________________
ભોગવી શકે એવું બનતું નથી. એ ભોગવવા માટે અને વારંવાર ભોગવવા માટે ભોગાંતરાય કર્મ અને ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ જીવોને પ્રાપ્ત થયેલો હોય તો જ ભોગવી શકે અથવા વારંવાર ભોગવી શકે છે. ભોગાંતરાય આદિનો ક્ષયોપશમભાવ ન હોય તો લાભાંતરાયના ક્ષયોપશમભાવથી જે સામગ્રી મળેલી હોય તેનો રાગ કરીને આસક્તિ કરીને અને મમત્વબુધ્ધિ સ્થિર કરીન જીવ પોતાના હાથે જ પોતાનો સંસાર વધારતો જાય છે. લાભાંતરાય કર્મના ક્ષયોપશમભાવથી મળેલી સામગ્રીમાં રાગાદિ પરિણામનો નાશ કરવો હોય એટલે કે રાગાદિ પરિણામ ઓછા કરવા હોય તો જીવ પુરૂષાર્થ કરીને મળેલી સામગ્રીની ઓળખ કરતો જાય. એ ઓળખાણ કરતાં કરતાં મળેલી સામગોમાં રાગને બદલે વિરક્તભાવ પેદા કરતો જાય તો જ જીવ લાભાંતરાય કર્મનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરી શકે છે. આ લાભાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુ. સ્થા. સુધી જીવને રહેલો હોય છે. ૧૨મા ગુ. સ્થા. ના અંતે અંતરાયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ૧૩ મે. ગુ. સ્થાનકે ક્ષાયિકભાવે લાભલબ્ધિ પેદા થાય છે. એ ક્ષાયિક ભાવે પેદા થયેલી લાભલબ્ધિ અનંતકાળ સુધી સાથે રહેશે. ભોગાંતરાય અને ઉપભોગાંતરાય દોષનું વર્ણન
અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતા એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોને પાપથી દુઃખ આવે, પુણ્યથી સુખ આવે. જગતના જીવો સુખ મેળવવા માટે પાપ કરે છે. પુણ્યથી મળેલી સામગ્રી ભોગવતાં ભોગવતાં દુર્ગતિ થાય એ રીતે ભોગવાય નહિ, વિરક્ત ભાવે ભોગવવાનું.
પંચેન્દ્રિય સુધીના જીવોને જે આહારની સામગ્રી મળેલી હોય એ સામગ્રીને ભોગવવા માટે ભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ, દેશઘાતી અધિકરસવાળા પુદ્ગલા અને દેશઘાતી અલ્પરસવાળા પુદ્ગલો સદા માટે ઉદયમાં રહેલા હોય છે. જ્યારે અધિકરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય ત્યારે જીવોને ભોગની સામગ્રીનો ઉદયભાવ કામ કરતો હોય છે. એટલે કે ભોગવવા માટેની સામગ્રી ભોગવતાં ફ્ળવતી બનતી નથી. અને વતી ન બનતાં જીવના શરીરને વિશે રોગાદિરૂપે અનેક પ્રકારની વિકૃતિ પેદા કરે છે. જ્યારે ભોગાંતરાય કર્મના અલ્પરસવાળા પુદ્ગલોનો ઉદય હોય ત્યારે મળેલી સામગ્રીનો ભોગવટો જીવ કરતો જાય તો એ સામગ્રી ભોગનું ફ્ળ આપનારી બને છે. એટલે કે શરીરને નિરોગી બનાવી પાચનશક્તિને તેજ બનાવી શરીર આદિને
પુષ્ટ બનાવે છ.
ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમભાવ પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવોને પ્રાપ્ત થયેલો હોય તો ભોગવવા લાયક અને વારંવાર ભોગવવા લાયક સામગ્રીને ભોગવતાં છતાં પાપનો અનુબંધ ઉદયમાં ચાલુ હોવાથી સારી રીતે ભોગવવા દેતું નથી એટલે કે ભોગવતા ભોગવતા એ પદાર્થમાં જે રસ રહેલો હોય એ રસની અનુભૂતિ પેદા થવા દેતું નથી અને સાથે સાથે નવું કર્મ જોરદાર રસે બાંધતા જાય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવોને ભોગાંતરાય કર્મના ક્ષયોપશમભાવથી જેમ જેમ સામગ્રીનો ભોગવટો કરતા જાય તેમ તેમ પુણ્યનો અનુબંધ ઉદયમાં રહેલો હોવાથી જે સામગ્રીમાં જેવો રસ હોય એ રસના આસ્વાદપૂર્વક સામગ્રીનો ભોગવટો કરતા જાય છે અને સાથે સાથે અંતરમાં વૈરાગ્યભાવ રહેલો હોવાથી પુણ્યનો અનુબંધ વિશેષ થતો જાય છે. સકામ નિર્જરા સાધતા જાય છે અને બંધાતુ ભોગાવલી કર્મ અશુભ પ્રકૃતિ રૂપે હોવા છતાં અલ્પરસે બંધાતુ જાય છે અને આત્મિક ગુણની સન્મુખ થતાં પુરૂષાર્થ કરીને પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પેદા કરી શકે છે. એટલે કે ભોગાવલી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જીવો ક્ષાયિક ભાવે ભોગલબ્ધિ અને ક્ષાયિક ભાવે ઉપભોગલબ્ધિને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી જીવને ક્ષાયિક ભાવે
Page 154 of 191