________________
આવી વિચારણાઓ વારંવાર કરીને અંતરમાં આનંદ પામવો તે.
આ ચાર કારણો અથવા ચાર કારણોમાંથી કોઇને કોઇ એક કારણથી જીવો અરતિ મોહનીય કર્મનો બંધ કર્યા જ કરે છે.
જે જીવોના અંતરમાં પાપ ભીરતા રહેલી હોય તે જીવોથી પાપ સહજતાથી ન થાય. જે પાપની સફળતાથી સુખ, સાહ્યબી, સંપત્તિ મલે તે જીવો પાપને પાપ માનતા નથી એમ કહેવાય છે.
(૨૯) ભચ (૩૦) શોઝ (૩૧) ગુપ્સા પરિહર્સ
ભય મોહનીય ર્ક્સ -
ભય મોહનીય કર્મ ચાર કારણોથી બંધાય છે.
૧. નિરંતર બીકણપણું રાખીને જીવન જીવ્યા કરવું, પુણ્યથી મળેલી સામગ્રી ચાલી ન જાય એની કાળજી રાખીને જીવન જીવ્યા કરવું તે.
- ૨. બીજા જીવોને ડરાવવાથી અથવા બીવરાવવાથી વારંવાર બીજા જીવોને કેમ ડરાવવા અને એ રીતે ડરાવવામાં આનંદ માનવો તે.
૩. બીજા જીવોને દુ:ખ આપવાથી અથવા ત્રાસ આપવાથી.
૪. કોઇપણ જીવને મારવાની ભાવના રાખવાથી એટલે કે બીજાને સામાન્ય પણ ટપલી મારે તો. પોતાને આનંદ આવે એટલે રસ્તે ચાલતા ચાલતા જે જીવો મલે તેને ટપલીઓ માર્યા કરવી એવી વૃત્તિ એટલે અંતરથી મારવાની બુદ્ધિ તે ભય મોહનીય કર્મ બાંધવાન કારણ કહેલું છે. આ ચાર કારણોથી અથવા ચાર કારણોમાંથી કોઇ પણ એક કારણથી જીવોને ભય મોહનીય કર્મ બંધાયા કરે છે.
સારૂં સારૂં ખાવાની ઇચ્છાથી સારા સારા પદાર્થો મેળવવાની બુદ્ધિથી અને સારા સારા અનુકૂળ પદાર્થોને ભોગવ્યા જ કરૂં એવી ભાવનાથી છ કાય જીવોની હિંસાનું પાપ લાગ્યા જ કરે છે એ પાપની સાથે ભય મોહનીય કર્મ બંધાયા જ કરે છે. શોક મોહનીય ર્મ :
શોક મોહનીય કર્મ ત્રણ કારણોથી બંધાય છે.
૧. મનમાં એટલે અંતરમાં શોક રાખીને પોતેને પોતે બળ્યા કરે અને પોતાના અજ્ઞાનથી જ્યાં જાય ત્યાં બીજાને શોક પેદા કરાવે અથવા દયા પેદા કરાવે. એવા શોકવાળા વચનો બોલ્યા કરે કે જેથી. બીજાના અંતરમાં એવા ભાવો થયા કરે.
૨. અજ્ઞાનના ક્ષયોપશમભાવથી પોતાની સાથે બીજા જીવો શોકમાં કેમ સહાયભૂત થાય અને પોતાના વચનોથી બીજાને શોકવાળા બનાવવા પ્રયત્ન કર્યા કરવો તે.
૩. રડવું એટલે રૂદન કર્યા કરવું, વારંવાર રૂદન કરવામાં આસક્તિ પેદા કરવી. પોતે રૂવે અને સાથે બીજાને પણ રોવડાવે એવી રીતનો પ્રયત્ન કરવો.
આ ત્રણ કારણોથી અથવા ત્રણમાંથી કોઇ એકાદ કારણોથી જીવો શોક મોહનીય કર્મનો બંધ કર્યા જ કરે છે. જુગુપ્સા મોહનીય -
Page 143 of 191