________________
કહી છે.” અને અસંવૃત એટલે અસંયમી જીવોને વચનગુપ્તિ દુષ્કર છે.
હ્યું છે કે “કુશળ પુરુષો ઘોડાઓને વશ કરી શકે છે. તથા હાથીઓને કબજે રાખી શકે છે. પણ વચન વ્યાધિનો કબજો કરવો. સંયમિત કરવું. તે પંડિતોને પણ દુષ્કર છે એમ હું માનું છું.' (૧) આ વચનગુતિને સૂત્રાર્થમાં પ્રવિણ એવા ગુણદત્ત સાધુની જેમ કોઇક વડે જ સારી રીતે આરાધાય છે. તે સાધુની કથા આ પ્રમાણે છે.......
શ્રીપુરનગરમાં ધનદેવ નામનો શેઠ હતો, તેને ધનવતી નામની સ્ત્રી હતી. તે બન્નેને ગુણદત્ત નામનો પુત્ર હતો, કર્મનું મંથન કરવામાં આગ્રહી તેને ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી, તેને ગુરૂ પાસે વિધિપૂર્વક સૂત્ર અર્થ ભણી ગીતાર્થ થઇ સંસારી સ્વજનોને વંદન કરાવવા માટે શ્રી ગુરુનો આજ્ઞા-આદેશ. લઇ શ્રીપુર તરફ એકલા ચાલ્યા, ત્યાં રસ્તામાં જતાં વચ્ચે તેમને ચોરોએ પકડીને પલ્લીપતિ પાસે લઇ આવ્યા, થોડો સમય વિત્યા પછી સાધુએ પલિપતિને કહ્યું “હું અકિંચન-પેસા વગરનો છું” શા માટે તમે મને અહીં પકડી રાખો છો ? જો તમારે મારા કપડાની કંઇક જરૂર હોય તો તે લઇને મને છૂટો કરો, કારણકે જંગલમાં નિર્દોષ આહાર મળે નહિ, અને આહાર વગર શરીર ટકી શકે નહિ. એ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે પલિપતિએ કહ્યું અમારે તમારું કે તમારા કપડાની કોઇ જરૂર નથી. પરંતુ આ રસ્તે લગ્નની જાન આવશે તેને લટવા માટે અમે રસ્તો રોક્યો છે. જો અમે તમને છોડી મૂક્યું તો અમારું ધારેલું ન થાય, કારણ રસ્તો. રોકેલ છે એમ જાણી તે જાન બીજા માર્ગે જતી રહે. આ પ્રમાણે પલિપતિએ કહ્યું ત્યારે સાધુએ કહ્યું પલિપતિ ! તો અમને છૂટા કરો કારણ કે અમારો આચાર છે. શુભ અશુભ સમાચાર કહેવા નહિ. કદાચ પૂછે તો પણ અમે મૌનજ રહીયે છીએ.’ આ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે આ વિષયમાં તમારું વચન છે એમ કહી તેમને પલ્લિપતિએ છૂટા કર્યા, એટલે શ્રીપુર નગર ગયા ત્યાં ગામ એટલે સ્વજનો-સગાઓએ વંદન કરી કહ્યું “તમે પ્રસંગ પર આવી ગયા. માટે અમારી સાથે તમારા નાના ભાઇની જાનમાં તમે પણ આવો.” આ પ્રમાણે તેઓએ આગ્રહ કરવાથી તેમની સાથે તે સાધુ તેજ રસ્તે ચાલ્યા, આ જાન ચાલતી ચાલતી જ્યાં તે ચોરનું સ્થાન હતું જગ્યા હતી ત્યાં આવી એટલે “મારો, મારો પડો, પકડો” એમ બોલતા ચોરો લૂંટવા માટે દોડ્યા, આ પ્રમાણે ચારે દિશામાં લોકો નાસતા હતા, લૂંટારાઓ લૂંટતા હતા તે વખતે મુનિ પાત્રા જમીન પર મૂકી નિઃશંકપણે એકાંતમાં કાયોત્સર્ગમાં રહ્યા. હવે તે સાધુને, તે પલિપતિએ પોતાના સેવકોને બોલાવીને કહ્યું, “આ પેલા સત્યવાદી મહામુનિ છે.” તેઓએ પણ તેને સારી રીતે ઓળખી ભક્તિભાવ પૂર્વક નમસ્કાર કર્યા. હવે તે સાધુની માતા તેઓને એકઠા થયેલ જોઇ મનમાં વિચારવા લાગી કે ‘નક્કી આ લોકો એકઠા થઇ સાધુને હેરના કરતા લાગે છે. માટે હું ત્યાં જઇ એમને સાધુને હેરાન કરતા રોકું' આમ વિચારી પુત્ર મોહથી મોહિત થઇ તે ત્યાં આવી, ત્યારે તેમને સાધુને વંદન કરતા તેમની સ્તુતિ કરતા જોઇને તે આશ્ચર્યપૂર્વક આ પ્રમાણે કહેવા લાગી. “હે અરે ! તમે તમારા આચાર વિરૂદ્ધ આ મુનિવંદન સ્તવન વગેરે કેમ કરો છો ?' આ પ્રમાણે તેને કહ્યું ત્યારે ચોરના નાયકે કહ્યું “હે માતા ! તું શું કહે છે ? આ. મહામુનિને નમસ્કાર કરવા વડે અમારા પૂરા જન્મના ઉપાર્જેલા પાપો પણ નાશ પામે છે. કારણ કે મહાત્માઓની સેવા સર્વ પાપોનો અંત કરનારી છે. આ જ મહાત્મા છે. કારણ કે એમનામાં સત્ય પૂરાવા સાથે દેખાય છે.” આ પ્રમાણે તે પલિપતિને સાધુની સ્તુતિ કરતો જોઇને તે કહેવા લાગી ‘તમે લોકોએ શી રીતે એનામાં સત્યવાદી પણું જોયું ?' આ પ્રમાણે તેને પૂછયું ત્યારે તેને કહ્યું “ગઇ કાલે વચન લઇને તેમને અમે છોડ્યા છે. આ પ્રમાણે તેને કહ્યું ત્યારે તે કહેવા લાગી, ‘આ તમને જાણતો હોવા છતાં પણ કહ્યું નહિ. માટે આ ચાકુ-છરી આપ જેનાથી મારું પેટ ફાડી નાંખ્યું કે જેમાં આ પાપી રહ્યો હતો, આ જાણતો હોવા છતાં
Page 134 of 191