________________
દેદિપ્યમાન-પ્રભાવિક છે. છતાં પણ દર્શન શુદ્ધિની ઇચ્છા રાખનારાઓ જે ગુણવડે અધિક હોય તેમણે તે ગુણવડ શ્રી અહંત શાસનની પ્રભાવના ભગવાન વજસ્વામી વગેરેની જેમ કરવી. કહ્યું છે કે “સ્વભાવ સિદ્ધ પ્રવચન જાતેજ અધિક દિપે છે. છતાં પણ જે જે ગુણવડે અધિક હોય તેને તે ગુણવડે પ્રવચન પ્રભાવના કરવી.' (૧) તે પ્રભાવકો માવચનિક વગેરે અથવા અતિશય અદ્ધિ વગેરે રૂપે આઠ આઠ પ્રકારના છે. તેમની વ્યાખ્યા આગળ આજ તરંગમાં કરી છે. માટે ફ્રી કરતા નથી. આઠ આઠ પ્રકારના પ્રભાવકોએ કરેલ શ્રી અહંત શાસન વિષયક પ્રભાવના પ્રશસ્ત કહેવાય છે. કદ્માવજનિક વિષયક અપ્રશસ્ત પ્રભાવના છે. એ બંને પ્રશસ્ત, અપ્રશસ્ત પ્રભાવના કરવાથી અને ન કરવાથી પ્રભાવના ચાર થાય છે. આજે આચારને વિપરીતપણે આચરવાથી દર્શનાચારના આઠ અતિચારો થાય છે, આ પ્રમાણે દર્શનના અતિચારો સહિત આચારો કહ્યા.
દર્શન વિરાધના એટલે અરિહંતના દર્શનમાં શું છે ! એ કાંઇ આપે નહિ. કોઇના દુ:ખોને દૂર કરે નહિ, કોઇની સામું જોઇને એ જીવો પ્રત્યે કોઇપણ પ્રકારની સહાય કરે નહિ કારણ કે એ પોતે વીતરાગ છે તો એ વીતરાગ બીજાને માટે ઉપયોગી શું થાય ? આવી અનેક પ્રકારની વિચારણાઓ-વાતો ચીતો કરવાથી આત્માદર્શન વિરાધના કરે છે. એવી જ રીતે જે ક્ષાયિક સમકીતી જીવો છે છતાં પણ તેઓ નરકમાં ગયા શ્રી અરિહંત પરમાત્માઓએ શ્રેણિક આદિક્ષાયિક સમકીતિ જીવોને પણ નરકમાં જતા બચાવ્યા નહિ ! તો જ ભગવાન આ રીતે પોતાના ભક્તોને પણ દુ:ખમાંથી ન બચાવે તો એમની સેવાથી શું લાભ ઇત્યાદિ વચનો બોલીને નિંદા કરતા કરતા દર્શન વિરાધના રૂપે પાપ બાંધીને જીવો દુર્ગતિના મુસાફ્ટ બને છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે દર્શન અને દર્શનની સામગ્રી પ્રત્યે અભાવ પેદા કરી દર્શન અને દર્શનીની નિંદા આદિ કરીને જીવો દર્શન વિરાધના કરી સંસારની વૃદ્ધિ કરે છે માટે દર્શન વિરાધના પરિહરૂ એમ જ્ઞાનીઓ જણાવે છે. આ રીતે વિરાધનાનો ત્યાગ કરી આત્મા દર્શનના આચારોનું પાલન કરતા કરતા. પોતાના આત્માનું કલ્યાણ સાધી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. દર્શનના આઠ આચારોનું પાલન કહેલું છે એનાથી વિપરીત આચારનું પાલન કરવું એ પણ દર્શનવિરાધના કહેવાય છે. એ દર્શન વિરાધનાથી બચવા માટે પર્યત્ન કરવો જોઇએ.
૧૯. ચારિત્રાચાર વિધિના પરિહર્સ
અથવા ચારિત્ર વિરાધના પરિહરે
મહાનંદરૂપ પમોક્ષપદની ઇચ્છાવાળા ભવ્ય જીવોએ આ પ્રમાણે આઠ પ્રકારના આચાર આચરવાવડે સુંદરતાને પામેલ શ્રુતજ્ઞાન અને સમ્યગદર્શનવિષે સંપૂર્ણ પ્રયત્નપૂર્વક ઉધમ કરવો જોઇએ. કારણ કે “જ્ઞાનવડે જ કર્તવ્ય, અકર્તવ્ય, હિત, અહિત, હેય, ઉપાદેય જાણી શકાય છે. કહ્યું છે કે જ્ઞાનવડે જ કરણીય અકરણીય જાણી શકાય છે, જ્ઞાની કાર્ય અંકાર્ય અને છોડવાનું કરવા માટે જાણે છે.' (૧) યશકીર્તિકારક જ્ઞાન છે. જગતમાં સેંકડો ગુણોની પ્રાપ્તિ કરાવનાર જ્ઞાન છે જિનેશ્વરની પણ આ આજ્ઞા છે, કે પ્રથમ જ્ઞાન અને પછી ચારિત્ર' (૨) તથા અબહુ મૃતથી બહુશ્રુતની નિર્જરા પણ અતિઅધિક કહી છે. કહ્યું છે કે “અબહુશ્રુતને જે શુદ્વિ છઠ્ઠ, અટ્ટમ, દશ, દુવાલસ તપવડે થાય છે. તેથી અનક ગુણી શુદ્ધિ, પરિણતજ્ઞાનીને થાય છે.' (૧) અબહુશ્રુત થઇને જે શ્રી અરિહંતે કહેલી ક્રિયા કરવાનો પ્રયત્ન કરે છે.
Page 129 of 191