________________
કર્મબંધ થાય, જોનારને પણ થાય અને બન્નેને ચારિત્ર મોહનીય કર્મ પણ બંધાયા કરે. જેમકે - ગૃહસ્થના ઘરમાં આરિસો રાખવાનું વિધાન ખરૂં પણ તે ગુપ્ત પણે રાખવાનું વિધાન છે કારણ કે જાહેરમાં રહેલા આરિસાને જોતાં બહારથી આવનારા જેટલા એમાં પોતાનું મોટું જૂએ, પોશાક જૂએ અને આનંદ પામે, રતિ પામે, હાસ્યાદિ ચેનચાળા કરે એ બધુ પાપ જાહેરમાં આરિસો રાખનારને તથા તેમાં જોનાર બન્નેને પાપ લાગ્યા જ કરે છે. આવી રીતે દરેક પદાર્થ માટે સમજવું. જો પોતાની શક્તિ મુજબ પોતે જે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરે છે એ આરાધનાની લોક નિંદા ન કરે પણ પ્રશંસા કરે એ હેતુથી એ પદાર્થોની ગોઠવણ કરીને ઘરનો શણગાર કરેલો હોય તો તેમાં થતાં હાસ્યાદિ પ્રશસ્ત રૂપે થતા હોવાથી સારા શુભ વિચારોને પેદા કરનાર શુભ-સારા વચનોના શબ્દો નીકળતા હોવાથી એનાથી શુભ કર્મનો બંધ વિશેષ થતો હોવાથી રાખવાનો નિષેધ કરેલો નથી. રાખો શકાય છે એ પણ શાસનપ્રભાવનાનું અંગ કહેલું
છે.
(૩) સાંભળવાથી :- પોતાના વચનોનાં શબ્દો, બીજાને સાંભળવાથી અથવા બીજાના શબ્દો પોતે સાંભળવાથી એવા પ્રકારના શબ્દો હોવા જોઇએ કે જે શબ્દો આત્માના હિત માટે ઉપયોગી થાય. અહિતથી પાછા ફરવામાં અને હિતમાં આગળ વધવામાં સહાયભૂત થાય એવા શબ્દો, વાક્યો, વચનો સાંભળવા એ પ્રશસ્ત હાસ્યાદિને પેદા કરનાર હોવાથી ગુણની વૃધ્ધિમાં સહાયભૂત કહેલા છે પણ જો જે શબ્દો, વાક્યો, વચનો હિતને બદલે અહિતમાં ઉપયોગી થતા હોય તો તે શબ્દો આદિ અપ્રશસ્ત હાસ્યાદિની વૃધ્ધિમાં સહાયભૂત થતા હોવાથી સંસારની વૃધ્ધિનું કારણ કહેલું છે માટે એવા શબ્દો સાંભળવાનો નિષેધ કરલો છે.
આથી વચન-દ્રષ્ટિ અને સાંભળવું આ ત્રણ હાસ્યાદિને પેદા કરવાવાળા બાહ્ય કારણો કહેવાય છે. આંતર કારણમાં એક સ્મરણ કરવાથી એટલે ભૂતકાળમાં કોઇ કોઇ પ્રસંગે હાસ્યાદિ પેદા થયેલા હોય તે પ્રસંગોને સ્મરણથી એકલા બેઠા હોય ત્યારે અથવા અનેકની સાથે બેસીને હાસ્યાદિન પેદા કરતો જાય એટલે નિમિત્ત મલે અને નિમિત્ત ન મલે તો પણ સ્મરણથી એ પ્રસંગોને યાદ કરી કરીને હાસ્ય કર્યા કરે, રતિ કર્યા કરે એટલે આનંદ પામ્યા કરે ઇત્યાદિ બેઠા બેઠા- ચાલતા ચલતા યાદ કર્યા કરવું એ પણ હાસ્યાદિ બંધનું કારણ કહેલું છે એવા સ્મરણ ના હાસ્યાદિથી પણ જીવોને ચારિત્ર મોહનીય કર્મ પણ બંધાયા કરે છે એમાં જો કોઇ નિઃસ્વાર્થ ભાવે સુકૃત કરેલુ હોય તો તે સુકૃતને યાદ કરી કરીને અનુમોદના કરતો કરતો આનંદ પામતો જાય અથવા જીવનમાં કોઇ દુષ્કૃત થઇ ગયું હોય તેને યાદ કરી કરીને પશ્ચાતાપ કરતો કરતો અરતિ-શોક પામતો જાય અને પોતાના પાપથી વારંવાર ભય પામીને એની નિંદા ગર્હા કરતો જાય તો તે પ્રશસ્ત રૂપે હાસ્યાદિ હોવાથી નિર્જરા કરવામાં સહાયભૂત થાય છે અને આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતાં સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે.
આથી જ્ઞાની ભગવંતોએ હાસ્યાદિ છ એ દોષોને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન મલે તો પણ હાસ્યાદિ જીવને પેદા થયા કરે તે હાસ્યાદિ છ દોષો કહેલા છે.
(૧) હાસ્ય કર્મને બાંધવાના પાંચ કારણો -
૧.
બીજા જીવોના અંતરમાં વિકારના વિચારો પેદા થાય એ રીતે હાસ્ય કર્યા કરવું તે. એટલે કે એવી રીતે એવા પ્રકારથી હાસ્ય કરે કે પોતાના અંતરમાં તથા બીજાના અંતરમાં વિકારોના વિચારો પેદા થયા જ કરે તે પહેલો પ્રકાર કહેવાય છે.
૨.
જેની તેની ઠઠ્ઠા મશ્કરી કર્યા કરવી. ઘણાં જીવોની એવી ટેવ હોય છે કે એ વ્યક્તિને જોઇને એવા જ વચનો બોલે કે પોતે હસે અને બીજાને હસાવતો જાય અને મશ્કરી કરતો જાય તે આ બીજો પ્રકાર
Page 141 of 191