________________
છે
પણ પોતાના કુટુંબને જ આવી તકલીફ્યાં નાંખ્યું. એવા સત્યવચનથી કે મૌન ધારવાથી શું મતલબ ? શું અર્થ રહ્યો ?’ વગેરે બોલતી અને ખેદિત થયેલી તેને જોઇ ચોર નાયકે કહ્યું · હે માતા ! શું આ તમારો દીકરો છે ?' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે મુનિની માતાએ કહ્યું ‘ આ મારો મોટો દિકરો છે. અને જે પરણવા જઇ રહ્યો છે તે નાનો દિકરો છે.' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે પલ્લિપતિ એને કહેવા લાગ્યો, ‘ જો એમ છે તો સ્ત્રીવર્ગમાં તમે ધન્ય છો કે જેની કુક્ષિમાં સાક્ષાત સત્યધર્મ જેવા આ પુત્ર અવતર્યા છે, તેથી એમના વડે કુલ પવિત્ર થયું એમના વડે જ પૃથ્વી સાધુવાળી છે આથી જ આ દેવોને પણ સેવવા યોગ્ય છે, બીજું આપ પૂજ્ય આ સાધુના માતા છે તો મારાપણ માતા જ છો,' આ પ્રમાણે કહી તેના પગમાં પડી નમસ્કાર કર્યો નમીને જે લૂંટ્યું હતું તે બધુંયે પાછું આપી દીધું, આપીને કહ્યું ‘ અહિં તમારે હંમેશા નિર્ભયતા પૂર્વક આવવું જવું, આ વખતે તે સાધુએ કાઉસગ્ગ પાર્યો. પારીને તે બધાની-આગળ ધર્મ માર્ગની પ્રરૂપણા કરી, તે સાંભળીને તેઓએ યથાયોગ્ય-યથાશક્તિ ધર્મને આદર્યો, તે સાધુ અને તે મુનિના સગાઓ નિર્વિઘ્ન લગ્ન મહોત્સવ કરી જેમ ગયા હતા તેમ પાછા આવી ગયા, મુનિપણ ગુરૂ પાસે જઇને સારી રીતે ચારિત્રને આરાધવા લાગ્યા. જેમ આ ગુણદત્ત મહાત્માએ સંકટવાળા પ્રસંગમાં પણ વચનગુપ્તિ ખંડિત ન કરી, તેમ બીજાઓએ પણ ખંડિત ન કરવી, આ પ્રમાણે વચનગુપ્તિનું કંઇક સ્વરૂપ કહ્યું.’
ડાયમિનું સ્વરૂપ
હવે કાયગુપ્તિનું કંઇક સ્વરૂપ કહે છે. ઊભા રહેવું, બેસવું, સૂવું, તેવા પ્રકારના કારણે ખાડો વગેરે ઓળંગવા, જવું, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વગેરે કાયયોગી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભ એ ત્રણને છોડવા. તેમાં (૧) સંરંભ એટલે મારવા માટે મુઠ્ઠી વગેરે ઉપાડવી તેજ મારવાના સંકલ્પને જણાવનાર છે. ઉપચારથી સંકલ્પ શબ્દ વાચ્ય છે. (૨) સમારંભ એટલે બીજાને પીડા કારક મુઠ્ઠી વગેરેનો ઘા કરવો-મુઠ્ઠી વડે મારવું. (૩) આરંભ એટલે મુઠ્ઠી વગેરે વડે અથવા શસ્ર વડે બીજાને જીવથી મારી નાંખવો. આ ત્રણેમાં કાય યોગને ન પ્રવર્તાવનારો સાધુ કાયગુપ્ત છે. આ કાયા મદોન્મત્ત હાથીની જેમ અયોગ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તેને જે સમ્યગ જ્ઞાનરૂપી અંકુશ વડે તેમાં પ્રવૃત્તિ કરતા રોકે છે, તે કાયગુપ્તિ કહેવાય છે, કહ્યું છે કે ‘દુષ્ટ હાથીની જેમ આ શરીર અયોગ્ય પ્રવૃત્તિ માં પ્રવર્તે છે. તેને જ્ઞાનાંકુશ વડે રોકે તે કાયગુપ્તિવાન કહેવાય છે.’(૧) આથી જ સાધુઓ કારણ વગર હાથ, પગ વગેરે પણ હલાવે નહિ. જ્યારે કારણ ઉત્પન્ન થાય અને હલાવે ત્યારે પણ પ્રમાર્જના પડિલેહણા પૂર્વક જ હલાવે. સાધુઓ હંમેશા કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય એટલે સંયમિત ઇન્દ્રિયવાળા હોય છે. (ઇન્દ્રિયને વશ કરનારા હોય છે) કહ્યું છે કે કામ હોય ત્યારે શરીરને ચલાવતી વખતે હાથ, પગને ન હલાવે પોતાના અંગોપાગને કાચબાની જેમ શરીરમાં ગોપવીને રાખે સંયમિત રાખે. ગુડેંન્દ્રિયપણું એટલે મન વગેરે ઇન્દ્રિયોને પોતપોતાના શબ્દ વગેરે વિષયોમાં રોકવા વડે અને વિષયપ્રાપ્ત થયો હોય ત્યારે તે સારાનરસા વિષયમાં રાગ દ્વેષ કર્યા વગર
રહેવું તેને ગુગ્લેંન્દ્રિય કહેવાય, આ કાયગુપ્તિને પાલન કરવામાં અને ન કરવાના વિષયમાં અરિહન્નક મુનિનું દ્રષ્ટાંત જાણવું.
અરિહન્નક મુનિનું દ્રષ્ટાંત કોઇક આચાર્ય ભગવંતને (અર્હન્નક) અરિહન્નક નામે શિષ્ય હતા. તે એક વખત ગુરૂસાથે રસ્તે ચાલતા-ચાલતા પાછળ પડી ગયા, એ વખતે અતિ પહોળો નહિ એવો પાણીનો વહોળો-ઝરણું આવ્યું, તેને ગીતાર્થ એક પગ પાણીમાં મૂકી ઓળંગી ગયા. (અર્હન્નક) અરિહન્નક તો પાણીની વિરાધના થશે એવી બુદ્ધિથી વેગપૂર્વક તેને ઓળંગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ વખતે કોઇક
Page 135 of 191