________________
પ્રભુશાસનની કિંમત હોય તો આ બધાની પરવા ન કરો. ભસવું અને લોટ ફૂકવો, એ બે વાત તો કોઇ પણ કાળે નહિ બને. દુનિયાની સાહ્યબીમાં રાચવું અને પ્રભુના શાસનને આરાધવું, એ બે વાત શી રીતિએ બને ? પ્રભુના શાસનને પામેલો સારૂં ન ખાય-પીયે એમ કહેવાનો આશય નથી : જો પ્રભુશાસનને પામેલો રોજ આયંબીલ કરે તો મહાપુણ્યશાળી. ઘી-દૂધ ખાવાં જ એવો કાયદો નથી, ન ખવાય તો સારું. એ કાળમાં મક્તિ હતી અને આજે નથી એ કમનશીબી ખરી, પણ તે કાળમાં આરાધના બને અને આજ ન બને એવું ન કહો. આખી જીંદગીનો પલટો
સમ્યકત્વ ગુણ પામ્યા પછીની આખી જીંદગીમાં પલટો થઇ જવો જોઇએ. સમ્યગદ્રષ્ટિ આત્માનો સ્વભાવ અને વર્તનજ કોઇ અનુપમ હોવાં જોઇએ. સમ્યકત્વનું નામ જ એ છે કે- “સંસારની પિપાસા ઉપર કાપ, આસક્તિ લુલી, સ્નેહ લુખ્ખો અને દુનિયાદારીનાં-જગદ્ભરનાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા.” જેના હૃદયમાં સમ્યક્ત્વરૂપી દિપક પ્રગટે અને આટલો પલટો ન અનુભવાય, તો પછી તેનો મહિમાજ કાંઇ ન રહ્યો. એમ કહેવાય.”
જૈન શાસ્ત્રકારોએ સમ્યગદર્શનનો મહિમા બહુ ગાયો છે. સમ્યગદર્શન એ જ્ઞાનરૂપી વૃક્ષનું બીજ છે; પુણ્યરૂપી નગરનો દરવાજો છે; નિર્વાણરૂપી મહેલનો પાયો છે; સર્વ સંપત્તિઓનું નિધાન છે; સમુદ્ર જેમ રત્નોનો તેમ ગુણોનો એક આધાર છે : સમ્યગદર્શન એ ચારિત્રરૂપી લક્ષ્મીનું ભાજન છે. સમ્યગદર્શન વિનાના સર્વ ગુણો એકડા વિનાના મીંડા જેવા છે. આત્માને જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં સમ્યગદર્શન વિનાના તે જ્ઞાન અને ચારિત્ર સંસારને ઘટાડી શકતાં નથી કે જન્મમરણનાં દુ:ખોને દૂર કરી શકતાં નથી. ચારિત્ર અને જ્ઞાનથી હીન હોવા છતાં સમ્યગદર્શનના પ્રતાપે શ્રેણિકાદિ આત્માઓ ઉચ્ચપદને લાયક બની શક્યા છે. મુક્તિમાર્ગમાં ગુણપ્રાપ્તિની શરૂઆત સમ્યગદર્શનથી ગણેલી છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પૂર્વેના સઘળા ગુણો પણ એક જાતિની મોહની મૂચ્છજ છે. અંતર્મુહૂર્ત માત્ર સમ્યગદર્શનને ધારણ કરનાર આત્મા પણ સંસારમાં દીર્ધકાળ ભમતો નથી. સમ્યગદર્શનથી સુવાસિત થયેલ આત્મા માટે તિર્યંચ અને નરકગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને ઉચ્ચ પ્રકારની મનુષ્ય અને દેવગતિનાં દ્વાર ખૂલી જાય છે. સમ્યગદર્શનની હયાતિમાં આયુષ્યનો બંધ કરનાર આત્મા મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. સમ્યગદર્શન વિનાના સઘળા ગુણોની શોભા દેવ વિનાના મંદિર જેવી છે, જલ વિનાની નદી જેવી છે અને પ્રાણ વિનાની કાયા જેવી છે. સમ્યગદર્શન વિનાનું જ્ઞાન તત્ત્વાતત્ત્વનો વિવેક કરાવવા માટે અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનું ચારિત્ર આત્માપર લાગેલી સંસારની આસક્તિ ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શના વિનાનું દાન લક્ષ્મી પર લાગેલી મૂછ ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનું શીલ વિષયની આસક્તિ ઘટાડવામાં અસમર્થ છે. સમ્યગદર્શન વિનાનો તપ આહારની વાસના ઘટાડવા અસમર્થ છે. સમ્યગદર્શના વિનાની અહિંસા પરિણામે હિંસાને વધારનારી છે. સમ્યગદર્શન વિનાનો સંયમ પરિણામે અસંયમને વધારનારો છે. સમ્યગદર્શન વિનાની શાંતિ પરિણામે અશાંતિને વધારનારી છે. સમ્યગદર્શન વિનાનો સંતોષ પરિણામે અસંતોષને વધારનારો છે. સમ્યગદર્શન એ સર્વ ગુણોનો રાજા છે. રાજા વિનાનું સૈન્ય જેમ દુશ્મનનો વિજય કરવાને અસમર્થ છે તેમ સમ્યગદર્શન વિનાના સર્વ ગુણો સંસાર રિપુનું વિદારણ કરવા અસમર્થ છે. સમ્યગદર્શન એ મુક્તિમાર્ગનો દીવો છે. એ દીપકના પ્રકાશ વિના આત્માનો અજ્ઞાન અંધકાર દૂર થતો નથી. સમ્યગદર્શન એ અમૂલ્ય ઔષધ છે, એ ઓષધ વિના આત્માનો ભવરોગ નાશ પામતો નથી.
Page 108 of 191