________________
પ્રાપ્ત થાય છે. આ સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહલાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મઋતુમાં ખરે બપારે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્થાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે, એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઇક તેને શીત જળનું પાન કરાવે તેમજ આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે, ત્યારે તેને કેટલો આહલાદ થાય વારૂ? તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મઋતુમાં જન્મમરણાદિકરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતાં એવા ભવ્યજીવ રૂપ વટેમાર્ગુને અંતરકરણરૂપ શીતળ છાયા દ્રષ્ટિગોચર થાય, ત્યારે તે, તે તરફ હર્ષઘેલો થઇને દોડે એમાં શું નવાઇ ? અને ત્યાં જતાં જ અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણા શીતળ એવા સમ્યત્વ રૂપ વનસાર (ચંદન)થી તેનો આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું? આવા સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દ્રષ્ટિપાત પણ કરી શકતા નથી.
રણસંગ્રામમાં જય મળતાં વીરપુરૂષોને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણો અરે તેથી પણ વધારે આનંદ આત્મા આ સમ્યકત્વ મેળવતાં અનુભવે છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી. કમકે-અનાદિકાળથી પ્રતિ સમય તીવ્ર દુ:ખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણી ખુશી ખુશી ન થઇ જાય ? જન્મથી જ જે અંધ હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય
અને આ સમગ્ર વિશ્વ અવલોકવાની તેને તક મળે ત્યારે તે આનંદિત થઇ જાય, તો પછી અનાદિકાળથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગદર્શનરૂપ નેત્રો મળે, ત્યારે તેના વર્ષમાં કંઇ કચાશ રહે ખરી ?
સમ્યગદર્શન કોને કહેવાય ? દુનિયાના જેટલા અયોગ્ય પદાર્થો, અથવા તો કહો કે-આત્મહિતની. નાશક જેટલી સામગ્રી, એના ઉપર અરૂચિ અને આત્માને ઉપકારક જેટલી સામગ્રી, એના ઉપર રૂચિ એ સમ્યગદર્શન છે. આવી દશા આવવી એ કાંઇ સહજ વાત નથી. અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને દીલમાં નિ:શંકપણે સ્થાપિત કરવા જેટલી લાયકાત આત્મામાં આવ્યા પછી જ સમ્યગદર્શનનો આવિર્ભાવ થાય છે. આવા સમ્યગદર્શન ગુણને પામેલો આત્મા તો સામગ્રીસંપન્ન દશામાં, અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને જાણવાની અભિલાષાવાળો હોય જ, પણ જેઓ આ ગુણને પામવાને ચાહતા હોય તેઓએ પણ, આત્માને વિશ્વાસુ બનાવીને સદગુરૂઓ દ્વારા અનન્તજ્ઞાનિઓએ ક્રમાવેલાં તત્ત્વોને જાણવાનો પ્રયત્ન કરતા રહેવું જોઇએ.
“यत्राल्पेनापि कालेन, त्वदभक्तेः फलमाप्यते ।
कलिकाल: स एकोस्तु, कृतं कृतयुगादिभि: ।। १ ।।" જે કાલમાં થોડાજ કાલે કરીને તારી ભક્તિનું ફ્લ પમાય છે, તે એક કલિકાલ જ હો અને કૃતયુગાદિકથી મારે સર્યું.'
વાત પણ ખરી છે કે-પ્રભુશાસનની પ્રાપ્તિ વિનાનો ચોથો આરો પણ શું કામનો ? અને પ્રભુશાસનની પ્રાપ્તિથી સુંદર બનેલો પાંચમો આરો એ પણ ચોથા આરાથીય સુંદર છે કારણ કે-આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે તે સાધનરૂપ છે ! ખરેખર, પ્રભુશાસનને પામેલા આત્મા માટે દરેક દ્રવ્ય, દરેક ક્ષેત્ર, દરેક કાળ અને દરેક ભાવ ઉત્તમ છે. તે આત્માને મન તો આજ્ઞાનું પાલન થાય તે સુકાળ અને આજ્ઞાનું પાલન જે કાળમાં ન થાય તેજ દુષ્કાળ. જો કાળ વિગેરે વસ્તુની કિંમત કરો તો પ્રભુના શાસનની કિંમત રહેતી નથી : જો
Page 107 of 191