________________
ગ્રહણ-વેષધારણ પણું, સંયમ વગરનો તપ જે કરે તેનું તે નિરર્થક-નકામું છે.' જ્ઞાન, દર્શન પણ ચારિત્ર વગર મોક્ષફ્ળ આપનારા થતા નથી, આથી ચારિત્ર જ વિશેષ છે. કહ્યું છે કે ‘જેના વગર દર્શન, જ્ઞાન એ બંને સ્વતંત્રપણે સંપૂર્ણ ફ્ળ આપી શકતા નથી. ચારિત્ર યુક્ત હોય તો આપી શકે છે. માટે ચારિત્ર વિશિષ્ટ રૂપે છે.’ (૧) માટે જ્ઞાન, દર્શન અને તપના ફ્ળરૂપ જો મોક્ષને ઇચ્છતા હોય તો સર્વ શક્તિ પૂર્વક આઠ પ્રવચન માતા રૂપ ચારિત્રાચારના આરાધનમાં પ્રયત્નશીલ થાઓ.
ત્રીજો તરંગ સંપૂર્ણ
કાયશુદ્ધિ
છેધો ભેધો વેદના જે, સહેતો અનેક પ્રકારરે, જિન વિણ પરસુર નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદાર રે. ચતુર વિચારો ચિત્તમાંરે.
સમ્યદ્રષ્ટિની એ પ્રતિજ્ઞા છે કે-એ હૃદયપૂર્વક શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્યને માથું ન જ નમાવે. વિવેકની ખાતર બીજે પણ નમાવવું પડે છે, પણ અર્થકામની આસક્તિ છૂટી જાય, અર્થ ન જોઇતો હોય, તો બીજે નહિ નમવાથી અવિવેક ન કહેવાય. સાધુ ક્યાં બીજે માથું નમાવે છે ? હૃદયપૂર્વક, ભક્તિથી, આત્માનો ઉદ્ધાર માનીને, મસ્તક ક્યાં નમાવાય ? એક શ્રી જિનને અને શ્રી જિનના અનુયાયિને જ. એ કાયશુદ્ધિ છે.
(૨૩) મનડ (૨૪) વચનડ
(૨૫) કાયદંડ પરિહરૂ.
(૧) હવે ઋષભ દેશના નામની આ ત્રીજી લહેરમાં ચોથા તંરગનો પ્રારંભ થાય છે. ત્રીજા તરંગમાં આઠ પ્રવચન માતા રૂપ ચારિત્રાચારનું સામાન્યથી વર્ણન કર્યું, તે ચારિત્ર સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. એમાં સર્વથી સર્વ સાધુને અને દેશથી શ્રાવકોને હોય છે. એક વિધ અસંયમ વગેરેથી લઇ તેત્રીસ આશાતના સુધીના પ્રમાદો કોઇ હરી ન શકે એવા સુખને ઇચ્છનારા સાધુઓએ છોડવા જોઇએ. અસંયમ, અવિરતિરૂપ છે તે એક પ્રકારે છે. સમ્યદ્રષ્ટિને પણ અવિરતિ દીર્ઘ સંસારને કરનારી થાય છે. તો પછી તે અવિરતિ મિથ્યાત્વ યુક્ત હોય તેની શી વાત કરવી ? માટે અવિરતિનો ત્યાગ કરવો જોઇએ.
(૨) જે કારણોથી જીવ આઠ પ્રકારના કર્મોવડે બંધાય છે. તે બંધન, તે રાગ અને દ્વેષ એમ બે પ્રકારે છે. એમાં રાગ (૧) દ્રષ્ટિરાગ, (૨) સ્નેહ રાગ, (૩) વિષય (કામ) રાગ એમ ત્રણ પ્રકારે છે. એમાં (૧) કુલધર્મ વિષયક રાગ તે દ્રષ્ટિ રાગ. (૨) માતા, પિતા, ભાઇ, પુત્ર વગેરે બાબતનો જે રાગ તે સ્નેહરાગ. (૩) સુંદર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયક જે રાગ તે વિષયરાગ. એ પ્રમાણે દ્વેષને પણ ત્રણ પ્રકારે વિચારવો. જેમ (૧) પોતાને અમાન્ય કુધર્મ પ્રત્યેજ દ્વષ તે દ્રષ્ટિ દ્વેષ. (૨) પોતાના દુશ્મન રૂપ અસ્વજન વૈરિપ્રત્યેનો દ્વેષ સ્નેહદ્વેષ. (૩) અમનોજ્ઞ એટલે ખરાબ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વિષયક જે દ્વેષ તે વિષય દ્વેષ. આ ત્રણ ત્રણ પ્રકારના રાગ દ્વેષજ જીવને કર્મબંધનના કારણરૂપ થાય છે. કહ્યું છે કે
Page 137 of 191