________________
निधंधस परिणामो, निस्संसो अजिईंदिओ
एअजोअ समाउत्तो, किण्हलेसं, तु परिणामे (२) પાંચ આશ્રવોમાં પ્રવૃત્તિ, ત્રણ અગુપ્તિ, છ જીવ નિકાયની અવિરતિ, તીવ્ર આરંભ વગેરેના પરિણામ, શુદ્ર એટલે તુચ્છ સાહસિક એટલે વિચાર્યા વગર કામ કરનારો, નિર્ધ્વસ પરિણામી, નિર્દયી, અજિતેંદ્રિય, આયોગોમાં પ્રવૃત્તિવાળો જીવ કૃષ્ણ લેશ્યાના પરિણામવાળો છે. (૧-૨)
(૨) નીલલેશ્યાના ઇર્ષા અદેખાવિગેરે લક્ષણો તેમાંજ કહ્યા છે. ‘ઈર્ષ્યા-આમર્ષ એટલે અદેખાઇ, અતપ એટલે તપ નહિ, અવિધા પૂર્વકની માયા. બેશરમ-શરમ વગરનો, ગૃદ્ધિ એટલે આસક્તિ, પ્રàષવાળો, શઠ એટલે લુચ્ચો, પ્રમાદી, રસખાવાનો લોલુપી, શાતા ગવેષક એટલે સુખ શીલિયો, આરંભી, અવિરત, ક્ષદ્ર, સાહસિક, આ યોગવાળો નીલલેશ્યાના પરિણામવાળો છે.' (૧-૨)
(૩) કાપોતલેશ્યાના વક્ર : વક્રાચાર વગેરે લક્ષણો છે કહ્યું છે કે “વક્ર વક્ર સમાચાર એટલે વક્રઆચારવાન, માયાનિકૃતિવાન, અનુપયોગી, અન્ધત, પ્રત્યંચક એટલે પોતાના દોષોને ઢાંકનાર,
પધિક એટલે ઉપધિ એટલે છઘ છઘતા પૂર્વક કરનારો એટલે છપી રીતે કામ કરનારો, મિથ્યાદ્રષ્ટિ, અનાર્ય, ઉત્રાસક એટલે દુષ્ટ રાગાદિ દોષવાન જેમ ખાવામાં કે બોલવામાં હોય છે તે ઉત્સાયઃ કહેવાય.”
(૩૫) રસ ગારવ (૩૬) ઋધ્ધિ મારવા
(૩૭) શાતા ગારવ પરહર્સ
આ ત્રણે ગારવની વ્યાધ્ધિ સિધ્ધિ લાભાંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને પેદા થાય છે આથો. લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ ભોગવંતરાય અને ઉપભોગાંતરાયનો ક્ષયોપશમ ભાવ શું કામ કરે છે ? અને એ કોને કહેવાય એનું વર્ણન કરાય છે.
લાભાંતરાય
આ લાભાંતરાય કર્મ જીવોને અનાદિકાળથી સર્વઘાતી રસે બંધાય છે અને અનાદિકાળથી દરેક જીવોને દેશઘાતી રસરૂપે ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી રસના અધિક રસવાળા પૂગલો ઉદયમાં હોય છે ત્યારે જીવોને કોઇપણ પ્રકારનો લાભ પ્રાપ્ત થઇ શકતો નથી અને દેશઘાતી અભ્યરસવાળા પુદ્ગલોનો ઉદય હોય ત્યારે જીવોને જે પ્રમાણે ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય તે પ્રમાણે લાભની પ્રાપ્તિ થાય છે.
(૨) લોમાહારનું વર્ણન - જ્યારે જીવો શરીર બનાવ્યા પછી શરીરને વિશે જે રોમરાજી રહેલી હોય છે. એ રોમરાજીથી જે આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને પરિણામ પમાડે છે તેને લોમાહાર કહેવાય છે. આ લોમાહાર જીવને શરીર પર્યાતિથી પર્યાપ્ત થયા પછી શરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી લોમાહાર સમયે સમયે જીવને ચાલુ જ હોય છે. જ્યારે એ જીવ શરીરને છોડીને બીજા સ્થાનમાં જશે ત્યારે લોમાહાર બંધ થશે.
(3) કવળાહારનું વર્ણન :- સામાન્ય રીતે જે જીવોને રસનેન્દ્રિય પ્રાપ્ત થયેલી હોય તે જીવોને કવળાહારની શરૂઆત થાય છે. એ રસનેન્દ્રિયના પ્રતાપે જીવોને જ્યારે જ્યારે જે જે પુગલોનો આહાર મળતો હોય તે આહારના પુદગલોને ચાખવાનો સ્વભાવ, ચાખ્યા પછી અનુકૂળ લાગે તો ઉપયોગમાં લેવાનો અને અનુકુળ ન લાગે તો એને છોડીને બીજા આહારની શોધ માટે પ્રયત્ન કરવાનો સ્વભાવ
Page 149 of 191