________________
શ્રી જિનશાસન એટલે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન અને શ્રી જિનશાસનના આરાધકો એટલે વિરાગી આત્માઓ, આ માનો છો ?
સભા૦ હાજી. સમ્યગદ્રષ્ટિ ત્યાગી ન હોય પણ વિરાગી તો હોય ને ? સભાવ હાજી. અને વિરાગી ક્યારે ત્યાગી ન બને ? સભાઓ બને તો ત્યાગ કરે. ત્યાગ શક્ય હોય તે છતાં વિરાગી ત્યાગ ન કરે, એ બને ? સભા નહિ જ.
તો પછી તમે બધા ત્યાગને તમારે માટે અશક્ય માનો છો ? ત્યાગ તમારે માટે શક્ય નથી માટે જ ત્યાગી બનતા નથી ને ?
સભાને એમ ન મનાય ? એમ ન જ મનાય, એમ કહેતો નથી : પરન્તુ એમ ક્યારે મનાય તે તો જોવું પડશેને ? સભાઓ હાજી.
ત્યારે વિચારો કે- “ક્યારે હું ત્યાગી બનું' એવી ભાવના તમારામાં છે ? “હું કમનસિબ છું કે-મારાથી વિરતિધર્મ સ્વીકારી શકાતો નથી.' -આવી વિચારણા આવે છે ?
“ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જે પુણ્યાત્માઓ નાની ઉંમરમાં પણ સંસારના ત્યાગી બનીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ વર્તી-ચારિત્રપાલન કરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે !' –આવા વિચારો આવ્યા કરે છે ?
“ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું સર્વશ્રેષ્ઠ, અનુપમ અને પરમ કલ્યાણકારી શાસન પામવા છતાં તેમજ નિશ્રા લેવા યોગ્ય સુગુરૂનો યોગ પામવા છતાં અને આરાધનાના માર્ગની થોડી-ઘણી પણ જાણ થવા છતાં, હું વિરતિધર્મની સાધના કરી શકતો નથી, એ મારો કેવો કારમો અશુભોદય ?' –આવો આત્મતિરસ્કાર અત્તરમાં અવસરે અવસરે પણ પ્રગટે છે ખરો ?
“સંસારમાં રહેવાથી મારા આત્માનું ભયંકર કોટિનું અહિત થઇ રહ્યું છે” -એમ લાગે છે ખરૂં? આવું મનુષ્યપણું મળવા સાથે ભલે મને લક્ષ્મી ન મળી હોત, બાયડી-છોકરાં ન મળ્યાં હોત, સત્તા ને આબરૂ ના મળી હોત, પણ જો એક માત્ર શ્રી જિનાજ્ઞાની સુન્દર પ્રકારની આરાધના મળી હોત તો મારો આ જન્મ સદ્ઘ થાત : જ્યારે આ તો બાયડી-છોકરાં વિગેરે મળવા છતાંય મારો મનુષ્યજન્મ નિફ્લ જ નહિ પણ નુક્શાનકારી બની રહ્યો છે !' –આ પ્રકારની આત્મવેદના અનુભવો છો ખરા ?
આવતા ભવમાં ભલે હું દરિદ્રપણાને પામું, દાસપણાને પામું, પણ શ્રી જિનાજ્ઞાની ઉત્કટ આરાધના મળે તો બસ છે !' –આવોય ઇચ્છાનિરોધ થાય છે ?
આ બધું થતું હોય તો વિચારી જૂઓ અને તે પછી વિચારો કે- “હું ત્યાગી નથી બનતો તે સંસારરાગના કારણે કે મારે માટે ત્યાગ અશક્ય છે એથી ?'
"तत्थसाअव्वाई नराडमर-सिवसुढजणयाई अत्थसाराई ।
सवनुभासिआइ, भुवणम्मि पइट्ठिअजसाई ।।"
Page 123 of 191