________________
પુરૂષનો ૩૨ કવલનો આહાર અને સ્ત્રીઓનો ૨૮ કવલનો આહાર જ્ઞાની ભગવંતોએ કહેલો છે. આનાથી જેમ જેમ જેટલા કવલનો આહાર ઓછો કરતા જાય એટલો ઉણોદરી તપ ગણાય છે.
(૧) જૈન શાસનની દ્રષ્ટિથી અણાહારી પદનું લક્ષ્ય રાખીને જીવો જેટલા ટૂંક સુધી આહારનો ત્યાગ કરતો જાય અને જ્યારે આહાર કરવો પડે ત્યારે અંતરમાં દુઃખ રાખીને આહાર કરતો જાય એ હેતુથી કવલાહારનો ત્યાગ માટે પચ્ચખાણ કરવાનું વિધાન કહેલું છે.
(૨) નવકારશીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ધારેલું હોય એટલે કે સૂર્યોદય થતાં પહેલા ૩ કલાકની અંદર પચ્ચખાણ ધારેલું હોય તો શુધ્ધ ગણાય છે. નવકારશીનું પચ્ચખાણ કરનારા જીવોને ચોવિહારનું પચ્ચખાણ કરવાનું વિધાન જ્ઞાની ભગવંતોએ કહેલું છે. જો કદાચ ચોવિહાર ન થઇ શકે તો એટલે કે અસમાધિ પેદા થાય તેવું લાગે તો પાણીનો આહાર વાપરવા માટે તિવિહારનું પચ્ચખાણ કરાય છે.
(૩) પોરિસીનું પચ્ચખાણ કરવાની ઇચ્છાવાળા જીવોને નવકારશીના પચ્ચકખાણના ટાઇમ પહેલા ધારી લેવું જોઇએ. નવકારશીના પચ્ચખાણના ટાઇમ પછી પોરિસીનું પચ્ચખાણ ધારે તો પોરિસી પચ્ચકખાણનો લાભ મળતો નથી પણ મુક્રિસહિંઅ પચ્ચકખાણનો લાભ મળે છે. એટલે પોરિટીનું પચ્ચકખાણ માગે તો માગનારને અપાય છે.
(૪) સાપોરિસી કરવાવાળા જીવોને પોરિસી પચ્ચખાણના ટાઇમ સુધીમાં ધારી લેવું જોઇએ. તો સાઢપોરિસીનું પચ્ચખાણ શુધ્ધ ગણાય છે. પણ પોરિસીના પચ્ચખાણ ટાઇમ પછી સામ્રપોરિસીનું પચ્ચખાણ ધારે અથવા ગુરૂભગવંત પાસે લે તો સાઢપોરિસીના પચ્ચખાણનો લાભ ગણાતો નથી.
પોરિસીમાં સૂર્યોદય પછી ૧ પ્રહર, સાઢપોરિસીમાં ૧ પ્રહર, પુરિમુદ્રમાં ૨ પ્રહર સમય ગણાય. અવટ્ટ સૂર્યોદયથી ૩ પ્રહર અથવા ૯ કલાક.
પણ એટલા સમય સુધી આહારનો ત્યાગ કરેલો છે તેટલા પૂરતો મુક્રિસહિઅં પચ્ચખાણનો લાભ મળે છે.
(૫) પરિમુઢ પચ્ચખાણ એ સાઢપોરિસીના ટાઇમ પહેલાં ધારેલું હોય અથવા ન પણ ધારેલું હોય, અને પરિમુઠ્ઠના ટાઇમે અથવા તેના ટાઇમ પછી પરિમુટ્ટનું પચ્ચખાણ લે તો પણ શુધ્ધ ગણાય છે. એટલે કે એ જીવોને પચ્ચખ્ખાણનો લાભ મળે છે.
(૬) અવટ્ટ પચ્ચકખાણ પણ જે ટાઇમે થતું હોય એ ટાઇમે લે અથવા એ ટાઇમ પછી પણ લે અને ધારેલું ન પણ હોય તો પણ તેને પચ્ચખાણનો લાભ મળે છે એટલે કે તે પચ્ચખાણ શુધ્ધ ગણાય છે.
(૭) બિયાસણું કરેલું હોય તો સવારે એકવાર બિયાસણું કરે અથવા પહેલું બિયાસણું બપોરે કરે તો ઉઠતી વખતે મુક્રિસહિઅં પચ્ચખાણ લેવું જ જોઇએ ન લીધેલું હોય તો દોષ લાગે છે અને જ્યારે બીજું બિયાસણું કરવા બેસે તે વખતે મુઠ્ઠી વાળીને મુક્ટિસહિઅં પચ્ચખાણ પાળીને અથવા ૩ નવકાર ગણીને પછી જ બિયાસણું કરવા બેસાય. એ બીજું બિયાસણું કરીને ઉઠતાં એટલે કે ઉભા થયા પછી સાંજ સુધીમાં પાણી ન વાપરવું હોય તો અને ન વાપર્યું હોય તો તેને ચોવિહારનું પચ્ચકખાણ લેવાય છે અને પાણહારનું પચ્ચખાણ લેવાય નહિ. બીજું બિયાસણું કરીને ઉઠતાં તિવિહારનું પચ્ચખ્ખાણ કરીને ઉઠવું જોઇએ. એટલે ત્રણ આહારનો ત્યાગ થતાં એક પાણીનો આહાર ખુલ્લો રાખેલો છે. એ પાણીનો આહાર જે ખુલ્લો રહેલો છે તેને સૂર્યાસ્ત પછી ત્યાગ કરવા માટે પાણહારનું પચ્ચખાણ અપાય છે. (૮) એકાસણું કરનારા જીવોએ એકાસણું કરી લીધા પછી આખા દિવસમાં પાણી ન વાપરે તો સાંજે
Page 151 of 191