________________
કહી છે. તથા સમુદ્રને પણ અટકાવી શકાય છે. પવનને પણ રોકવાનો ઉપાય થઇ શકે છે. પરંતુ હજુ સુધી. મનના નિરોધનો ઉપાય કોઇએ કર્યો નથી એમ હું માનું છું. ન વિચારવા યોગ્ય વિચારે છે. દૂર દૂર જાય છે. ભારેમાં ભારે ને મોટામાં મોટાને પણ ઓળંગી જાય છે. જેથી મન દુરાચારી સ્ત્રી જેવું મને ભાસે છે લાગે છે. (૨) મન:શુદ્ધિ વગર ક્યારે મુક્તિ થતી નથી. શ્રી યોગ શાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે કે મનરૂપ રાક્ષસ નિ:શંક પણે અંકુશ વગર તો રહે છે. યોગીપણાને અને ત્રણે જગતને સંસારાવર્તરૂપ ખાડામાં નાંખે છે
ફ્ટ છે. (૩૫) તપને તપનારા તથા મુક્તિમાં જવાને ઇચ્છનારા પ્રાણીઓને પણ વાયુના જેવું ચંચલ (અસ્થિર) મન જ્યાં ત્યાં (ગમે ત્યાં) ક્કી દે છે. (૩૬) જે મનનો રોધ કર્યા વગર યોગક્રિયાને યોગ શ્રદ્ધાને ધારણ કરે છે. તે પગ વડે ચાલીને ગામ જવાની ઇચ્છાવાળા પાગલા લંગડાની જેમ મશ્કરીને પાત્ર થાય છે. (૩૭) મનનો રોલ કરવાથી ચારે તરફ્ટી આવતા કર્મો પણ રોકાય છે. જેને મનનો રોધ કર્યો નથી તેના હિતો પણ પ્રસરી જાય છે-દૂર થઇ જાય છે. (૩૮) આ મનરૂપી વાંદરો ત્રણે જગતમાં રખડવામાં લંપટ છે. વ્યસનવાળો છે. માટે મોક્ષને ચાહનારા આત્માઓએ પ્રયત્ન પૂર્વક તેનો કબજો કરવો. (૩૯) પંડિતોએ
ક્ત એક મનની શુદ્ધિને જ નિર્વાણ માર્ગની દર્શિકારૂપે બુઝાયા વગરની દિપીકા-દીવડી રૂપે માન્ય રાખી. છે. (૪૦) મન શુદ્ધિ હોય છે તે, જે ગુણો નથી તે તે ગુણો છે. એમ સમજવું તથા મનની શુદ્ધિ નથી તો ગુણો ભલે હોય પણ તે ગુણો ન હોવા બરોબર છે. માટે બુદ્ધિમાનોએ મનની શુદ્ધિ જ કરવી (૪૧) જેઓ મન શુદ્ધિને ધારણ કર્યા વગર-રાખ્યા વગર મોક્ષ માટે તપ કરે છે. તેઓ નાવ-હોડી છોડી બે હાથ વડે મહાસમુદ્ર તરવાની ઇચ્છા રાખે છે (૪૨) તપસ્વીનું ધ્યાન મન:શુદ્ધિ વગર સર્વથા નકામું થાય છે. જેમાં આંધળા આગળ રાખેલું દર્પણ (૪૩) માટે શુદ્ધિને ઇરછનારાઓએ અવશ્ય મન:શુદ્ધિજ કરવી, શ્રુત ભણવું કે ઇન્દ્રિયદમન વગેરે કાયકષ્ટ રૂપ બીજી પ્રવૃત્તિઓથી શું ? (૪૪) વગેરે ભાવના વડે ‘વિક્રાંતH' વગેરે શ્લોક સુધી અધિકાર કહેવો તથા અહિં ભવભાવના કથા સહિત કહેવી. માટે ધર્મધ્યાન શુક્લધ્યાન કરવામાં સાવધાન મુનિભગવંતોએ આતરોદ્રધ્યાનનાં વિષયમાં જતા મનને બિલકુલ રોકવું જોઇએ. કારણ કે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે અને રીદ્રધ્યાન નરકગતિનું કારણ છે. કહ્યું છે કે “# ૨ તિરિયાઈWITU[ J[dHU TU આ મન ગુપ્તિનું કરવા કે ન કરવા બાબતે કોંકણ દેશના સાધનું દ્રષ્ટાંત જાણવું.
દ્રષ્ટાંત - (૧) કોંકણ દેશમાં કોઇક વાણીયો રહેતો હતો. તે દર વર્ષે ખેતી કરી મુસાફ્રોને જમાડતો હતો. તેથી દેશના નામ વડે જ લોકોમાં તે ‘કોંકણ’ રૂપેજ પ્રસિદ્ધ થયો. એક વખત તેને સાધુ પાસે ધર્મ સાંભળી કુટુંબનો મોહ છોડી વૃદ્ધાવસ્થામાં કર્મને બાળવા માટે વ્રત-દીક્ષા લીધી, એક વખત વર્ષાઋતુમાં માનું પરઠવી ઇરિયાવહી કરતી વખતે કાઉસ્સગ્નમાં ઉભા રહ્યા. ઘણો સમય વિત્યા પછી તેને કાઉસ્સગ્ગ પાર્યો ત્યારે ગુરુએ પૂછયું “હે સાધુ ! તમે આટલા વખત સુધી શેનું ધ્યાન કર્યું ?' તેને કહ્યું
જ્યારે હું ગૃહસ્થ હતો ત્યારે ઉનાળો પૂરો થાય એટલે બધા ખેતરોમાંથી ઝાડો ઉખેડી અગ્નિ સળગાવું અને વેલડીઓ ભાંગી નાંખું, ત્યાર પછી વરસાદ વર્ષે ત્યારે અનાજ વાવીએ. ત્યારે ઘણું અનાજ ઉત્પન્ન થાય છે) થતું હતું. વર્તમાનમાં-હાલમાં મેં દીક્ષા લીધા પછી મારા દીકરાઓ ખેતીમાં કુશળ ન હોવાથી નિશ્ચિતપણે બેસી રહ્યા હશે. જો તેઓ આ પ્રમાણે કરે તો સારું નહિ તો તે બિચારા ભૂખથી પીડાયેલ પેટવાળા મરી જશે. આ પ્રમાણે મેં જીવદયા વિચારી.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે શ્રી ગુરૂએ કહ્યું “હે ભદ્ર ! તમે દુર્ગાન કર્યું છે. કારણ કે જીવ સમૂહના નાશ વગર ખેતીકામ થાય નહિ. માટે આ દુચિંતન કરવા બદલ મિચ્છામિ દુક્કડ આપો આ પ્રમાણે ગુરૂવરે કહ્યું.”
Page 132 of 191