________________
જણાવી જ્ઞાન વિરાધના પરિહરું એમ જણાવે છે.
૧૮. ક્શન વિરાધના દશનાચાર
હવે દર્શનાચારનું કંઇક સ્વરૂપ પ્રરૂપે છે. શ્રી સમ્યગદર્શનનાં નિઃશંક્તિપણું, નિરાકાંક્ષપણું વગેરે આઠ આચારો થાય છે. એમાં દેશ શંકા અને સર્વશંકાના ત્યાગરૂપ નિઃશંકત્વ આચાર છે. (૧) એમાં દેશ. શંકા એટલે કે “જીવત્વ બધામાં સમાનપણે હોવા છતાં એક ભવ્ય છે બીજો અભવ્ય છે એવો ભેદ શી રીતે ઘટી શકે ? વગેરે (૨) સર્વશંકા એ છે કે પ્રાકૃત ભાષા બદ્ધ આ સિદ્ધાંત સર્વજ્ઞ પ્રણીત છે કે પછી કોઇક બુદ્ધિશાળી બીજા માણસે રચેલ છે ?' વગેરે કલ્પનાઓ કરવારૂપ સર્વશંકા જાણવી. (૨) દેશ અને સર્વ આકાંક્ષાના ત્યાગરૂપ નિરાકાંક્ષતા આચાર :- તેમાં દેશથી આકાંક્ષા તે છેકે કોઇક કુધર્મીના ધર્મનો દયા વગેરેનો અંશ જોવાથી તે ઇચ્છા કરવાથી જાણવી, સર્વથી આકાંક્ષા બોઢ, સાંખ્ય વગેરે બધાયે ધર્મોની આકાંક્ષા કરવાથી છે, તથા (૩) શ્રી અરિહંતની ઉપદેશેલ ક્રિયાઓના ળની બાબતમાં નિ:સંશયપણા રૂપ ત્રીજો નિર્વિચિકિત્સા રૂપ આચાર છે. અથવા વિદશબ્દ જ્ઞાન અર્થમાં છે. વિવિદત્ત // Qિછે તેને લોપવાથી વિદ શબ્દ થાય છે. વિદુ એટલે સાધુઓ તેમના મેલથી ગંદા થયેલા શરીર વગેરેની જુગુપ્સાના ત્યાગ કરવાથી નિર્વિજુગુપ્સારૂપ આચાર જાણવો. (૪) મૂઢદ્રષ્ટિપણે દેશ અને સર્વ ભેદથી બે પ્રકારે છે. તેમાં દેશથી અન્ય ધમીઓના બાળતા વગેરે તથા વિદ્યામંત્ર વગેરેના ચમત્કારો, રાજા વગેરે દ્વારા થયેલ તેમની પૂજા જોઇ અથવા તેમના આગમાદિ સાંભળીને થોડો બદ્વિમાં વ્યામોહ થવાથી મઢ બનેલ એટલે સ્વભાવથી ચલિત થયેલ જે સમ્યગદર્શનરૂપ દ્રષ્ટિ જેમને હોય તે દેશમૂઢ દ્રષ્ટિ કહેવાય તેનો જે ભાવ તે દેશમૂઢ દ્રષ્ટિd. (૨) સર્વથી એટલે બિલકુલમૂઢ એટલે સ્વભાવથી ચલિત થયેલ દ્રષ્ટિ જેમની છે. તે સર્વમુઢદ્રષ્ટિ તેનો ભાવ સર્વ મૂઢદ્રષ્ટિવ. બન્ને પ્રકારના મૂઢદ્રષ્ટિપણાનો ત્યાગ તે અમૂઢદ્રષ્ટિવાચાર છે. (૫) ઉપવૃંહણ એટલે પ્રશંસા તે બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં જ્ઞાન, દર્શન સંયમના વર્તનમાં ઉધત-પ્રયત્નશીલ સાધર્મિકોની તથા સાધુ વગેરેનાં તે ગુણોની પ્રશંસા કરવાવડે તેમના ઉત્સાહ વધારવાના કારણરૂપ જે પ્રશંસા તે પ્રશસ્ત. કહ્યું છે કે “તપ, વૈયાવચ્ચ, વિનય, સ્વાધ્યાય વગેરે યોગોમાં” પ્રયત્નશીલ શિષ્યોની પ્રશંસા કરવાથી ઉપબૃહણા વિનય છે. (૧) બૌદ્ધ ચરક-નાસ્તિક વગેરે મિથ્યાત્વીઓની પ્રશંસા અપ્રશસ્ત છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશંસા કરવાથી અને ન કરવાથી ઉપબૃહણા આચાર થાય છે. (૬) સ્થિરિકરણ બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત છે, તેમાં સંયમ, તપ, વૈયાવચ્ચમાં સીદાતા સાધર્મિકો અથવા સાધુઓને યથાયોગ્ય આલંબન એટલે ટેકો આપવાવડે સ્થિરતા કરવી તે પ્રશસ્ત અને અપ્રશસ્ત અસંયમ વિષયક જાણવી. આ બંને પ્રશસ્ત, અપ્રશસ્ત સ્થિરિકરણને કરવા ન કરવા દ્વારા સ્થિરિકરણ આચાર થાય છે. (૭) વાત્સલ્ય બે પ્રકારે છે પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં પ્રશસ્ત આચાર્ય, ગ્લાન, પ્રવર્તક, તપસ્વી. અસહુ, બાળ, વૃદ્ધ વગેરેની ગોચરી, પાણી, ઉપધિ વગેરે લાવી આપવા દ્વારા સમાધિ આપવારૂપ છે. હ્યું છે ક‘આચાર્ય, (ગુરુ) ગ્લાન, તપસ્વિ, બાળ વગેરેને વિશેષ વિશેષ પ્રકારે આહાર વગેરે દ્વારા. સંપૂર્ણ સેવા કરવી તે સાધર્મિક વાત્સલ્ય છે.' (૧) પાર્થ-પાસત્યા, ગૃહસ્થ વગેરેને આધારરૂપ એટલે આહારાદિ આપવા રૂપ અપ્રશસ્ત વાત્સલ્ય જાણવું. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત વાત્સલ્ય કરવા ન કરવા રૂપ વાત્સલ્ય આચાર છે. (૮) જેના દ્વારા પ્રવચન-શાસન પ્રભાવિત અથવા પ્રકાશિત થાય તે પ્રભાવના, જો કે પ્રવચન શાસન શાશ્વત હોવાથી, તીર્થકરવડે રચિત હોવાથી દેવદાનવો વડે નમસ્કારિત હોવાથી જાતે જ
Page 128 of 191