________________
પશ્ચાતાપ કરનારો મૃત્યુના મુખમાં પડે છે. ત્યારે તે જાણે છે. (૧) માટે આત્મહિતને ઇચ્છનારા મુનિપુંગવોએ આ ત્રણ દંડનો ત્યાગ કરવો જોઇએ.
તથા ત્રણ ગુપ્તિનું સારી રીતે પાલન કરવું જોઇએ. કારણ કે મનોગતિ ધર્મમાં એકતાન ચિત્તવાળા થવાથી જ સંયમ આરાધના સારી રીતે થઇ શકે. વચન ગુપ્તિ વડે ગુપ્ત થવાથી વિકથા વગેરે રૂપ વાણીના વિકારનો અભાવ તથા બેકાબુ વાણીના પ્રસારનો સર્વથા અભાવ, ચિત્તને એકાગ્ર બનાવે છે. કારણ કે વિશિષ્ટ કોટીની વચનગુતિ વગર ચિત્તની એકાગ્રતા થતી નથી. કાયમુર્તિ વડે અશુભ કાયયોગના નિરોધરૂપ સંવર પેદા થાય છે. સંવર વડે અભ્યાસ કરતા કાયના વ્યાપારનો સર્વથા નિરોધ પાપ આશ્રવને રોકે છે. આ જ વાતને પુષ્ટિ આપતા ત્રણ આલાવા શ્રી સમ્યકત્વ પરાક્રમ અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે. ‘(૧) હે ભગવંત ! મનગુપ્તિ વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? મનગુતિવડે ચિત્તની એકાગ્રતાને પામે છે. એકાગ્રચિત્ત વડે જીવ મનોગુતિવાળો થઇ સંયમનો આરાધક થાય છે. (૨) હે ભગવંત ! વચનગુપ્તતા વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? વચન ગુપ્તતા વડે નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકારતા વડે જીવવચન ગુપ્ત થયો હોવાથી અધ્યાત્મ યોગ સાધનવાળો પણ થાય છે. અધ્યાત્મયોગ એટલે આધ્યાત્મિક મનના જે ધર્મધ્યાન વગેરે યોગો એટલે પ્રવૃત્તિઓ તેના જે યોગો એટલે પ્રવૃત્તિઓ તેની જે એકાગ્રતા વગેરે સાધનાવડે યુક્ત થવું તે અધ્યાત્મયોગ સાધનયુક્ત કહેવાય. (૩) હે ભગવંત ! કાયમુર્તિ વડે જીવશું પામે છે ? કાયગતિવડે સંવરને પામે છે. સંવરવડે કાયમુર્તિવાળો થયેલ આશ્રવનો નિરોધ કરે છે. માટે ત્રણ ગુણિને નિરતિચારપણે પાળવી જોઇએ.
(૨૬) હાસ્ય (૨૭) ર િ(૨૮) અરતિ પરિહરે
હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા મોહનીય કર્મ,
આ છ માંથી એક સાથે એક સમયે બંધ કરે તો ચારનોજ બંધ કરી શકે છે. (૧) હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા અથવા (૨) અરતિ, શોક, ભય, જુગુપ્સા.
આ છ માંથી ઉદયમાં એક સાથે જીવોને એક સમયે ઉદય હોય તો બેનો અથવા ત્રણનો અથવા ચારનો ઉદય હોઇ શકે છે.
બેનો ઉદય હોય તો. (૧) હાસ્ય-રતિ અથવા અરતિ-શોક ત્રણનો ઉદય હોય તો. (૧) હાસ્ય-રતિ-ભય અથવા હાસ્ય, રતિ, જુગુપ્સા. (૨) અરતિ-શોક-ભય અથવા અરતિ, શોક, જુગુપ્સા એમ ચાર વિકલ્પો થાય છે. ચારનો ઉદય હોય તો (૧) હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. (૨) અરતિ, શોક, ભય, જુગુપ્સા. હાસ્ય-રતિ એ એક યુગલ કહેવાય છે. અરતિ-શોક એ એક યુગલ કહેવાય છે. આમ આ બે યુગલ કહેવાય છે. આથી આ હાસ્યાદિ છ દોષોના ઉદયમાં આઠ વિકલ્પો થાય છે તેમાંથી કોઇને કોઇ વિકલ્પ સમયે
Page 139 of 191