________________
આ દશેય પ્રકારની સામાચારી સાધુઓને માટે છે અને સાધુઓ જે જે અવસરે જે જે સામાચારી આચરવી જરૂરી હોય, તે તે સમયે તે તે સામાચારીને આચરવામાં પ્રયત્નશીલ હોય છે. સાધુજીવન, એ કેવું આજ્ઞાંકિત જીવન હોવું જોઇએ, એનો આના ઉપરથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. સાધુપણાને માટે સામાચારીપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે : અને સામાચારીની આચરણા શક્ય અને આવશ્યક હોવા છતાં પણ જે સાધુઓ સામાચારીના પાલનથી બેદરકાર રહે છે, તેઓ પોતાના હિતને હણનારા જ નિવડે છે, એ નિ:સંશય વાત છે : પણ આપણી ચાલુ વાત તો એ છે કે-જ્યાં સામાચારીની. આચરણા ન હોય ત્યાં સર્વવિરતિના પરિણામ ન જ હોય, સર્વવિરતિનું ગુણસ્થાનક ન જ હોય, એવું તો કોઇ પણ શાસ્ત્રાનુસારિથી કહી શકાય જ નહિ.
(૧૦) ઉપસંપદા-ગુરુની આજ્ઞા લઇ, જ્ઞાન, દર્શન કે ચારિત્ર માટે બીજા સમુદાયમાં ગુરુએ ચીંધેલા આચાર્ય પાસે જઇ, “હું આ માટે અમારા આચાર્ય મહારાજની આજ્ઞા લઇ આપની પાસે આવ્યો છું, તો મને સ્વીકારો,' એવું આત્મનિવેદન કરવું તેને ઉપસંપદા કહેવાય. એ સ્વીકારે તો ત્યાં રહે એ ઉપસંપદા લીધી ગણાય, આમાં જ્ઞાન માટેની ઉપસંપદામાં સૂત્ર અર્થ કે બંનેની પુનરાવૃત્તિ, અથવા કંઇક ખંડિત-વિસ્મૃત થયું હોય તેનું અનુસંધાન, અથવા નવું ગ્રહણ જે પોતાના ગચ્છમાં અશક્ય હોયતે કરવાનો ઉદેશ હોય. દર્શન-ઉપસંપદા સમ્યગ્દર્શનને નિર્મળ કરનાર સન્મતિતર્ક, અનેકાંત જયપતાકા વગેરે શાસ્ત્ર ભણવા માટે હોય. ચારિત્ર ઉપસંપદા અટ્ટમાદિ વિશિષ્ટ તપસ્યા, અથવા વિશિષ્ટ વિનય-વૈયાવચ્ચ માટે હોવા અગર પોતાના ગચ્છમાં ચારિત્રની શિથિલતા-સીદામણ હોય તો તેમાંથી બચવા માટે હોય.
સામાચારીના પાલનમાં ગુર્વાજ્ઞા મુખ્ય રાખવાની છે, કેમકે પરિણામની શુદ્ધિ ગુર્વાજ્ઞા-પ્રતિબદ્ધ રહેવામાં જ છે, પણ ગુર્વાજ્ઞા નિરપેક્ષ બનવામાં નહિ. આ સામાચારીના પાલનનું ળમાં, શાસ્ત્ર કહે છે કે, અનેક ભવોના સંચિત કર્મોનો નાશ થાય છે,
મન ક્ષમાશ્રમણ ડેમ ૧ -૧૦ ચંતિપમ
મુનિનું નામ ક્ષમાશ્રમણ કેમ ? તપશ્રમણ વગેરે કેમ નહિ ? એનો ઉત્તર એ છે કે ૧૦ પ્રકારના મૂનિધર્મમાં ક્ષમાગુણને પહેલો મૂક્યો છે, માટે જ મુનિને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાયુક્ત શ્રમણ, ક્ષમાપ્રધાન શ્રમણ, અથવા ક્ષમાથી શ્રમે-આત્માને કસે તે ક્ષમાશ્રમણ. અહીં પ્રશ્ન થાય છે | માં. સિવાય બીજા ગુણો શ્રમણમાં નથી ? છે જ, તો તે હિસાબે મૃદુશ્રમણ તપ શ્રમણ, બ્રહ્મચર્યશ્રમણ એવું કોઇ નામ ન કહેતાં ક્ષમાશ્રમણ કેમ કહ્યું?
૧ - સમાં
આનો ઉત્તર જ એ છે કે બધા ગુણોમાં ક્ષમાનો પ્રથમ નંબર છે. કારણ એ છે કે ક્ષમાથી ઉપશમ આવે છે, અને “ઉપસમસાર સામર્ણ' ઉપશમ એ શ્રમણપણાનો સાર છે. ઉપશમ હોય તો જ બીજા ગુણ ટકી શકે છે. માટે ઉપશમ લાવનાર ક્ષમા અતિ આવશ્યક છે; તેમ ક્ષમા બહાર જણાય આવે છે; વગેરે કારણોએ એ ગુણ લઇને ક્ષમાશ્રમણ કહ્યું.
ચારિત્ર માટે ક્ષમા બહુ જરૂરી છે, એ વાત “ક્રોધે ક્રોડ પૂરવતણું સંજમળ જાય' એ વચનથી
Page 114 of 191