________________
પણ દરિદ્રિઓ, ભૂખ્યા અને કંગાલ પણ હતા : તથા તેઓને દુ:ખી જોઇ સુખી કરવાની ભાવના પણ હતી : તે છતાં પણ તે તારકોએ સોનૈયા કે હીરા, માણેક અને પન્નાદિકના વરસાદ કેમ ન વરસાવ્યા ? એના ઉત્તરમાં પણ એ જ કહેવું પડશે કે-હીરા, માણેક કે પન્નાદિકમાં સુખ આપવાની શક્તિ નથી, એમ ઉપકારીઓ જાણતા હતા અને જેનામાં સુખ આપવાની શક્તિ ન હોય, તેના વરસાદ વરસાવી દેવાથી પણ સુખ ક્યાંથી આવવાનું હતું ? આથી સમજવું જોઇએ કે-ચિકિત્સક અને સ્નેહીઓની રોગી પ્રત્યેનો દ્રષ્ટિમાં જેટલું અંતર છે, તેટલું જ અંતર તત્ત્વજ્ઞાની અને અતત્ત્વજ્ઞાનીની દ્રષ્ટિમાં હોય છે. જો દુનિયાના પદાર્થોમાં રૂચિ પેદા થઇ જાય તો તત્ત્વજ્ઞાન હણાઇ જાય. બધાને સાજા કરવાની શુભ ભાવના છતાં પણ બધાથી નાડી ન પડાય કે દવા ન અપાય, કારણ કે-એકલી સારી ભાવનાથી ચલાવી લેવાય નહિ. વળી એકલી સારી ભાવના માત્રથી જ જો ઉપકાર થઇ જતો હોત, તો જાણકારનું પણ શું કામ હતું ? આથી સિદ્ધ છે કે-જે વસ્તુના સ્વરૂપથી અજાણ છે તે આત્માની એકલી ઉપકારની ભાવના પણ કાર્યસાધક નથી નિવડતી. એ કારણથી એવા આત્માઓ પોતાની ઉપકારભાવનાને પોતામાં જ રાખે ત્યાં સુધી સારી, પણ અમલમાં મૂકે તો તે ભયંકર જ. અજાણ માણસો માર્ગ બતાવે એટલા માત્રથી ઉપકારી નથી ગણાતા, કારણ કે-તેમ કરવાથી તેવાઓ ઉંધે માર્ગે ચઢાવી દઇને ઉપકારી બનવાને બદલે ઉલટા અપકારી નિવડે છે. માટે અમારે તો અમારૂં દુન્યવી ભલું કરનારા જ જોઇએ છે એમ નહિ, પણ વાસ્તવિક ભલું કરી શકે તેવા સાચા તત્ત્વજ્ઞાનીઓ. જોઇએ છે : કારણ કે-તેવા આત્માઓ કદાચ ભલું નહિ કરે તો પણ ભૂંડું તો નહિ જ કરે. જ્યારે તત્ત્વજ્ઞાનથી હીન આત્માઓ તો ભલાની ભાવનાવાળા હોય તો પણ, તેઓના હાથે ભુંડું થઇ જવાનો પૂરેપૂરો સંભવ છે. એવાઓની અનેક પ્રવૃત્તિઓ પૈકાની એકાદ પ્રવૃત્તિ ભલા માટે પણ થઇ જાય, તેથી તેની કશી જ કીંમત નથી, કેમકે-જેની ૯૯ ઉંધી છે તેની એકાદ પ્રવૃત્તિની કીંમત શી ? કશી જ નહિ. એટલા જ માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે-મિત્ર વગરના રહેવું સારું પણ મૂર્ખ મિત્ર મળે એ ખોટો. જો કે તત્ત્વજ્ઞાની ભલું કરવાની ભાવનાવાળા ન હોય એ બનતું જ નથી, પણ આપણી અયોગ્ય અને આત્મનાશક ઇચ્છાને ના પોષવાથી આપણી દ્રષ્ટિએ ભલું કરનાર ન પણ ભાસે, છતાં પણ જો એ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની હોય તો તે આપણા ઉપકારી જ છે. શ્રી તીર્થંકરદેવો જે સમયે ધર્મતીર્થ સ્થાપે તે સમયે તે તારકોમાં કશી જ ઇચ્છા નથી હોતી, છતાંય તે તારકો સંપૂર્ણ જ્ઞાની હોવાથી તે તારકોની કાર્યવાહી ભલું જ કરનારી હોય છે. ભલે એ તારકોને કોઇના પ્રત્યે રાગ કે પ્રેમ ન હોય, છતાં પણ સંપૂર્ણ જ્ઞાની હોવાથી તે તારકોની ક્રિયા માત્ર એવી છે કે જેથી જગતનું ભલું જ થયા કરે. નદીઓ બધાને નિર્મળ કરવાની ઇચ્છા ક્યાં કરે છે ? તે છતાં પણ જે રીતસર પોતાની અંદર પડે તે નિર્મળ થાય છે જ ને ? એ જ કારણે ઇચ્છાવાળા પણ અતત્ત્વજ્ઞાની. ભલું કરનારા આપણને જોઇતા નથી, કારણ કે-અતત્ત્વજ્ઞાની ભલું કરવા ઇચ્છે તો પણ ભલું કરી શકતા નથી, અને સંપૂર્ણ જ્ઞાનીઓ ભલું કરવાની ઇચ્છા વિના પણ ભલું કરનારા જ હોય છે. એથી આપણે તો એવા જ તારકોનું પ્રયોજન છે. આ વાત જો સમજાઇ જશે, તો એ વાત પણ આપોઆપ જ સમજાઇ જશે કેસારૂં જગત્ દુઃખી છે, એમ જોવા છતાં પણ અને અમૂક વસ્તુના અભાવે દુઃખી થાય છે એમ જાણવા છતાં પણ, તે તે વસ્તુ પૂરી પાડવાનું બીડું તત્ત્વજ્ઞાનીઓએ કેમ ઝડપ્યું નહિ ?' સંસારમાં રહેલા બધાને જ હું સમાન કરી દઉં, સઘળાનેય ઋદ્ધિસિદ્વિસંપન્ન બનાવી દઉં, બધાય એક સરખી રીતના જ સુખમાં ઝીલે એવા કરી દઉં, એ ભાવના તત્ત્વજ્ઞાનીની નથી પણ મહામૂર્ખની છે. કારણ કે- જે વસ્તુ બનવી જ નથી, બનતી જ નથી અને પ્રયત્નથી સાધ્ય પણ નથી તથા બને તો પણ હિતસાધક નથી, તેની ઇચ્છા તત્ત્વજ્ઞાનીને કેમ જ થાય ? આથી એવી અસંભવિત અને અનિષ્ટ ભાવનાઓને પેદા કરનારા
Page 86 of 191