________________
કષાયોને ઉદ્વીપન કરે છે પણ જાતે કષાયરૂપ નથી, કર્મના ઉદય પ્રમાણે અધ્યવસાયને રૂપ આપે છે છતાં જાતે કર્મનો રસ નથી. અધ્યવસાયને વ્યક્ત કરનાર લેશ્યાના સ્વરૂપ માટે વિશેષ ગ્રંથો (પન્નવણા લેશ્યાદ્વાર વિગેરે) વાંચવા યોગ્ય છે.
પરિણામ અને અધ્યવસાયસ્થાન આત્માની પરિણતિને પરિણામ કહેવામાં આવે છે. એના અધ્યવસાયસ્થાન અસંખ્ય છે. પરિણામ અને અધ્યવસાય માટે ઉપરની નોટથી ખુલાસો થઇ જાય છે. અંદરથી જે જ્ઞાન થાય અને તરંગો ઉઠે તેને અધ્યવસાય કહેવાય છે. મનદ્વારા તો બાહ્ય જ્ઞાન આકારપૂર્વક થાય છે, અધ્યવસાયને આકાર હોતો નથી અને મનના વિચાર તો માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે ત્યારે અધ્યવસાય સર્વ જીવોને હોય છે.
છ લેશ્યાનું સ્વરૂપ
(૧) મુનિશ્રેષ્ઠો છ લેશ્યાઓમાંથી પહેલી ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત નામની લેશ્યાઓ જે દુર્ગતિના કારણ રૂપે છે. તેનો ત્યાગ કરવો જોઇએ. છેલ્લી ત્રણ તેજો, પદ્મ, શુક્લ નામની સદ્ગતિના કારણરૂપ ત્રણ લેશ્યાનો અલેશીભાવને ઇચ્છનારા મુનિઓએ સ્વીકાર કરવો જોઇએ. આ છ લેશ્યાઓમાં છ પુરુષોનું ઉદાહરણ કહ્યું છે.
દ્રષ્ટાંત :- સારી રીતે પાકેલા ફ્લોના જથ્થાની નમેલ ડાળીવાળું એક મોટું જાંબુનું ઝાડ હતું તેને છ પુરુષોએ જોયું. તે જોઇ તેમનામાંથી એક જણે કહ્યું કે ‘આ ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખો, આપણે જાંબુના ફ્લને ખાઇએ.' બીજાએ કહ્યું ‘ ડાળી કાપીને ખાઇયે,’ ત્રીજાએ કહ્યું ‘નાની ડાળી કાપીને ખાઇએ.’ ચોથાએ કહ્યું ‘એના ગુચ્છા તોડીને ખાઇયે' પાંચમા એ કહ્યું ‘એના ફ્લોને તોડી ખાઇએ.’ છઠ્ઠાએ કહ્યું ‘ફ્લો પણ શા માટે તોડવા ?' નીચે પડેલા છે તે જ આપણે ખાઇયે.
આ છ જણામાં પહેલો કૃષ્ણ લેશ્યાવાળો છે. બીજો નીલ લેશ્યાવાન, ત્રીજો કાપોત લેશ્યાવાન, ચોથો તેજો લેશ્માવાન, પાંચમો પદ્મ લેશ્યાવાન, છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો છે તથા બીજા છ પુરુષો ગામ લૂંટવા માટે નીકળ્યા હતા, તેમાંથી એકે કહ્યું કે ‘પુરુષ, સ્ત્રી, બાળક કે પશુ કોઇને પણ આપણે છોડવા નહિ. બધા જીવોને મારી નાખવા,’ બીજાએ કહ્યું ‘મનુષ્યોને જ હણવા પશુને નહિ કારણ કે તેને હણવાથી શું ફાયદો છે ?’ ત્રીજાએ કહ્યું ‘મનુષ્યોને જ હણવા સ્ત્રીઓને નહી.’ ચોથાએ કહ્યું ‘ હથિયાર વાળાને હણવા' પાંચમા એ કહ્યું ‘જે યુદ્ધ કરે તેને જ હણવા.’ છઠ્ઠાએ કહ્યું ‘એક તો ધન લુંટવું અને બીજું જીવો મારવા આ બંને અયોગ્ય છે માટે ફ્ક્ત આપણે ધન જ લેવું પણ કોઇ જીવને મારવો નહિ.' આ પુરુષોમાં પ્રથમ કૃષ્ણ-લેશ્યામાં અને અનુક્રમે છેલ્લો શુક્લ લેશ્યામાં જાણવો આજ અર્થને જણાવનારી આ ગાથા છે. બૂલં સાહ સાહા, ગુચ્છ ને છિંદ્ર પડિગ વવાયા । સ નાથુન પુરિસા, સાહ જુવંત ધારા(૧) આમાં કૃષ્ણ લેશ્યા કાળી, નીલ લેશ્યા લીલી, કાપોત લેશ્યા કાપોતી એટલે કાબર ચિતરી રાખોડી રગની, તેજો લેશ્યા લાલ, પદ્મ લેશ્યા પીળી અને શુક્લ લેશ્યા સફેદ વર્ણની છે. ગંધ, રસ અને સ્પર્શ । શુભ લેશ્યાના શુભ છે અને અશુભ લેશ્યાના અશુભ છે આ લેશ્યાના પરિણામ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદોએ ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી, બસ્સો તેતાલીસ વગેરે પ્રકારો વડે જાણવા.
(૧) કૃષ્ણ
લેશ્યાના લક્ષણો લેશ્યા અધ્યયનમાં આ પ્રમાણે કહ્યા છે.
पंचासवप्पवत्तो, तिहिं अगुत्तो छसु अविरओ अ તિવારંમ પરિનો, વુદ્દો સાહરિસો નરો (૧) Page 148 of 191