________________
તથાકાર સામાચારી નથી.
સૂકવ્યાખ્યાનાદિ ચાલુ હોય તેવા સમયે ગુરૂ કોઇ પણ વચન કહે, ત્યારે- “આપ જે માવો છો તે. તેમજ છે એમ કહેવું, એટલે કે-ગુરૂની આજ્ઞાને કોઇ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના જ સ્વીકારી લેવી, એનું નામ છે- ‘તથાકાર.”
(૪) આવશ્યકી-(૧) જ્ઞાનાદી કાર્ય અંગે, (૨) ગુરુની આજ્ઞાથી, (૩) ઇર્ષા સમિતિ આદિ આગમ રીતિનું પાલન કરવાપૂર્વક બહાર જવાના પ્રસંગે “આવસ્યહી' કહીને મકાન બહાર નીકળવાનું, તે આવશ્યકી' અહીં ત્રણ વિશેષણથી સૂચવ્યું કે
(૧) જ્ઞાનાદિ કાર્ય વિના નિષ્કારણ જવાનું કે હરવા ક્રવાનું હોય નહિ; કેમ કે એમાં રાગ અને પ્રમાદની વૃદ્ધિ તથા પોતાના સ્વાધ્યાયાદિ કર્તવ્યમાં હાનિ,...યાવત બહિર્ભાવ વગેરે પોષાય માટે જ આવસ્યહી બોલવામાં આ ઉપયોગ છે કે હું સંયમ-જીવનના આવશ્યક કાર્યાર્થે બહાર જઉં છું. જ્ઞાન-દર્શન-ચારિત્રને અપોષક કાર્ય સાધુએ કરવાના હોય જ નહિ.
(૨) બીજું ગુરુ-આજ્ઞાથી' કહ્યું; એ. સાધુ જીવનમાં ગુર્વાજ્ઞા પૂર્વક જ બધું કરવાનું એમ સૂચવે છે.
(૩) ત્રીજું, આગમની રીતે ગમન કહ્યું, તે સમિતિ-પાલન સાથે, પણ દોડાદોડ નહિ, સંભ્રમ કે મૂચ્છ નહિ, વગેરે સાચવવાનું સૂચવે છે. કેમકે દોડાદોડમાં સમિતિ ન સચવાય, યા કદાચ ઠોકર ખાઇ જવાય; સંભ્રમમાં કોઇ સાથે અથડાઇ પડે, તથા મૂચ્છ-મમતામાં ગોચરી દોષિત ઉપાડે,...આવા બધા. દોષોનો સંભવ છે. આવશ્યકી એ સાધુજીવનના પ્રતિક્રમણાદિ આવશ્યકોથી યુક્ત સાધુની જ સાચી ગણાય; તેમજ બહાર જતાં પહેલાં લઘુનીતિ-વડીનીતિની સંજ્ઞા ટાળીને પછી “આવસ્યહી' કહી બહાર નીકળવાનું.
જ્ઞાનાદિના કારણે ઉપાશ્રયની બહાર ગયા વિના ચાલે તેમ ન હોય, એવો પ્રસંગ આવી લાગે ત્યારે‘આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું.” આ પ્રમાણે ગુરૂ પ્રતિ નિવેદન કરવું, એનું નામ છેઆવશ્યકી.”
(૫) નૈવિકી - બહારથી આવી મુકામમાં પેસતાં નિસીહી કહેવી જોઇએ. એ નિષેધના નિષેધ માટે કહેવી જોઇઅ ગુરુની અવગ્રહ ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક અર્થાત્ અસત્ પ્રવૃત્તિનો ત્યાગ કરીને જ થાય, તોજ તે ઇષ્ટ દ્ય સાધક બની શકે. મકાન માંથી નીકળતા પેસતાં આવસ્યહી નિસીહી બોલવાનું ખાસ લક્ષ જોઇએ.
ઉપાશ્રયની બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થઇ જાય એટલે સાધુ ફ્ર ઉપાશ્રયમાં આવી જાય. એ વખતે ઉપાશ્રયમાં પેસતાં સાધુ નિસિહી બોલે છે. અર્થા-બહારના વ્યાપારના નિષેધ દ્વારા ઉપાશ્રયપ્રવેશની જે સૂચના, એનું નામ છે. નેપેધિકી.”
(૬) આકચ્છના - જ્ઞાનાદિની સાધના કરતાં કાંઇ પ્રયોજન ઉપસ્થિત થયે ગુરુને યા ગુરુસંમત સ્થવિરાદિને તે માટે પૂછવું, રજા માગવી, એ આકચ્છના. એથી (૧) કાર્ય શ્રેયસ્કર બને છે. પ્રશંસાટું થાય છે, (૨) ગીતાર્થ પાસેથી કાર્યવિધિનું જ્ઞાન મળે છે; (૩) જૈન દર્શનની વિશિષ્ટ વસ્તુ પર બહુમાન વધે છે,
અહો સકલ જીવહિતકારી આ કેવી સુંદર વસ્તુ જૈન મતમાં બતાવી છે !' ને (૪) ગુરુ અને જિનેશ્વર દેવા પર શ્રદ્ધા વધે છે. (૫) આ શુભ અધ્યવસાય રૂપ હોવાથી મહાન મંગળ છે તેથી જે કાર્ય માટે પૂછવા ગયા તે કાર્યની આડેના વિપ્ન એથી દૂર થાય છે, તેમજ (૬) શુભ અનુબંધ યાને લાભોનો પ્રવાહ ઊભો થાય છે. આવા વિશિષ્ટ લાભ હોવાથી સામાન્ય, વિશેષ બંને જાતના કાર્યમાં પૃચ્છા કરવાનું શાસ્ત્રનું માન છે. અમુક પ્રવૃત્તિ કરતા પહેલાં- “હે ભગવન્ ! હું આ કરૂં છું.” -આ પ્રકારે ગુરૂને પૂછવું, એનું નામ છે
Page 112 of 191