનતી નથી. પ્રાપ્ત થાય કે તરત જ નાશ પામી જાય. કંઇક ને કંઇક ખર્ચ આવીને ઉભા રહે. આકસ્મિક કારણ કંઇક એવું આવીને ઉભું રહે કે લક્ષ્મી આવતાં પહેલાં એ બધા આકસ્મિક કારણોને વિશે ખર્ચની ગોઠવણ થઇ ગયેલી હોય કે જેના કારણે એ લક્ષ્મી ળવતી બનતી નથી. આ રીતે આવેલી લક્ષ્મીને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલીકવાર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પ્રાપ્ત થઇ શકે છે. પુણ્ય ઉપાર્જન કરવામાં સહાયતા લક્ષ્મીને જ ફળવતી કહેવાય.
Page 152 of 191