________________
છતાં પણ સેંકડો અપરાધો (પ્રયત્નો) કરીને પણ જાણી શકતા નથી, પૂજ્ય શ્રી ધર્મદાસ ગણિજીએ સર્વ ઉપદેશ વડે વિશાળ એવી ઉપદેશ માળામાં કહ્યું છે કે ‘ અબહુશ્રુત તપસ્વી પથને જાણ્યા વગર વિચરવાની ઇચ્છાવાળા સેંકડો અપરાધ (પ્રયત્નો) કરીને પણ જાણી શકતા નથી, (૧) જે દેવસિરાઇય શુદ્ધિ અને વ્રતના અતિચારને જાણતા નથી, તેવા અવિશુદ્ધની ગુણશ્રેણી વધતી નથી તેટલી ને તેટલી જ રહે છે, (૪૧૨-૪૧૩) અલ્પાગમી થઇને જે અતિદુષ્કર તપને કરે છે. તે કષ્ટને (કલેશને) પામે છે. સુંદર બુદ્ધિ એ કરેલું ઘણુ પણ સુંદર હોતું નથી (૪૧૪) શ્રુતના નિષ્કર્ષને એટલે રહસ્યને જેણે અભિન્ન એટલે ટીકા વગરના માત્ર શ્રુત (સૂત્ર) ના અક્ષર અનુસાર અનુસારેજ ચાલવાના સ્વભાવવાળા એવા સાધુનું સર્વ ઉધમવડે કરેલું ક્રિયાનુષ્ઠાન વગેરે અજ્ઞાન તપકષ્ટમાં જ ખપે છે. (૪૧૫) જેમ કોઇ માણસે કોઇ પથિકને માર્ગ દેખાડ્યું તે પણ તે માર્ગના વિશેષને એટલે આ રસ્તો જ ખપે છે. જમણી બાજુ જાય છે કે ડાબી બાજુએ જાય છે ?’ વગેરે રૂપ વિશેષ સ્વરૂપ તે નહી જાણતો એવો તે પથિક અવશ્ય કષ્ટ પામે છે. તેમ લિંગ વેષ અને આચારને ધારણ કરનારા સાધુ સૂત્રના અક્ષરના અનુસારે ચાલવામાત્રથો કષ્ટને પામે છે. (૪૧૬) કલ્પ્ય અકલ્પ્સ, એષણા અનેષણા ચરણ કરણ શૈક્ષવિધિ પ્રાયશ્ચિતવિધિ, દ્રવ્ય વગેરે ગુણોમાં સમગ્ર, પ્રવ્રાજન વિધિ. ઉત્થાપન, આર્યવિધિ, સમગ્ર, ઉત્સર્ગ અપવાદ વિધિને ન જાણનારો કેવી રીતે જયણા કરી શકે ? (૪૧૭૪૧૮) આ કારણથી થોડી પણ (જ્ઞાન) બુદ્ધિ હોય તો સંપૂર્ણ પ્રયત્નપૂર્વક હંમેશા શ્રુતજ્ઞાનનાં અભ્યાસમાં જાણવા બાબતમાં પ્રયત્ન ન છોડવો. કહ્યું છે કે જો તું જ્ઞાન શીખવાની ઇચ્છા કરતો હોય તો દિવસમાં એક પદને ધારણ કર (ભણ), પખવાડીયે અર્ધશ્લોકને ધારણ કર પણ ઉધમ ન છોડીશ.(૧) અથવા આશ્ચર્ય જુઓકે શીતલ અને કોમળ-નરમ, પ્રવાહી હોવા છતાં પણ પાણી પર્વતને થોડો થોડો વહન કરવા દ્વારા ભેદી નાખે છે. (૧) તથા જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે તે ન્યાયથી બધી વિધાઓ ધર્મ અને ધનની વૃદ્ધિ થાય છે. (૧) શ્રુતનો અભ્યાસ પણ સમ્યગ્દર્શનવાળાને જ જ્ઞાનરૂપે પરિણમે છે. મિથ્યાદ્રષ્ટિઓને નહી. કહ્યું છે કે સત્ અસત્ની વિશેષતા વગર, ભવના કારણરૂપ હોવાથી જ્ઞાનના ફ્ળનો અભાવ હોવાથી મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાન હોય છે. (૧)
આ કારણથી શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરનારા ધર્મીઓએ શ્રી અરિહંતે કહેલ સમગ્ર તત્વની સમ્યક્ શ્રદ્ધારૂપ શ્રી સમ્યગ્દર્શનમાં મનનું સ્થિરિકરણ કરવું. જેથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી નિયમા અપાઈપુદ્ગલપરાવર્ત પ્રમાણ સંસાર સ્થિત રહે છે કહ્યું છે કે અંતર્મુહૂર્ત માત્ર પણ જેમણે સમ્યક્ત્વ સ્પર્શે છે તેઓને અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર રહે છે. (૧) અને આ સમ્યગ્દર્શનના જે દાતાર હોય તેમના ઉપકારનો બદલો વાળવો અશક્ય જ છે. સર્વગુણ યુક્ત કરોડો, હજારો, પરોપકાર કરવાવડે જેને સમ્યક્ત્વ આપ્યુ છે તેને મહાનંદરૂપ મોક્ષમાં રહેલ અનંત, અપ્રતિમ, અનુપમ અપ્રમેય, અદ્વિતીય, સુખને પણ આપ્યું છે, તેથી શાશ્વત સુખ આપવા રૂપ ઉપકારવડે જે ઉપકાર કર્યો છે. તેવો ઉપકાર ત્રણે જગતમાં બીજો કોણ કરવાનું જાણે છે, જેથી જેના પર ઉપકાર કરીયે તે સુખી થાય છે, અને મોક્ષ સુખ જેવું બીજુ સુખ ત્રણ જગતમાં ક્યાંય પણ નથી, કહ્યું છે કે ‘તે સુખ મનુષ્યોને નથી કે સર્વ દેવોને પણ નથી, જે અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરેલ સિદ્ધોને હોય છે. (૨) સિદ્ધ સુખની બધી રાશિ-(ઢગલા)ને એકઠી કરીયે અને તેનો અનંત વર્ગ કરીએ તો સર્વ આકાશમાં પણ સમાવેશ થતો નથી.(૨) આ સમ્યગ્દર્શનને જે સારી રીતે આરાધે છે.(પાંચ અતિચાર વગર) તેમની આજ્ઞા દેવોપણ સારી રીતે પ્રસન્નમનપૂર્વક માને છે. કહ્યું છે કે અચલિત સમ્યક્ત્વવાળાઓની આજ્ઞાને દેવો પણ ભક્તિથી કરે છે.’ જેમ અમરદત્તની ભાર્યાનું અથવા રાજા વિક્રમ વગેરેની જેમ માને છે. અમરદત્તની ભાર્યા તથા રાજા વિક્રમનું સ્થાનક શ્રી પુષ્પમાળાની
Page 130 of 191