________________
જે પુદ્ગલો વડે આત્મા લેપાય તે વેશ્યા કહેવાય છે. અશુભ લેગ્યા દુર્ગતિનું કારણ બને છે. અશુભ કર્મોને બાંધવામાં સહાયભૂત થતી હોવાથી પરિહરવા લાયક એટલે છોડવા લાયક કહેલ છે.
આ ત્રણે લેશ્યામાંથી કઇ કઇ વેશ્યાવાળા જીવોનાં પરિણામો કેવા કેવા હોય છે અને વેશ્યા કેવી. હોય છે એનું વર્ણન જ્ઞાની ભગવંતોએ જે રીતે કરેલું છે તે અત્રે જણાવાય છે.
ચિત્ત અને વેશ્યા :- આ વિષય ઘણો વિચારવા યોગ્ય છે અને ટૂંકામાં કહીએ તો જેનદ્રષ્ટિએ માનસશાસ્ત્ર (Peyehology) કેવી રીતે બતાવવામાં આવ્યું છે તે સર્વ બાબતો અંગે વિચારવા યોગ્ય જણાય છે. મન અને અધ્યવસાયને કેવા પ્રકારનો સંબંધ છે, આત્મા અને મનને શો સંબંધ છે, અધ્યવસાય અને વિચારમાં શો તફાવત છે અને મન અને વેશ્યાને કેવો સંબંધ છે-આ સર્વ પ્રશ્નોનો નિર્ણય આવી ટૂંકી નોટમાં તો થઇ શકે નહિ પણ સહજ ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે તે વિચારશો. નવીન અને પ્રાચીન અભ્યાસ શેલી સાથે કર્યો હોય તો જ આ વિષયનો ઉલ્લેખ થઇ શકે તેમ છે તેથી આ અગત્યના વિષય પર કોઇ સુંદર લેખ અભ્યાસ કરીને વિસ્તારથી લખશે એવી પ્રાર્થના છે.
આત્મા જાતે ટિક રત્ન જેવો નિર્મલ છે, પારદર્શક છે, મેલ વગરનો છે, ઉચ્ચગામી સ્વભાવવાળો. છે. ટિક રત્ન જ્યારે બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના જુદા જુદા રંગ દેખાય છે : ટિકની પછવાડે પીળો પદાર્થ ધરવામાં આવે તો તે પીળો દેખાય છે, લાલ ધરવામાં આવે તો તે લાલ દેખાય છે, છતાં જાતે તો નિર્મળ પારદર્શક જ હોય છે અને રહે છે તે પ્રમાણે આત્મા જ્યારે મન, વચન કે કાયાના સંબંધમાં આવે ત્યારે તેના જુદા જુદા રંગ દેખાય છે-તે આત્માના પરિણામોને વેશ્યા કહેવામાં આવે છે. મનમાં વિચાર આવે છે તે અમુક આકાર ધારણ કરે છે. વિચારો પોગલિક છે, મનોવર્ગણાનાં રૂપો છે; મન માત્ર પંચેન્દ્રિયને જ હોય છે, તે સિવાયના જીવોને દ્રવ્ય મન હોતું નથી અને પંચેંદ્રિયમાં પણ અસંજ્ઞી જીવોને દ્રવ્ય મન હોતું નથી. સર્વ આત્માઓને જે જુદા જુદા વ્યક્ત ખ્યાલો થાય તેને અધ્યવસાય કહેવામાં આવે છે. અધ્યવસાયને અને મનના વિચારોને કેવા પ્રકારનો સંબંધ છે તે ખાસ વિચારવા યોગ્ય છે. આત્માને જે અધ્યવસાયો થાય છે તે સંજ્ઞી પંચેન્દ્રિયને મન દ્વારા જણાય છે અને ત્યાં મનોવર્ગણાને જે આકાર મળે તે વિચાર તરીકે વ્યક્ત થાય છે. આથી સંજ્ઞી પંચેન્દ્રિયના અધ્યવસાયો અને વિચારો જો કે તદન જુદા છે છતાં વ્યક્ત રૂપે તેમાં ખાસ જાણવા જેવો તફાવત પડતો નથી. આ હકીકત સ્પષ્ટ કરવા પ્રથમ જ્ઞાન કેવી રીતે થાય છે તે જરા જોઇ લઇએ. પંચેન્દ્રિય જીવોન જ્ઞાન પ્રાપ્ત કરવાના-જાણવાના છ દ્વારો-બારીઓ છે : પાંચા ઇંદ્રિય અને મન શરીર સાથે કાંઇ અથડાતાં, જીભ સાથે સ્વાદ થતાં, નાકમાં ગંધ આવતાં, ચક્ષુથી દેખાતાં, કાનથી સંભળાતાં અથવા મનમાં તર્ક થતાં “આ કાંઇક છે' એવું જ્ઞાન થાય છે એને જૈન પરિભાષામાં
વ્યંજનાવગ્રહ' કહે છ, નવીન ન્યાય (logic) ના perception શબ્દ સાથે એની સરખામણી થઇ શકે, જો કે perception વ્યંજનાવગ્રહથી કાંઇક જાડું છે અને ‘અર્થાવગ્રહ” ની કોટિમાં કેટલેક અંશે જાય છે. આવી રીતે આ કાંઇક છે' એવું જ્ઞાન થયા પછી અમુક જાતિ (genus) નું એ છે એમ સહજ ખ્યાલ થાય છે એને અર્થાવગ્રહ' કહેવામાં આવે છે. અત્યંત અવ્યક્ત બોધને વ્યંજનાવગ્રહ કહેવામાં આવે છે. કોઇ સ્થાનકે એને “નિરાકાર બોધ' પણ કહેવામાં આવે છે. વ્યંજનાવગ્રહને અંગે એટલું ખાસ જાણવા જેવું છે કે એમાં ચાર ઇંદ્રિય સાથે વસ્તુને સંબંધ થાય છે પણ આંખ અને મનને વસ્તુના સંબંધની જરૂર રહેતી નથી. દાખલા તરીકે સ્પર્શેદ્રિયને વસ્તુનું જ્ઞાન જ્યારે તે વસ્તુ ઇંદ્રિય સાથે સંબંધમાં આવે ત્યારે જ થાય છે, તેવી જ રીતે રસ ધ્રાણ અને શ્રોતનું સમજવું પણ આંખને દેખવા માટે વસ્તુ સુધી જવું પડતું નથી, એ તો દૂરથી પણ દેખી
Page 145 of 191