________________
ત્યારે શ્રી ગુરૂની સમક્ષ-આગળ તે પાપનું મિચ્છામિ દુક્કડં આપી તે પાપની શુદ્ધિ માટે ફ્રી કાઉસ્સગ્નમાં રહ્યા. તે કાઉસ્સગ્નમાં રહીને તે દુચિંતનની નિંદા કરતા ક્ષપક શ્રેણિ પર આરુઢ-થઇ કેવલજ્ઞાન પામ્યા. જેમ આ મહાત્માએ પહેલા મનનો રોધ ન કયાં તેમ બીજા સાધુઓએ ન કરવું. અને જેમ એમને પાછળથી મનનો રોધ જે રીતે કર્યો તેમ બીજા સાધુઓએ પણ કરવો જોઇએ. આ પ્રમાણે મનોગુપ્તિનું સ્વરૂપ કહ્યું. કેવું મન મનોગતિ?
આ ત્રણેય પ્રકારની મનોગતિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેકને માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનાગુતિને ધ્યેય રૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુવેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોગતિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોગતિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માને છે કે
_ “विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तन्झै-मनोगुप्तिरुदाहता ।। १ ।।" અર્થાત – મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ-કલ્પના જાલની વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરતું આવા પ્રકારનું જે મન, તેને મનોગતિ ક્રમાવી છે.
આર્ત અને રોદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુક્ત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગતિ : શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી માધ્યચ્ય પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનેલું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોતિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે.
વચનામૃતનું સ્વરૂપ
તે સત્ય, અસત્ય વગેરે ભેદોએ ચાર પ્રકારનાં છે. (૧) સત્ય વચન વિષયક સત્ય વચન ગુપ્તિ (૨) અસત્યવચન વિષયક અસત્ય (3) સત્યમૃષા વચન વિષયક સત્યામૃષા (મિશ્રા) અને (૪) અસત્ય અમૃષાવચન વિષયક અસત્યામૃષા આ ચાર પ્રકારની વચનગુતિ વચન વિષયક છે. તે વચનને શુદ્ધ પુણ્યનાં અર્થી જીવોએ (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભમાં જવા ન દેવું. (૧) સંરંભ એટલે બીજાના જીવને નાશ કરવામાં સમર્થ એવી તુચ્છ વિધામંત્ર વગેરેના જાપ-પરાવર્તનના સંકલ્પ સૂચક જે ધ્વનિ-અવાજ એ પ્રમાણે સંકલ્પ શબ્દનો વાચ્ય અર્થ જાણવો. (૨) સમારંભ એટલે બીજાને પીડાકારક મંત્ર વગેરેનું પરાવર્તન-જાપ કરવો. (૩) આરંભ એટલે બીજાના પ્રાણ નાશ થાય-મૃત્યુ થાય એવા મંત્ર વગેરે જાપવા. મુનિપંગવોએ આ ત્રણેમાં પોતાના વચનોને પ્રવર્તાવવા જ નહિ. કારણ કે અકુશલ (અશુભ) વચનનો રોધ અને કુશલ (શુભ) વચનની ઉદીરણા એને એકત્વ વચન ગુપ્તિ કહેવાય છે. ક્યું છે કે “અકુશલ વચનનો નિરોધ, કુશલ વચનની ઉદીરણા તથા એકત્વપણું આ નિર્વિકલ્પ વચનનાં પ્રસારને મહર્ષિઓએ વચનગુણિી
Page 133 of 191