________________
જુગુપ્સા મોહનીય કર્મ ત્રણ કારણોથી બંધાય છે.
૧.
અનંતી પુણ્ય રાશિથી ભગવાનના શાસનના-ભગવાને સ્થાપેલા સંઘના દર્શન થાય છે એ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેય ગણાય છે એ ચારેમાંથી કોઇપણની નિંદા કરતા જીવોને જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે.
૨. એ સંઘને તરછોડતા-સંઘનું અપમાન કરતા એટલે કે સંઘમાં શ્રીમંત પણ હોય અને દરિદ્ર પણ હોય, પ્રભાવક આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો પણ હોય. સામાન્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો પણ હોય છે. આ દરેક પ્રત્યે એક સરખો ભાવ જોઇએ. એમાં જો ભાવનો ાર થાય તો સંઘના અપમાનનો દોષ લાગે છે એવી રીતે સંઘનું અપમાન કરતા જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે.
3. ઉત્તમ સદાચારી મનુષ્યોની ખોદણી કરતા એટલે કે એમનામાં દૂષણ ન હોવા છતાં ગમે ત્યાંથી ગમે તે દૂષણ શોધીને બીજાની પાસે એની વાતો ચીતો કરવી એને ખોદણી કહેવાય છે. નિંદા કોઇક કોઇકવાર થાય, ખોદણી સતત થાય. નિંદા જેના પ્રત્યે દ્વેષ ઇર્ષ્યા હોય એની થાય. ખોદણીમાં કોઇ બાકી ન રહે. આ ત્રણ કારણ અથવા ત્રણમાંથી કોઇ એક કારણથી જીવને જુગુપ્સા મોહનીય કર્મ બંધાયા કરે છે.
હાસ્યાદિ છએ પ્રકારના દોષોમાં જ્યારે જ્યારે જે જે દોષોના ઉદયકાળમાં જે જ કષાયોની જરૂર પડે (એટલે કે ક્રોધ, માન, માયા અને લોભમાંથી) ત્યારે તે કષાયો સહજ રીતે પેદા થતા જાય છે.
પહેલા ગુણસ્થાનકે હાસ્યાદિ છ દોષો ઉદયમાં રહીને મિથ્યાત્વ મોહનીયને પુષ્ટ કરે છે અને રાગાદિ પરિણામને તીવ્ર બનાવે છે.
ચોથા ગુણસ્થાનકે ઉદયમાં રહેલા હાસ્યાદિ છ દોષો અવિરતિને પુષ્ટ કરે છે. પાંચમા ગુણસ્થાનકે હાસ્યાદિ છએ દોષો પ્રત્યખ્યાનીય કષાયને પુષ્ટ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકે હાસ્યાદિ છ દોષો જીવ જો સાવધ ન રહે તો તે પ્રમાદને પુષ્ટ
કરે છે.
સાતમા ગુણસ્થાનકથી હાસ્યાદિ છ દોષો ઉદયમાં રહીને પ્રશસ્ત રૂપે કામ કરતા હોવાથી આત્માને આત્મિક ગુણો પેદા થયેલા છે તેને પુષ્ટ કરી આગળ વધારવામાં સહાયભૂત થાય છે. કોઇકવાર અપ્રશસ્ત રૂપે હાસ્યાદિ છ ઉદયમાં આવી જાય તો તે સંજ્વલન કષાય પ્રશસ્ત રૂપે ચાલતો હોય તેને અપ્રશસ્ત રૂપે પણ બનાવી દે છે. એટલે કે સંજ્વલન અપ્રશસ્તરૂપે થઇને કર્મબંધ કરાવે છે.
અપ્રશસ્ત રૂપે હાસ્યાદિ થાય એટલે કોઇ સ્નેહી સંબંધીનું મૃત્યુ થાય તો તેના રાગના કારણે અરતિ-શોક પેદા થાય તે અપ્રશસ્ત રૂપે કહેવાય છે.
(૩૨) કૃષ્ણ લેશ્યા (૩૩) નીલ લેશ્યા (૩૪) પોત લેશ્યા
જ્ઞાની ભગવંતોએ લેશ્યા છ પ્રકારની કહેલી છે તેમાં પહેલી ત્રણ કૃષ્ણનીલ-કાપોત અશુભ લેશ્યાઓ છે અને તેજો-પદ્મ અને શુક્લ આ ત્રણ શુભ લેશ્યાઓ ગણાય છે. ભાવ લેશ્યા એ આત્માના પરિણામ અધ્યવસાય રૂપે કહેલી છે અને દ્રવ્ય લેશ્યા, જગતમાં દેરક લેશ્યાના સ્વતંત્ર પુદ્ગલો રહેલા હોય છે તે પુદ્ગલોને ગ્રહણ કરી તે તે રૂપે તે પુદ્ગલોને પરિણામ પમાડે ત્યારે તે પુદ્ગલો દ્રવ્ય લેશ્યા રૂપે ગણાય
Page 144 of 191