________________
થાય છે. કીર્તિ વધે છે. ગુણ વધે છે. કામરાગના પાત્ર પરથી રાગ ઉઠી જાય છે.
અબ્રહ્માના નુક્શાન - અબ્રહ્મચારીને સહેજે કામપાત્રનું ખેંચાણ રહે છે, એટલા પ્રમાણમાં દેવગુરુની ભક્તિમાં વાંધો પડે છે. ધ્યાનમાં અલના પડે છે. અબ્રહ્મચારીનું વીર્ય હણાય છે, ઇન્દ્રિયો નબળી પડે છે, ઓજસ દ્રાસ પામે છે, પાપવૃત્તિ હૃદયમાં ઘર કરે છે. હિંસાદિરૂપ પાપો કરતાં અબ્રહ્મનું પાપ એટલા માટે ભયંકર છે કે હજી કારણવશાત રાગ વિના પણ હિંસાદિ થઇ જાય. પરંતુ અબ્રહ્મ તો રાગ વિનાનું સેવાતું જ નથી. એક વખતના અબ્રહ્મના સેવનમાં બે થી નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય જીવોનો અને બીજા કેટલાક સંમૂરિચ્છમ જીવોનો નાશ થવાનું શાસ્ત્ર કહે છે.
બ્રહ્મચર્ય પાલનનો ઉપાય - વિચારવું તો એ જોઇએ છે કે અબ્રહ્મ સેવવામાં શું આજ સુધીના અનંત ભવોમાં બાકી રાખ્યું છે ? એકજ દેવતાના ભવમાં કરોડો દેવીઓના ભોગ મળે છે, કેમ કે દેવીનું આયુષ્ય દેવની અપેક્ષાએ બહુ થોડું હોય છે. તે દેવીઓ પાછી કાળી કુબડી નહિ, પણ સદા યૌવનવયની, ગોરી ગુલાબી રૂપસુંદરીઓ હોય છે. એવા દેવના ભવ પણ પૂર્વે અનંતા થઇ ગયા, તો કેટલી દેવીઓનો ભોગ થયો. ? અનંત ! તો પણ હજુ તૃપ્તિ નથી થઇ. આટલા બધા અબ્રહ્મના સેવનથી જે તૃપ્તિ ન થઇ તે અહીંના અભા કાળના તુચ્છ વિષયભોગથી થશે ? ના તૃપ્તિ નહિ, પણ અતૃપ્તિ વધશે. માટે જ જ્ઞાની માવે છે કે બ્રહ્મચર્યનું જ શરણ લો. જીવનભરના બ્રહ્મચારી બની સ્વ-પરને મંગળરૂપ બનો.
બ્રહ્મચારી નવ કિલ્લાની વચ્ચે વસે - બ્રહ્મચર્યના પાલન માટે ખાસ નવ વાડનું પાલન કરવાનું માવ્યું છે.દી.ત. પુરુષે (૧) સ્ત્રીવાળી વસ્તીમાં ન રહેવું. (૨) સ્ત્રીની કથા ન કરવી. (૩) સ્ત્રીનાં આસન પર ન બેસવું. (૪) સ્ત્રીના અંગોપાંગ ન નિરખવાં. (૫) ભીતના આંતરે થતા સ્ત્રી-પુરુષના આલાપ-સંલાપ પણ સાંભળવા નહિ. (૬) પર્વે કરેલી ક્રીડાઓનું બિલકુલ સ્મરણ ન કરવું. (૭) પ્રણીત એટલે ઘી-દુધ વગેરેથી ઘચબચતો આહાર ન વાપરવો. (૮) તેમ ખૂબ આહાર પણ ન વાપરવો. (૯) શરીરે શોભા-વિભૂષા. કરવી નહિ.
જંબુસ્વામી, સ્થૂળભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજયા શેઠાણી વગેરેના દ્રષ્ટાન્તો આખા આગળ રાખી વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં સદા સાવધાન રહેવું.
આ રીતે ચારિત્રનું પાલન કરીને અનંતા જીવો પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયેલ છે તો આ ચારિત્રને જાણીને એનો આદર કરીને ચારિત્રના પાલનની શક્તિ કેળવી આપણો આત્મા સિદ્ધિ ગતિને કેમ જલ્દી પામે એ રીતે ચારિત્રની આદરણા કરી આદરવું જોઇએ. ત્યાગપ્રધાન જીવન
પરન્તુ શ્રમણજીવન જ સાચી શાન્તિ આપનારું જીવન છે. આ જીવન જીવવું એ સહેલું નથી. ખાવાને માટે કોઇક વાર જેમ લાડવા મળે, તેમ કોઇકવાર ભૂખ્યા પણ રહેવું પડે. કોઇક વાર આગળ વાજાં પણ વાગે અને કોઇક વાર ધૂળ પણ ઉડે. ઉતરવાને માટે મકાનની સગવડ મળેય ખરી અને ન પણ મળે. આજીવન એવું છે કે-જેમાં ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ. જગ્યાનો માલીક જગ્યા આપે તો. વપરાય, નહિ તો એની સામે તકરાર ઉઠાવાય નહિ, પણ ચાલતાં થવું પડે. આવું ત્યાગપ્રધાન જીવન જીવાય, તો આવું જીવન જીવવાના પ્રતાપે પણ મનની ભૂખ વધુ સારી રીતિએ કાબૂમાં આવે. ત્યાણ પોતાને માટે અશક્ય છે માટે ક્રાતો નથી કે બીજું કોઇ કારણ છે-એ શોધો
Page 122 of 191