________________
તેમાં એટલે “સાંભળવા યોગ્ય, પ્રશંસા યોગ્ય, તજવા યોગ્ય અને આચરવા યોગ્ય' –એ ચારમાં, સાંભળવા યોગ્ય શું છે ? કથાકાર પરમર્ષિ માવે છે કે-જગતમાં જો કોઇ પણ વસ્તુ સાંભળવા યોગ્ય હોય, તો તે શ્રી સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં વચનો છે. આત્માના હિતને માટે સાંભળવા લાયક વસ્તુ તરીકે એ જ છે. બીજું સાંભળવું પડે તોયે કચવાતે મને સાંભળવું. એમ થાય કે-ક્યારે એવો પ્રસંગ આવે કે એ જ સાંભળવા મળે અને બીજું સાંભળવા ન મળે. એવો દિવસ ક્યારે આવે, એવી ઝંખના શ્રાવકને પણ હોય કે નહિ ? એ દશા આવવી જોઇએ કે-બીજાં વચનો કદાચ કાને આવે, તોય એનો અંતરમાં ખોટી અસર થાય નહિ. ઘરમાં કુટુંબીઓને પણ કહેવું કે- “એવી વાત કરો કે જે શાસનને અનુસરતી હોય. છેવટે જે વાત શાસનને બાધ કરનારી હોય તે તો કહેશો જ નહિ.' આવું ઘેર જઇને કહેશો ને ? જ્ઞાનિઓ માને છે કેશ્રી સર્વજ્ઞ પરમાત્માનાં કહેલાં વચનો સાંભળવા યોગ્ય છે, છતાં એ રોજ નિયમિત અખલિતપણે સાંભળવાની જેવી જોઇએ તેવી ઇરછા નથી થતી, એ દશા કરી ? શ્રી જિનવાણીના શ્રવણ વિનાનો એક પણ દિવસ જવો જોઇએ નહિ : અને જે દિ' શ્રી જિનવાણીનું શ્રવણ ન મળે કે ન થાય, તે દિ’ ચેન પડવું જોઇએ નહિ. શાસ્ત્ર કહે છે કે-જ્યાં શ્રી જિનવાણીનું શ્રવણ કરવા વિગેરેની સામગ્રી જ ન હોય, ત્યાં શ્રાવકે વસવું જોઇએ નહિ. શ્રી જિનવાણીના શ્રવણ વિનાનો દિવસ ન જાય, એવા સ્થળે વસી શકાય છે ને ? એવા ધર્માત્મા બનો તો એ સર્વથા અશક્ય નથી : આમ છતાં પણ કદાચ ન જ બને તો તેનું હૃદયમાં દુ:ખ ધરો. ત્યારે સાંભળવા યોગ્ય એક જ વસ્તુ છે. કયી ? શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો ! કેમ ? જે કાંઇ સારું છે તે એમાં છે. જે સારું નથી તે શાથી? શ્રી જિનવચનમાં નથી માટે ! આથી પરમ ઉપકારી કથાકાર પરમર્ષિ
માવે છે કે-સઘળાં સુખોને પેદા કરનાર શ્રી જિનવચનો છે. શ્રી જિનવચનોના સુખને જે અનુભવે, તે મુક્તિએ ગયા વિના રહે નહિ. મુક્તિએ ન જાય ત્યાં સુધી, એ ઇચ્છે નહિ તોય, માનુષી સુખો અને દેવતાઇ સુખો એનો પીછો છોડે નહિ : છતાં ખૂબી એ કે-જેમ જેમ માનુષી અને દેવતાઇ સુખો મળે, તેમ તેમ આની એ પ્રત્યેની અરૂચિ વધતી જાય. જેમ જેમ અરૂચિ વધતી જાય, તેમ તેમ મુક્તિ નજદિક આવતી જાય. આથી. સમજો કે-શ્રી જિનવચન જેના હૈયે વસ્યાં, તેના અશુભ દિન ગયા અને શુભ દિન આવ્યા. ત્યારે કહો કે-મારૂં ચાલે તો મારા નોકર, મારા આશ્રિત અને મારું કુટુંબ શ્રી જિનવચનથી વિરૂદ્ધ બોલનાર રહે નહિ એવી યોજના કરું ! શ્રી જિનવચનના જે કુળમાં ધનિ જ નહિ તે કુળ કેવાં ? જેનકુળ એવાં હોય ? કથાકાર પરમર્ષિ માવે છે કે-એ વચનો અર્થસાર છે. એ વચનો ગંભીર અર્થોથી ભરેલાં છે : અને એથી. ત્રણે ભુવનમાં એનો યશ પ્રતિષ્ઠિત થયેલો છે. અલ્પકાળમાં મુક્તિગામી આત્માઓને, લઘુકર્મી આત્માઓને એ વચનો રચ્યા વિના રહેતાં નથી. જે આત્માઓને મુક્તિની અભિલાષા હોય, સાચા સુખની અભિલાષા હોય, તે આત્માઓએ સમજવું જોઇએ કે-શ્રી જિનેશ્વરદેવોએ કહેલાં વચનો સાંભળવા યોગ્ય છે અને તે આત્માઓએ એના શ્રવણને ચૂકવું જોઇએ નહિ. આથી કથાકાર પરમર્ષિએ ક્રમાવ્યું કે- “સાંભળવા યોગ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો છે, કારણ કે-અ વચનો નરલોકના સુખનાં, અમર લોકનાં સુખનાં તથા શિવસુખનાં જનક છે : તેમજ અર્થસાર છે અને ભુવનમાં પ્રતિષ્ઠિત યશવાળાં છે !” પ્રશંસાને પાત્ર કોણ ?
આ રીતિએ “સાંભળવા યોગ્ય શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલાં વચનો છે' –એમ પહેલી આજ્ઞાને અંગે જણાવ્યા બાદ, બીજી આજ્ઞા જે પ્રશંસાયોગ્યની પ્રશંસા કરવી તે છે, તેને અંગે પ્રસંસાને પાત્ર કયી કયી વસ્તુઓ છે, તે દર્શાવતાં કથાકાર પરમર્ષિ અહીં માવે છે કે
Page 124 of 191