________________
કેળવાય તો અપૂર્વ ધર્મવૃત્તિ પ્રાપ્ત થઇ શકે તેમ છે.
આ રીતે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને જીવો શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનને પામીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે આથી દર્શન એ આત્મકલ્યાણમાં ઉપયોગી થતું હોવાથી જ્ઞાની ભગવંતોએ એ આદરવાનું કહેલ છે.
સોળમો બોલ ચારિત્ર આવું
ચારિત્ર પ્રત્યે આદરભાવ કરવાનું જ્ઞાનીઓ માને છે એ ચારિત્ર એ શું છે એ જણાવે છે.
હવે ત્રીજું ચારિત્ર રત્ન છે-ચારિત્ર. આરત્ન અનુપમ છે. કર્મમલને દૂર કરવામાં આ અજોડ રત્ન છે. ભાવથી આ રત્નને પામ્યા વિના, કોઇ પણ આત્મા મુક્તિ પામ્યો ય નથી, પામતો ય નથી અને પામશે પણ નહિ. સઘળાય પાપના વ્યાપારોનો જે ત્યાગ, એનું નામ ચારિત્ર છે. આ ચારિત્રના સ્વીકાર માટે ઘરબાર, કુટુંબપરિવાર, રાજ્યસદ્ધિ, સ્નેહી-સમ્બન્ધી, પેસા-ટકા, અદ્ધિ-સિદ્ધિ, વિષયસામગ્રી અને માતા-પિતા આદિ સર્વનો ત્યાગ કરવો પડે છે. આ ચારિત્રના પાલન માટે ઇંદ્રિયો ઉપર પૂર્ણ કાબુ રાખવો પડે છે, મનના. માલિક બનવું પડે છે, સદ્ગુરૂના ચરણોમાં ત્રણે યોગોનું સમર્પણ કરવું પડે છે. ધર્મોપકરણો અને શરીર ઉપરના પણ મમત્વભાવને તજવો પડે છે, “રસો, દ્ધિ અને સાતા' –આ ત્રણની આસક્તિ ન લાગી જાય એથી સાવધ રહેવું પડે છે, તેમજ વન્દન, સત્કાર અને સન્માન આદિની અભિલાષાઓથી પર રહેવા માટેની પણ સતત જાગૃતિ રાખવી પડે છે. આ ચારિત્રના સુવિશુદ્ધ પાલનથી આત્મા વાતિકર્મોના નાશ માટે પણ સમર્થ બને છે. જ્યારે આત્મા ઘાતી કર્મોના નાશ દ્વારા કેવલજ્ઞાન પામીને સર્વસંવર રૂપ ચારિત્રને પામે છે, ત્યારે જ તે મોક્ષપદનો ભોક્તા બને છે. દશવિધ સામાચારી સંબંધી સમજણ :
સ. દશવિધ સામાચારી કોને કહેવાય છે ?
૧-ઇચ્છાકાર, ૨-મિથ્યાકાર, ૩-તથાકાર, ૪-આવશ્યકી, પ-નેપેધિકી, ૬-આકચ્છના, સ્મૃતિપ્રચ્છના, ૮-છંદના, ૯-નિમંત્રણા અને ૧૦-ઉપસમ્પ -આ દશ પ્રકારે સામાચારી કહેવાય છે.
કરણીય પ્રવૃત્તિ આજ્ઞાદિના યોગે કરવી અને સ્વતઃ કરવાની ઇચ્છા જન્મે એથી કરવી, એ બે વચ્ચે ભેદ છે. કરણીય પ્રવૃત્તિમાં સ્વતઃ ઇચ્છાથી જ પ્રવૃત્ત થવું, એનું નામ છે- “ઇરછાકાર અન્ય કોઇ મહાત્મા પાસેથી કામ લેવું હોય ત્યારે આજ્ઞા નહિ કરતાં એમ કહેવું કે- ‘તમારી ઇચ્છા હોય તો કરી આપો' –એનું નામ પણ ઇરછાકાર કહેવાય છે.
સાધુજીવનમાં અતિ જરૂરી દશવિધ સામાચારી
સાધુજીવનમાં હંમેશા દશ પ્રકારની સામાચારીનું પાલન કરવા તરફ ખૂબજ લક્ષ રાખવાનું હોય છે. તે દશ પ્રકાર આ પ્રમાણે છે
ઇરછાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નેપેધિકી, આમચ્છના, પ્રતિપ્રચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા.
Page 110 of 191