________________
તો નવું કમાવવાની ઇચ્છા થઇ, અથવા પાસે ભરપૂર છે તો કોઇ સંગીત, વાર્તાવિનોદ વગેરેની ઇચ્છા થઇ. આમ ઇચ્છાના રવાડે ચઢવામાં ઇરછાઓની સાયકલ ચાલ્યા કરે છે. એ પુરવામાં કેટકેટલી ચિંતા, હાડમારી, પરિશ્રમ વગેરે ઉઠાવવા પડે છે, એ તો નજરે દેખાય છે.
(૪) એમાં ક્યાક અપમાન તિરસ્કાર, ટોણાં પણ વરસે છે ને ?
(૫) ત્યારે નિરાશ થઇ. “આના કરતાં તો એના વિના ચલાવ્યું હોત તો સારું.' એવું કેટલીય વાર, ખેદ-પશ્ચાતાપ વગેરે થયું છે ને ? કેમ આ બધું ? કઇ ઇચ્છાના પાપે, લોભના વાંકે.
(૬) લોભથી ભાઇ ભાઇમાં ઝઘડા અને માબાપથી જુદાઇ થાય છે. તેમજ (૭) ધર્મમાં અખાડા, ગુરૂથી ડરી ડરીને છેટા ભાગવાનું, એવું એવુંય ખરું ને ?
(૮) તૃષ્ણાને વશપડી કાળાં કામ, છેતરપીંડી, પાપધંધા, ઉપકારીનો દ્રોહ, ગુણી ઉપર દ્વેષ-એવું એવું પણ બને છે.
લોભવશ કનકરથ રાજા પોતાના જન્મતા પુત્રના અંગછેદ કરાવતો જેથી એ રાજ્યગાદીને લાયક ન રહે. ચલણીએ પોતાના જ પુત્ર બ્રહ્મદત્તને લાખના ઘરમાં રાખી ઘર સળગાવ્યું. કોણિકે ઉપકારી પિતા શ્રેણિકને કેદમાં પુરી ફ્ટકા મરાવ્યા, વિનયરને ધર્મી ગુણીયલ અને પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું ખૂન કર્યું ! લોભ-તૃષ્ણા-મમતા શું શું અકાર્ય નથી કરાવતા ! કહો કે બધું કરાવે છે, એથી ભયંકર પાપો થાય છે, અને સર્વગુણો નાશ પામે છે, “પાપનો બાપ લોભ છે.'
(૯)સર્વાગ વિનાશoો ભોમ: એમ પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે. (૧૦) લોભમાં પૂર્વના મહામૂલા પુણ્ય ઘસાઇ જાય છે. (૧૧) લોભ મમતાના પાપોથી ભયંકર કર્મબંધ અને અનેક દુર્ગતિના ભવોમાં ભટકવાનું થાય છે.
માટે તો પૂર્વના પુણ્યનો નાશ, ગુણનાશ, પાપબંધ, અને બીજા ચિંતા-વ્યાસ-નકામી વેઠ વગેરેના દુ:ખોથી બચવા ઇચ્છનાર મુનિએ બધાના મૂળભૂત લોભથી પાછા ફ્રી નિર્લોભ, નિરીચ્છ, નિસ્પૃહ બનવાનું છે. એથી આત્માનંદ ઉપરાંત જગતના સન્માન મળે છે. “ન માગે દોડતું આવે? મોટા સમ્રાટ રાજાના પણ પૂજ્ય બનાય છે. આ લોભમુક્તિ ખૂબ અનુભવવી જોઇએ. તેમાં જેટલો કાપ તેટલું નક્કર સુખ .
૫ - ૫
યતિધર્મમાં પાંચમો છે તપ, તપ એ તો સંયમી સાધુનું આભૂષણ છે. મહાવ્રતો એ મુનિનું નિર્મળ શરીર, પરંતુ એના પર શોભાકારી અલંકાર છે તપ. તપ વિશાલ અર્થમાં-છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારે છે. બાહ્યમાં -
(૧) ખાવાના ટંકના ત્યાગ. (૨) ભૂખ છતાં થોડા કોળીયાનો ત્યાગ. (૩) ખાવાની કેટલીક વસ્તુઓના ત્યાગ. (૪) રસનો ત્યાગ. (૫) કાયાને કષ્ટિ. (૬) મન-વચન-કાયાનું સંગોપન. અભ્યત્તર તપમાં -
(૧) પ્રગટ કે છૂપા ગુનાના એકરારપૂર્વક ગુરૂ પાસેથી પ્રાયશ્ચિતનું ગ્રહણ અને સેવન. (૨) વિનય. (૩) વૈયાવચ્ચ. (૪) સ્વાધ્યાય. (૫) ધ્યાન(૬) કાયોત્સર્ગ.
આ બધોય તપ ખાસ સેવવા યોગ્ય છે.
Page 117 of 191