________________
(૭) શ્રી આગમની વ્યાખ્યારૂપ અર્થોને યથાવસ્થિત પ્રરૂપવા તે અર્વાચાર. (૮) “મોકૂંભ મુp #હિંસાઈ01/ર મi Qા વિ તરસ નરપતિ મે ચમત (૧) વગેરેની જેમ ઉભયને
ફાર કરવા નહી તે તદુભયાચાર, આથી જ આ આચારો વિપરીત રૂપે આચરે તો આઠ જ્ઞાનના અતિચાર થાય છે. આ અતિચારમાં સહુથી મોટો અતિચાર સૂત્ર, અર્થ ને તદુભયનો જે નાશ કરવો તે છે, કારણ કે તેના નાશથી ચારિત્રનો નાશ છે. ચારિત્રનાં નાશથી મોક્ષનો અભાવ છે અને મોક્ષનો જ અભાવ થાય તો દીક્ષા વગેરે વ્યર્થ નકામા થઇ જાય, “અકાલ સ્વાધ્યાય' વગેરેનું સ્વરૂપ શ્રી આવશ્યક નિર્યુક્તિમાંથી જાણી લેવું. કારણકે તેનો ઘણો વિસ્તાર હોવાથી ગ્રંથનું પ્રમાણ વધી જવાના કારણે તેનું વિવેચન કર્યું નથી, એ પ્રમાણે આઠ જ્ઞાનાચાર અતિચાર સહિત કહ્યા છે.
આ જ્ઞાનાચારના આચારના પાલનથી વિપરીતપણે આચારનું પાલન કરવું તે જ્ઞાન વિરાધના. કહેવાય છે. જેમકે જ્ઞાન પ્રત્યે શત્રુતા રાખે. જ્ઞાની પ્રત્યે શત્રુતા રાખી જીવન જીવે, ગુરૂને ઓળવવા એટલે જે ગુરૂ પાસે ભણ્યા હોય તે ગુરૂ એનાથી ઓછું ભણેલા હોય, ક્ષયોપશમ ભાવ ગુરૂનો ઓછો હોય તો ગુરૂનું નામ બોલતા શરમ આવે તે ગુરૂને ઓળવ્યા કહેવાય. ગુરૂના નામને છુપાવવા-એ જ્ઞાન વિરાધના કહેવાય છે.
ગુરૂ ભગવંતના આહાર-પાણીથી ભક્તિ કરવાના બદલે આહારપાણી આદિમાં અંતરાય કરવો, આહાર ન લાવવો, ટાઇમસર આહાર ન વાપરવો, પાણી ટાઇમસર ન આપવું તથા ગુરૂ પ્રત્યે અને જ્ઞાના પ્રત્યે દ્વેષ કરવો, જેમકે ભણીને શું કામ છે એના કરતાં ન ભણેલા અમે સારા છીએ, ભણીને પણ જે ગુણો પેદા કરવાના છે એ ગણો પેદા થયા નથી એમના કરતાં અમારામાં ગુણો સારા છે ઇત્યાદિ અનેક પ્રકારની વિચારણાઓ કરીને, વચનો બોલીને જ્ઞાન પ્રત્યે, જ્ઞાની પ્રત્યે દ્વેષ બુધ્ધિ રાખવી એ જ્ઞાનની વિરાધના કહેવાય છે તેમજ અકાળે સ્વાધ્યાય કરવો, જ્ઞાની ભગવંતોએ જે ટાઇમે જે સૂકો કરવાના કહેલા હોય તે સમય એટલે ટાઇમ સિવાય બીજા ટાઇમે એ સૂત્રો કરવા, સ્વાધ્યાય કરવો તે અકાળે કહેવાય છે. જેમકે રોજ માટે સૂર્યોદય પહેલાની બે ઘડી, મધ્યાહૂકાળની એક ઘડી આગળની એક ઘડી, પાછળની, સાંજના સૂર્યાસ્ત પછીની બે ઘડી અકાળ કહેવાય છે. એ ટાઇમે સૂત્રો ભણવા-ગોખવા, સ્વાધ્યાય કરવો એ અકાળ કહેવાય છે. એ અકાળે સૂત્રો ભણવા વગેરેથી જ્ઞાનની વિરાધના થાય છે. એવી જ રીતે મનથી જ્ઞાનની વિરાધના કરવાથી જીવોને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ ઓછો મળે છે, યાદશક્તિ ઓછી પ્રાપ્ત થાય છે, મહેનત કરવા છતાં પણ જ્ઞાન ચઢે નહિ તેમજ ગાંડાપણું મૂઢપણું અને કોઇપણ વાતની વિચારણા ન કરી. શકે એટલે વિચાર શક્તિ હીન પ્રાપ્ત થાય છે.
વચન બોલીને જ્ઞાનની વિરાધના કરવાથી મૂંગાપણું, તોતડાપણું, વ્હેરાપણું, આંધળાપણું આદિ પ્રાપ્ત થાય છે એટલે કે મુખના-નેત્રના અને કાનના અનેક પ્રકારના રોગો પ્રાપ્ત થાય છે કે જેથી જીવો જ્ઞાના ભણી શકે નહિ.
કાયાથી જ્ઞાનની વિરાધના કરવાથી જીવોને લુલાપણું, લંગડાપણું, ઠંડાપણું. શરીરના અંગોપાંગમાં અનેક પ્રકારના રોગો પેદા થાય કે જેથી અભ્યાસ કરી શકે નહિ અને જ્ઞાન પ્રાપ્ત થઇ શકે નહિ.
મન-વચન અને કાયા એ ત્રણેથી વિરાધના કરવાથી જીવોને દરેક અંગોપાંગ આદિમાં રોગાદિ પ્રાપ્ત થાય છે આથી ભણાવવા છતાં પણ એ જીવોને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આથી જ્ઞાન વગર જીવો પોતાનો જન્મ ફોગટ ગુમાવી રહેલા હોય છે.
આથી જ્ઞાની ભગવંતો જ્ઞાનની વિરાધના ન થાય એ રીતે જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ એમાં
Page 127 of 191